Abtak Media Google News

સુરેન્દ્રનગરના ભરત દવે કાલે પોતાના જન્મ દિનથી શરુ કરશે ડ્રાઇવીંગ

સુરેન્દ્રનગરના ભરત દવે ફરી એકવાર તેમના જન્મ દિવસ ૭-૭-૧૯ ના દિવસે સવારે ૬ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી સતત ર૯ દિવસ દરરોજ ૧ર કલાક ડ્રાઇવીંગ કરી ભારતનું તમામ ર૯ રાજયની રાજધાનીની મુલાકાત કરી એક નવો રેકોર્ડ સ્થાપિત કરશે.

આ પ્રવાસની વિગત આપતા ભરત દવે જણાવે છે કે (સુરેન્દ્રનગર) ગાંધીનગરથી શરુ થઇ પ્રથમ દિવસે ભોપાલ, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છતીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, વેસ્ટ બેગ્લોર, મેધાલય, ત્રિપુરા, મિઝોરમ, મણીપુર, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, સિકકીમ, બિહાર, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત

તા. ૭-૭-૧૯ થી શરુ થઇ તા. ૪-૮-૨૦૧૯ ના રવિવાર સાંજે ૬ કલાકથી શરુ થઇ સાંજે ૬ કલાકે પુરુ રોજ એક રાજયની રાજધાનીમાં રાત્રી નિવાસ દરમ્યાન દરરોજ દરેક રાજયના આગેવાનો, રમતવીરો, પત્રકારો સાથે રાત્રે ૮ થી ૯ મુલાકાત થશે.

આ સમગ્ર રુટ દરમ્યાન વારંવાર જીટીપીએલ  પરથી સમગ્ર રુટ વિશે માહીતી મળતી રહેશે. ટોટલ ૧૬૫૦૦ કીલોમીટર આ રેકોર્ડ ડ્રાઇવીંગ ની સમસ્ત વિશ્વ નોંધ લેશે. આ જાતનું આયોજન કરનાર ભરત દવેની સાથે તેમના બન્ને પુત્ર ચિંતન દવે અને નિમીત દવે તથા આશુતોષ સુનીલભાઇ મહેતા રુટ નેવીગેશન, મીડીયા સંચાલન તથા રુટ દરમ્યાન તમામ કાર્યોમાં સહકાર આપશે. હિમાલયન કાર રેલીમાં વિશ્ર્વ રેકોર્ડ કરનાર ભરત દવે ૬૬ વર્ષની ઉમરે આ કાર્ય કરે છે તે તેમની રીતે એક નવી મિશાલ છે. તેમના આ કાર્યમાં ગુજરાત સરકાર દ્વારા સહકાર મળ્યા છે.

Bharat-Dave-Will-Set-Records-For-Twenty-Two-Days-Driving-In-The-State-Capital
bharat-dave-will-set-records-for-twenty-two-days-driving-in-the-state-capital

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.