Abtak Media Google News

સંત ભોરિંગનાથના વચનને ખાતર સાત જોગમાયાઓ અવતાર લે છે, અને તે સાત બહેનના નામ પરથી સાત ગામના નામ પડયા છે

રાજકોટના લાલપરી તળાવ પાસે ભીચરી ગામમાં પહાડ ઉપર બિરાજમાન ભીચરી માતાજીના મંદિર આવેલું છે. મંદિર આસપાસનો કુદરતી નજારો અત્યારના ચોમાસાના વાતાવરણમાં ચોમેર દિશાએ ખીલી ઉઠયો છે. આ સ્થાન ભકતજનોમાં શ્રઘ્ધા આસ્થાનું કેન્દ્ર છે. મંદિર આજુબાજુ  ત્રણ ગામમાં ભીચરી વસેલ છે. પહાડ ઉપર આવેલા મંદિરથી આસપાસનો નજારો ખુબ જ રમણિય લાગે છે.

ભીચરી માઁના પિતાનું નામ સોયાબાટી ચારણ અને તેની માતાનું નામ માલુબાઇ હતું. વાંજીયા મેણું ભાંગવા સંત ભોરિંગનાથના વચનને ખાતીર સાત જોગમાયા અવતાર લેછે. આ સાત બેહનનના નામ ઉપરથી સાત ગામના નામ પડેલ છે. પીઠડઆઇ ગામ પીઠડ, કરમાઇ આઇ ગામ કરમાર, કાત્રોડી આઇ ગામ કાત્રોડ, શિહોરી આઇગામ શિહોર, ભીચરી આઇ ગામ ભીચરી, સુંદર આઇ (સામુદ્રી માતાજી) ગામ સુંદરી ભવાન તથા રખાઇ આઇ ગામ રખાય, આ સા ગામના નામ જોગમાયાના અવતરણ ઉપરથી પડેલ છે.

20220710 153301

મંદિર આસપાસનો કુદરતી નજારો પહાડો ઉપરથી ખુબ જ સૌદર્ય સભર લાગે છે. રજાના દિવસોમાં માઁના દર્શને ભકતજનોની ભીડ ઉમટે છે. લાલપરી તળાવ આસપાસનું હરિયાળુ વાતાવરણ સાથે કુદરતનું અફાટ સૌદર્ય આ મંદિરની શોભામાં અભિવૃઘ્ધિ કરે છે. ચારણ ગઢવી જોગમાયા અવતરણ સ્થાનના આ મંદિરે ભકતજનોની અપાર શ્રઘ્ધા ધરાવે છે.

ચોમાસામાં ખીચડી મંદિરની આસપાસ જાણે કુદરતની સોળે કળા ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસીઓ ભીચરી દર્શનની સાથે કુદરતી નજારો માણવા માટે અહીંયા ઉમટી પડતા હોય છે પહાડો વચ્ચે આવેલું આ મંદિર ચોમાસામાં જાણે સોળે કલાયે ખીલી ઊઠે તેવા દ્રશ્યો સર્જાય છે. કુદરતી નજારા ની સાથે સાથે ભિચરી ભક્તોમાં ધાર્મિક સ્થળોમાં પણ એક આગું સ્થાન ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.