Abtak Media Google News

‘સુશાસન દિન’ની ઉજવણીના ભાગરૂપે રૂપાણી સરકારે અતિવૃષ્ટિથી પ્રભાવિત ખેડુતો માટે જાહેર કરેલા રૂપિયા ૩,૭૯૫ કરોડના કૃષિ રાહત પેકેજમાંથી વળતર અપાશે

ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદથી રાજના ર૯ જીલ્લાના ૨૪૮ તાલુકાઓના મોટાભાગના ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું. લાખો ખેડુતોને થયેલા આ નુકશાન અંગે રાજયની સંવેદનશીલ ગણાતી રૂપાણી સરકારે તુરંત નિર્ણય લઇને ૩,૯૭૫ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી હતી આ પેકેજનો લાભ લેવા છેલ્લા એક માસથી ખેડુતો પાસેથી રાજય સરકાર દ્વારા ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં અરજીઓ કરનારા ર૪ લાખ ખેડુતોને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીના જન્મ દિનને ‘સુશાસન દિન’તરીકે ઉજવણીના ભાગરુપે આર્થિક સહાય વિતરણનો પ્રારંભ કરાશે. રાજયના આઠ સ્થાનો પરની આ સહાય વિતરણનો આજથી પ્રારંભ થશે તેમ કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું.

રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદૂએ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને  જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાનીનું વળતર ચુકવવાની રૂપાણી જાહેરાત કરી હતી. ખેડૂતોને રાહતના નાણા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં રકમ ચુકવણીનો કાર્યક્રમ થવાનો છે. વડોદરામાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગેવાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ખેડૂતોને નાણાં ચુકવવાનો કાર્યક્રમ શરૂ થશે. રાજકોટમાં રાજ્યના મંત્રી ફળદુ અને કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહેશે, જ્યારે ભૂપેન્દ્ર ચુડાસમાની આગેવાનીમાં અમદાવાદમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ફળદૂએ જણાવ્યું કે, ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, તેનો વિચાર વિમર્શ કરીને સહાયતા માટે સરકારે નિર્ણય કર્યો છે.

7537D2F3 20

કૃષિ મંત્રીએ ખેડૂતોને પાક વિમાને લઇ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે ચાલુ વર્ષે ૧૪૬ ટકા વરસાદ નોંધાયો કે  કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કમસોમી વરસાદથી ઘાસચારો સંપૂર્ણપણે નાશ થયો. જેને લઇ પાક નુકસાનીનું વળતર ચૂકવાશે હશે પૂર્વ પી.એમ.અટલજીનો જન્મદિવસ છે.નાણા આપવાની પ્રક્રિયા શરૂ થશે.ખેડૂતોને અરજી માટે ૧ માસનો સમય અપાયો હતો. જેમાં ૨૪ લાખ ઉપરાંત ખાતેદારોએ અરજી કરી છે. પાક વિમાનું વળતર આપવાનો કાર્યક્રમ રાજ્યના ૮ ભાગોમાં કરવામાં આવશે. રાજ્યના ખેડૂતો વિશે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, અમારું કૃષિ વિભાગ ખેડૂતો માટે કામ કરી રહ્યું છે. ચાલું વર્ષે ખરીફ ઋતુમાં ૧૪૬ ટકા જેટલો વરસાદ પડ્યો છે. પરંતુ માવઠાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

જેના કારણે અમારી સરકારે રાજ્યના ૫૬ લાખ ખેડૂતોને આર્થિક મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. અમે વેધર સ્ટેશનના વરસાદના આંકડા સંકલિત કર્યા છે. ત્યારબાદ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરી વિવિધ અરજી માટે એક મહિનાનો સમય લીધો છે. ચાલું વર્ષે ૨૪ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. જે ખેડૂતોએ અરજી નથી કરી તે પણ અરજી કરે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.

કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પાકવીમાના આંકડા ૩ વર્ષ સુધી ગોપનીય રાખવામાં આવે છે. તેમણે વડાપ્રધાન કિસાન યોજનાના ૪ જોખમ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ખેડૂતોને વહેલી તકે નાણાં ચુકવવા વીમા કંપનીઓને અમે સૂચના આપી છે. ખેડૂતોના વળતર ચૂકવવામાં જેટલું થશે એટલુ ૧૨.૫૦ ટકા લેખે વ્યાજ વીમા કંપની ચૂકવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.