Abtak Media Google News

સલાહ-સુચન4 ટીકા અને બદબોઈ સિવાય તેઓ કશું કરી શકતા નથી: રાજકોટમાં બેફામ વાણી વિલાસ કરી ગયેલા અર્જુન મોઢવાડિયાને ભંડેરી-ભારદ્વાજ સણસણતો જવાબ

કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફ્રેસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીને મોતનાં સોદાગર કહ્યા હતા તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વિશે પણ અપશબ્દો બોલ્યા હતા. અર્જુન મોઢવાડીયાનાં આ નિવેદનને કડક શબ્દોમાં વખોડી કોંગ્રેસને માફી માંગવાનું જણાવતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને ગુજરાત પ્રદેશ ભાજપ ટગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે કહ્યું હતું કે4 કોંગ્રેસી નેતા અર્જુનભાઈ મોઢવાડીયા પોતાની ગરિમા ચૂક્યા છે. તેમણે અને સમગ્ર કોંગ્રેસે આ નિવેદન  બદલ માફી માંગવી જોઈએ. આ સમય રાજનીતિ કરવાનો નથી. કોંગ્રેસે મહામારીનાં સમયમાં ગરિમા ચૂકીઆક્ષેપબાજીમાં ઉતરવું યોગ્ય નથી. પ્રજાની નજરમાંથી નીચે ઉતરી ગયેલી અને જનતા વચ્ચેથી ફેંકાઇ ગયેલી કોંગ્રેસે આ સમયમાં લોકોની સેવામાં જોડાઈ જવું જોઈએ.  ભંડેરી-ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે4 ગુજરાતની પ્રજા જ્યારે કોરોના વિરુદ્ધની જંગ લડી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલી આક્ષેપબાજી વ્યાજબી નથી. ગાળ અને ગલોચની આ પ્રકારની વાતો કોંગ્રેસે કરવી જોઈએ નહીં. દેશનાં પ્રધાનમંત્રી અને ભાજપને ગાળો આપવા સિવાય કમનસીબે મહામારીનાં સમયમાં પણ સત્તાભૂખી કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે તે અત્યંત નિરાશાજનક બાબત છે.

વાસ્તવિકતા તો એ છે કે મહામારીમાં કોરોના સંક્રમણ અટકે 4 રિકવરી રેટ વધે
અને મરણનું પ્રમાણ ઘટે તે માટે રૂપાણી સરકાર સતત કાર્યરત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી4 નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં ભાજપનાં મંત્રીઓ4 નેતાઓ4 અગ્રણીઓ4 કાર્યકરો સતત પ્રજાની વચ્ચે રહીને અવિરતપણે સેવા આપી રહ્યાં છે. કોંગ્રેસનો એકપણ કાર્યકર કે નેતા ગુજરાતની પ્રજા વચ્ચે જઈને સેવા આપી હોય તે જોવા-જાણવા મળ્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં અવિરત પ્રયાસો થકી કોરોનાકાળમાં ગુજરાતને જોઈએ તેટલી મદદ મળી રહી છે. અમદાવાદ જીએમડીસી ખાતે ડીઆરડીઓના સહયોગથી 900 પથારીની સુવિધા ઉભી કરવામાં આવી છે અને હેલિપેડ ગ્રાઉન્ડ4 ગાંધીનગર ખાતે પણ 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલનું નિર્માણનું કાર્ય શરૂ કરી દેવાયુ છે. કોરોનાની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર ઈજેકશનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં સમયાનુસાર ઉપલબ્ધ કરાવીને દર્દીઓને વિનામૂલ્યે પૂરા પાડ્યા છે. માત્ર એપ્રિલ માસમાં જ પાંચ લાખથી વધુ રેમડેસિવિર ઈજેકશનો વિનામૂલ્યે પૂરા પડાયા છે.

ભંડેરી-ભારદ્વાજે અંતમાં જણાવ્યું હતું કે4 અર્જુનભાઈ મોઢવાડીયા4 અમિતભાઈ ચાવડા જેવા કોંગ્રેસી નેતાઓ મહામારીમાં જનતાનાં દુ:ખ દૂર કરવાની જગ્યાએ જે પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા છે એ બહું જ દુ:ખદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.