Abtak Media Google News

અમરેલીમાં ભરત ટાંકના સંમેલનને સરેઆમ નિષ્ફળ બનાવવા બદલ ઓલ ઈન્ડિયા કડિયા સમાજનો આભાર માનતા નરેન્દ્રબાપુ

સમાજે મારી સત્ય અને ધર્મની વાતને સ્વીકારી: મારા દરવાજા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ માટે ૨૪ કલાક ખુલ્લા

ગઈકાલે અમરેલી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ખંભા પર બંદુક ફોડવાના ભેદી આશ્રય સાથે મહાસંમેલન બોલાવી મને સમાજ, સતાધાર અને સરકાર સામે બદનામ કરવાનું ભરત ટાંકનું ષડયંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડયું છે. સમાજે મારી સત્ય અને ધર્મની વાત સ્વિકારી છે. અમરેલી સંમેલનને સરેઆમ નિષ્ફળ બનાવવા બદલ હું ઓલ ઈન્ડિયા કડિયા સમાજનો હૃદયપૂર્વક ખુબ-ખુબ આભાર માનુ છું તેમ આજે અબતકની મુલાકાતે આવેલા આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ જણાવ્યું હતું.

Advertisement

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સમાજના ખંભેખંભા પર બંદુક ફોડવાના ભેદી આશ્રય સાથે નિકળેલા ભરત ટાંકને કરારો તમાચો મારી સમાજ દ્વારા જવાબ આપી દેવામાં આવ્યો છે. અમરેલી સંમેલનમાં એક લાખથી વધુ મેદની ઉપસ્થિત રહેશે તેવી ભરત ટાંકની ડંફાશો સામે માત્ર ૪૮૦૦ લોકો જ ઉપસ્થિત રહ્યા હતા. ડોમમાં લોકોની ઉપસ્થિતિ દેખાડવા માટે ખુરશીઓ પાથરવામાં આવી હતી. મારી સત્ય અને ધર્મની વાત સમાજે સ્વિકારી છે. જેના માટે હું ઓલ ઈન્ડિયા ગુર્જર ક્ષત્રિય સમાજનો ખુબ-ખુબ આભારી છું. ભરત ટાંક અને તેના પાગીયાઓ દ્વારા એક વિડીયો કલીપ વહેતી કરવામાં આવી હતી જેમાં સમાજ, સતાધાર અને રાજકારણમાંથી મારો કાંટો કાઢી નાખવાની વાત કરવામાં આવી હતી જેનો જવાબ તેને ગઈકાલે મળી ગયો છે. સમાજનો ઉપયોગ, સરકારનો ઉપયોગ અને સતાધારનો ઉપયોગ કરવાની ભરત ટાંકનું ષડયંત્ર ખુલ્લુ પડી ગયું છે. આ સંમેલનમાં સમાજે બહિષ્કાર કરતા સમાજ મારી સાથે હોવાનું પુરવાર થઈ ગયું છે. જયારે સતાધારના મહંત પૂ.જીવરાજબાપુએ વિડીયો કલીપ દ્વારા એવું જણાવ્યું છે કે, મહંતબાપુ આપાગીગાના ઓટલાના મહંત છે, મારો દિકરો છે અને મારો શિષ્ય છે આ વાત પરથી સતાધારમાંથી મારો કાંટો કાઢવાનો ભરત ટાંકનો ખેલ ઉડી ગયો છે. જયારે સરકારે પણ અમારી અનેક વાતો સ્વિકારી છે તે પરથી સાબિત થઈ જાય છે કે ભરત ટાંક તમામ ક્ષેત્રે નિષ્ફળ નિવડયો છે. આવતીકાલથી ભરત ટાંક ગ્લોબલ ખુલાસા કરશે પણ તેને ખબર પડવી જોઈએ કે સંમેલનમાં એક લાખ માણસો ભેગા કરવા માટે ૩ હજાર જેટલી બસ જોઈએ.

કયાં કેટલી બસ મુકાઈ, કયાં ગામથી કેટલી બસ આવી તેના નંબરો આપવા જોઈએ અને જો સંમેલનમાં ૫૦ હજાર કે ૧ લાખથી માનવ મેદની હતી તો જયારે મુખ્યમંત્રી પધાર્યા ત્યારે આ માનવ મેદની કયાં હતી તેનો જવાબ ભરત ટાંકે આપવો જોઈએ. સમાજને જોડવા માટે નહીં પરંતુ ભરત ટાંક સમાજને તોડવા માટે નિકળ્યો છે તે વાત સમાજ ખુબ જ સારી રીતે સમજી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.