Abtak Media Google News

ભાજપ અનુ.જાતિ રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયાએ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાત લઇ સંગઠનનું નિરીક્ષણ કર્યુ

ભાજપ અનુ.જાતિ મોર્ચાના રાષ્ટ્રીય મંત્રી અને દમણ-દાદરાનગર હવેલીના પ્રભારી ભાનુબેન બાબરીયાએ તાજેતરમાં દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાત લઇ સંગઠનનું નિરીક્ષણ કર્યુ હતું. પ્રારંભમાં સેલવાસ ખાતે પ્રદેશ કાર્યાલયમાં પ્રદેશ ભાજપ પ્રમુખ હસમુખભાઇ ભંડારી મસલત કર્યા બાદ સાંસદ કાર્યાલયમાં ભાનુબેન બાબરીયાએ અનુ.જાતિ મોર્ચાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપના પ્રમુખ હસમુખભાઇ ભંડારી, સંગઠનમંત્રી વિવેકભાઇ દૃઢકર અને પ્રદેશ મહામંત્રી અનિલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું નેતૃત્વ દાદરાનગર હવેલી અનુ.જાતિના અઘ્યક્ષ વિજયભાઇ પગારે કર્યુ હતું. તેમણે બપોર બાદ દમણ ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં અનુ.જાતિ મોર્ચાના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ સંગઠનમંત્રી વિવેકભાઇ દૃઢકર જીલ્લા ભા.જ.પ. પ્રમુખ દિપેશભાઇ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકનું સંચાલન અનુ.જાતિ મોર્ચાના પ્રદેશ પ્રમુખ કિરીટભાઇ માયાવંશીએ કર્યુ હતું. બેઠકને સંબોધતા રાષ્ટ્રીય મંત્રી અને પ્રભારી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશમાં ભાજપ જ એક એવો પક્ષ છે કે જેમાં ગરીબ, દલિત, પીડિત, આદિવાસીઓને આગળ આવવાની સમાન તક મળે છે. કોંગ્રેસે પોતાના શાસનમાં માત્ર દલિતોનો વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો હતો. રાષ્ટ્રીય મંત્રી અને દમણ અને દાદરાનગર હવેલીના પ્રભારી બન્યા બાદ પહેલી મુલાકાતમાં જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ સાથે આગામી લોકસભામાં કામ કરવાની હાકલ કરી ભાનુબેન બાબરીયાની સંગઠનશક્તિ અને પ્રોત્સાહક રાજનીતિમાં બન્ને પ્રદેશના અનુ.જાતિ મોરચાના સંગઠનોમાં નવા પ્રાણ પુરાયા છે. તેમજ ભાનુબેન બાબરીયાએ સેલવાસ સચિવાલય ખાતે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ્લભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભાનુબેન બાબરીયાએ દમણ અને દાદરાનગર હવેલીના અનુ.જાતિના સમુદાયની સમસ્યાથી માહિતગાર બની પ્રશાસક પ્રફુલ્લભાઇ પટેલને પ્રશ્ર્નોની રજૂઆત કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.