Abtak Media Google News

શારીરીક સંબંધોમાં સલામતિના ભાગરુપે સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવો મહત્વનો છે. પરંતુ ભારત જેવા દેશમાં સેક્સ એજ્યુકેશન બાબતે ઘણી માન્યતાઓ રહેલી છે. અને એમાં પણ કોન્ડોમના ઉપયોગને લઇને ખાસ માન્યતાઓ પ્રવર્તતી જોવા મળી છે. જેના કારણે કોન્ડોમના ઉપયોગ માટે ઘણી અસમંજસ સર્જાઇ છે તો આવો એવી માન્યતાઓને જાણીને દૂર કરીએ…..

એક સાથે બે કોન્ડોમનો ઉપયોગ કરવો સુરક્ષિત આ એક મોટી માન્યતા અથવા ખોટો ખ્યાલ છે. જેમાં એકવારમાં એક સાથે બે કોન્ડોમ પહેરે છે. અને એ વધુ સુરક્ષા આપે છે પરંતુ હકિકત એ છે કે બે કોન્ડોમને એક સાથે ઉપયોગ કરવો એ માત્ર ખોટો ખ્યાલ છે. તેના કરણા એક કોન્ડોમ જરુરત મુજબની સુરક્ષા આપી શકે છે.

– સરળતાથી ટુટી જાય છે.

જે હેતુથી કોન્ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના માટે પૂરતુ મજબૂત છે તે સરળતાથી ટુટતા નથી. પરંતુ જો તેના પર અણી વાળુ કે ધારદાર તત્વ અજમાવવામાં આવે તો તે ટુટી જાય છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેનો ઉપયોગ સમયે તેમાં કોઇ જાતના એર બબલ્સ ન રહે…

– તે ૧૦૦% સુરક્ષિત છે.

સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગએ સુરક્ષિત પગલું છે. પરંતુ એકાદ ટકો તેમાં કોઇ ખામી હોઇ શકે. તો તેના પર સંપૂર્ણ પણે નિર્ભર રહેવું તે મુર્ખામી છે.

– વધુ પડતા ઉજવાં તેલનો ઉપયોગ એ સારો

કોન્ડોમમાંપહેલાથી જ ઉજવાનું તેલ આવેલું હોય છે. એટલે વધારાના તેલનો ઉપયોગ કરવો એ સારું નથી. પેટ્રોલિયમથી બનેલાં તેલનો ઉપયોગ જેવા કે વેસેલિન, એ રબર માટે ખરાબ છે.જેનાથી કોન્ડોમ ફાટવાની સંભાવના વધી જાય છે.

– ઓરલ અને એનલ સેક્સ માટે કોન્ડોમની જરુરત નથી.

કોન્ડોમ માત્ર પ્રેગ્નેન્સીથી જ રક્ષા આપે છે તેવું નથી. પણ ઘણા એવા રોગોથી પણ બચાવે છે જેમ કે STD, HIVએટલે ઓરલ અને એનલ સેક્સ માટે કોન્ડોમ ન પહેરવું એ ખતરાની નિશાની છે.

– કોન્ડોમ માત્ર વિજાતિય સંબંધો માટે જ છે.

આ માન્યતા તદ્ન ખોટી છે. જુની માન્યતા પ્રમાણે એવું જ માનવામાં આવે છે કે વિજાતિય સંભોગ માટે જ કોન્ડોમ વાપરવા જોઇએ. પરંતુ હોમોસેક્સ્યુઅલ સેક્સ એટલે કે સજાતિય સંભોગ પણ કોન્ડોમનો ઉપયોગ કરવો જરુરી છે.

– કોન્ડોમની કોઇ એકસ્પાઇરી ડેટ નથી હોતી

જે વસ્તુ બનાવવામાં આી છે તેની એક્સપાઇરી ડેટ હોય જ છે તેથી કોન્ડોમના ઉપયોગ પહેલાં તેની એક્સપાઇરી ડેટ ચેક કરવી જરુરી છે.

– કોન્ડોમ માત્ર પ્રોટેક્શન માટે બનાવવામાં આવ્યા છે. 

ના એવું નથી કે કોન્ડોમ માત્ર પ્રોટેક્શન માટે જ બનાવવામાં આવ્યા છે અન્ય એવી અનેક વસ્તુઓ છે જેનો ઉપયોગ પ્રેગ્નેન્સીના પ્રોટેક્શન માટે ઉપયોગમાં લઇ શકાય છે.

– કોન્ડોમને ઇચ્છે એ જગ્યાએ સાચવી શકો છો.

કોન્ડોમની બનાવટ રબર અને તેલમાંથી હોય છે તેને સાચવવાની યોગ્ય જગ્યા પસંદ કરવી હિતાવહ છે. તેને ખુબ નીચા કે ઉચાં ઉષ્ણ તાપમાનમાં રાખવા હાનીકારક છે.

– તેને સંભોગ દરમિયાન વચ્ચે ઉપયોગમાં લેવું.

ઘણા લોકો માને છે કે કોન્ડોમને જેમ સેક્સની શરુઆતમાં ઉપયોગમાં લેવાય છે. તેમ તેની મધ્ય સમયે પણ લેવાય. આ રીતે કોન્ડોમનો ઉપયોગ જોખમરુપ સાબિત થાય છે.  તો આ રીતે કોન્ડોમના ઉપયોગ વિશેની ખોટી માન્યતાને છોડી તો તેનો યોગ્ય ઉપયોગ કરો અને જીવનને ખુશખુશાલ બનાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.