Abtak Media Google News

સ્વચ્છતા અભિયાનના હોર્ડીંગ્સ બોર્ડનું બીલ મંજુર કરવા રૂ.૧૦ હજારની લાંચ સ્વીકારી

ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છ અભિયાન અંતર્ગત લોકજાગૃતિ અન્વયે બનાવવામાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડના કોન્ટ્રાકટર પાસેથી મહાપાલિકાના કાર્યપાલક ઈજનેરવતી રૂ.૧૦ હજારની લાંચ લેતા વચેટીયા સહિત બંનેની ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભાવનગરની સર્વેની કામગીરી માટે બહારથી ટીમ આવવાની હોય જેથી મહાપાલિકા દ્વારા નારી ચોકડી અને સ્મશાન પાસે ત્યાં બંને સ્થળોએ હોર્ડિંગ્સ બોર્ડ બનાવવામાં આવેલા જે કામ પૂર્ણ થયા બાદ મહાપાલિકાના કાર્યપાલક ઈજનેર રાજેન્દ્ર ગણપત શુકલ દ્વારા રૂ.૧૦ હજારની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચ અંગે કોન્ટ્રાકટર દ્વારા એલ.સી.બી. શાખાનો સંપર્ક કરતા લાંચ રૂશ્વત શાખા દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આજે ગોઠવાયેલા છટકામાં જિલ્લા પંચાયત કચેરી નજીક કાર્યપાલક ઈજનેર રાજેન્દ્ર શુકલવતી વચેટીયો મુકેશ લાખાણી રૂ.૧૦ હજારની લાંચ લેતા ઝડપી લઈ એલસીબીએ બંનેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

આ કામગીરી જુનાગઢ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબીના પી.આઈ. ઝેડ.જી.ચૌહાણ સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.