Abtak Media Google News

રાજવી પરંપરા મુજબ

પ્રાચીન શૈલીથી ભાગવતાચાર્ય ડો.અનંતપ્રસાદજી દ્વારા કથાનુ રસપાન કરાવશે :નગરજનોમાં અનેરો ઉત્સાહ

ગોંડલ ના સ્વર્ગસ્થ રાજવી જ્યોતેન્દ્રસિહજી ના આત્મ મોક્ષાર્થે રાજવી પરિવાર દ્વારા તા.27 સોમવાર થી તા.3 સોમવાર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ ભવ્ય આયોજન કરાયુ છે.દરબારગઢ માં યોજાનારી ભાગવત સપ્તાહ નુ વાંચન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભાગવતાચાર્ય ડો.અનંતપ્રસાદજી દ્વારા કરાશે.ભાગવત કથા ને લઈ ને દરબારગઢ માં ભવ્ય અને જાજરમાન ડોમ ઉભા કરાયા છે.નગર શ્રેષ્ઠીઓ, વિવિધ જ્ઞાતિ મંડળો અને શહેર ની સામાજિક સેવાકીય સંસ્થાઓ પણ આયોજન મા સહભાગી બની છે.

Advertisement

ગોંડલ મહારાજા હિમાંશુસિંહજી તથા રાજમાતા કુમુદકુમારીબા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંગે રાજવી પરિવાર નાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ કે રાજાશાહી સમય માં કોઈપણ ધાર્મિક કાર્યક્રમ દરબારગઢ માંજ યોજાતા હતા.એ પરંપરા ને અનુલક્ષી ભાગવત સપ્તાહ નુ આયોજન દરબારગઢ મા કરાયુ છે.કથા ના વાંચન માટે જેમણે કાશી બનારસ માં વેદાંતાચાર્ય ની પદવી પ્રાપ્ત કરી છે.અને જેઓ ગોલ્ડમેડાલીસ્ટ છે.તેવા ડો.અનંતપ્રસાદજી ને પસંદ કરાયા છે તેનુ મહત્વ એ છેકે તેઓના પુર્વજો ને મહારાજા સર ભગવતસિહજી એ ભાગવત પોથી અર્પણ કરી હતી.

આ સપ્તાહ મા કોઈ નૃત્ય કે સંગીત શૈલી ને સ્થાન નથી અપાયુ.  જે રીતે રાજા પરિક્ષીત ને વ્યાસજી એ કથા સંભળાવી હતી તે  રીતે પ્રાચિન પરંપરા મુજબ કથાનુ વાંચન કરાશે.પોથીયાત્રા ઉદ્યોગભારતી ચોક માં આવેલી નવનીતપ્રીયાજી ની હવેલી એથી પ્રસ્થાન થશે. આ હવેલી નુ નિર્માણ રાજવીકાળ મા રાજવી પરિવાર દવારા કરાયુ હતુ.પોથીયાત્રા હવેલીએ થી પ્રસ્થાન થઈ જેલચોક, ગુંદાળા દરવાજા,કડીયા લાઇન થઈ વેરીદરવાજ  મોટીબજાર થઈ દરબારગઢ પંહોચશે.

પોથીયાત્રા નાં લંબાયેલા રુટ અંગે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ કે  વેરી દરવાજો જુના ગોંડલ નુ મુખ્ય દ્વાર છે.રાજા જ્યારે પોથી સાથે નીકળે ત્યારે મુખ્ય દ્વાર થી નિકળવુ પડે.રાજવી ધરાના ની આ પરંપરા ને કારણે રુટ ગોઠવાયો છે.પોથીયાત્રા શાહીરીતે નિકળશે.જેમા રાજપુત સમાજ, બૃમ્હસમાજ, વણીકસમાજ સહિત તેમના પરંપરાગત પહેરવેશ સાથે જોડાશે.મહારાજા સર ભગવતસિહજી જે બગી નો ઉપયોગ કરતા હતા તે બગી મા પોથી પધરાવી ગોંડલ રાજવી હિમાંશુસિહજી જોડાશે.વધુ મા બેન્ડવાજા,ભજન કિર્તન મંડળીઓ અને નગરજનો પોથીયાત્રા માં સામેલ થશે.

ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન તા.30 ગુરુવાર ના સાંજે 6:30 કલાકે શ્રીનૃસિહ જન્મ,તા.31 શુક્રવાર ના બપોરે 12:30 કલાકે શ્રીવામન જન્મ તથા સાંજે 6:30 કલાકે શ્રીરામ જન્મ, તા.1 શનીવાર ના બપોરે 12:30 કલાકે શ્રીકૃષ્ણ જન્મ નંદોત્સવ, તા.3 સોમવાર સાંજે 6:30 કલાકે પૂર્ણાહુતિ તથા તા.4 મંગળવાર ના સવારે દશાંશ હવન નુ માંગલિક ભાગવત આયોજન કરાયુ છે.કથા શ્રવણ સમય સવારે 10:30 થી 1 તથા બપોરે 4 થી 7 નો છે.કથા શ્રવણ નો લાભ લેવા નગરજનો ને રાજવી પરિવાર દ્વારા આમંત્રણ અપાયુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.