Abtak Media Google News

ભાજપાની પંચનિષ્ઠા એટલે સામાજીક સમરસતાનું સ્થાપન કરવા માટે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા બક્ષીપંચ સમાજમાં આવતી આશરે ૧૪૪ થી વધુ જ્ઞાતિઓને શિક્ષણ તેમજ ધંધા રોજગાર માટેની લોનપેટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે: નરેન્દ્રબાપુ

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને મહામંડલેશ્ર્વર નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ) ની અઘ્યક્ષતામાં તેમજ વિકસતી જાતી સમાજ કલ્યાણ ખાતાના સમાજ કલ્યાણ અધિકારી નિયામકશ્રી અરવિંદભાઇ પટેલ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર જી.સી. અલગોતર, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના સમાજ કલ્યાણ અધિકારી બી.એસ. પટેલ સહીતનાની ઉપસ્થિતિમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નિગમના સીધા ધીરાણની નાના ધંધા-વ્યવસાયની યોજનામાં ગાંધીનગરની કચેરીમાં આવેલ તમામ અરજીઓ લાભાર્થી પસંદગી સમીતી સમક્ષ રજુ કરવામાં આવી હતી.

Advertisement

આ તકે નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ) એ જણાવ્યું હતું કે જનસંઘ કે ભાજપના સ્થાપનામાં પાયામાં છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ લાભ મળે અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી પારદર્શક સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા અનેક વિધ યોજનાઓ અમલમાં મુકવાવામાં આવેલ છે ત્યારે ભાજપાની પંચનિષ્ઠા એટલે સામાજીક સમરસતાનું સ્થાપન કરવા માટે બક્ષીપંચ સમાજમાં આવતી અઅશરે ૧૪૪ થી વધુ જ્ઞાતિઓને ઉચ્ચ અભ્યાસ તેમજ ધંધા રોજગાર માટેની લોન ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમદ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ) દ્વારા ટુંકા ગાળામાં બક્ષીપંચ સમાજને મળતા વિવિધ લાભોનો અભ્યાસ કરી વધુને વધુ લોન, યોજનાઓ અને સહાય

આપવામાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અગ્રેસર રહ્યું છે. ત્યારે બક્ષીપંચ સમાજને લાભ મળે તેવા આશયથી બક્ષીપંચ સમાજના વિઘાર્થીઓને ઉચ્ચ અભ્યાસ તેમજ ધંધા રોજગાર માટેની લોન આપવામાં આવી રહી છે. અને તે પણ કોઇપણ પ્રકારના વચેટીયા વિના અને સીધા જ લાભાર્થીના ખાતામાં આ રકમ જમા કરવામાં આવી રહી છે. ત્યારે લાભાર્થી પસંદગી સમીતીની બેઠકમાં તા. ૧૬-૮ સુધીમાં આવેલ ૫૪૪ અરજીઓ આવરી લેવામાં આવેલ હતી. જેમાં અરજદારની માગણી મુજબ રૂા ૨૯,૭૭,૨૨૮/- ની અરજીઓ મળેલ હતી. જયારે અન્ય નિગમની જાતીઓની ૭૭૯ અરજીઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. જેમાં અરજદારની માંગણી મુજબ રૂા ૪૧,૦૬,૭૮,૩૧૮/- ની અરજીઓ મળેલ જેમાં અરજદારની માંગણી મુજબ કુલ રકમ રૂા ૭૦,૩૨,૫૫,૫૪૪/- ની અરજીઓ મળેલ. આવી અરજીઓ પ્રાથમીક તબકકે સૈઘ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. આમ બક્ષીપંચના લોકોના ઉઘોગ ધંધાને વેગ મળે તે માટે ૧૬૧૭ લાભાર્થીઓ માટે ૭૬.૮૩ કરોડ અને શૈક્ષણિક લોનના ૩૨૬ લાભાર્થીઓ માટે ૧૬.૬૬ કરોડની સૈઘ્ધાંતિક લોન મંજુર કરવામાં આવી હતી. અને જે અરજીઓમાં અધુરાશ હોય તો પુર્ણ કર્યા બાદ સૈઘ્ધાંતિક લોન મંજુર કરવામાં આવી હતી. અને જે અરજીઓ માં અધુરાશ હોય તો પુર્ણ કર્યા બાદ મંજુર કરવી તેમજ બોજા સહીત ફાઇલ લોન સરકારના નિયમો મુજબ સઁપૂર્ણ પૂર્તતા થયેથી લોનની કાર્યવાહી કરવામાં આવશે તેમ નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ) એ અંતમાં જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.