Abtak Media Google News

Table of Contents

૧૧ શખ્સોની ટોળકી બનાવી ૭૬ ગુના આચર્યા, ૬ શખ્સોની ધરપકડ, ૪ આરોપીનો જેલમાંથી કબ્જો લેવાશે: મુખ્ય સુત્રધારની શોધખોળ

હત્યા, હત્યાની કોશિષ, હથિયાર, ધાક-ધમકી, જુગાર હથિયાર અને માલમિલ્કત પચાવી પાડવી સહિત ૭૬ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકયા

શહેરમાં સંગઠીત થઈ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ગેંગની શાન ઠેકાણે લાવવા પોલીસ કમિશ્નરે દુધની ડેરી વિસ્તારની ભીખુ ઉર્ફે લાલો રાઉમાની ગેંગ બાદ ભીસ્તીવાડની એઝાઝ ઉર્ફે ટકાની  કુખ્યાત ગેંગના બનાવી શહેરમાં ૭૬ ગુનોઓ આચરીયા હોવાનું  સામે આવતા ૧૧ શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ૬ શખ્સોની ધરપકડ કરી છે. જયારે જેલમાં રહેલા ૪ શખ્સોનો કબ્જો મેળવવામાં આવશે તેમજ ગેંગના મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ ગુનો નોધાતા  લુખ્ખાઓમાં ફફાટ મચી જવા પામ્યો છે.

હત્યા, હત્યાની કોશિષ, હથિયાર, ધાક-ધમકી, જુગાર હથિયાર અને માલમિલ્કત પચાવી પાડવી સહિત ૭૬ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકયા

પોલીસમાંથી પ્રાપ્ત વિગત રાજય સરકાર દ્વારા ગુન્હેગારો સામે કડક હાથે કામગીરી કરવા કાયદામાં સુધારો કરી સંગઠીત થઈ સમાજમાં ભય ફેલાવી ખંડણી, જમીન પચાવી પાડવી જેવા ગંભીર ગુના આચરતી ટોળકી સામે ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટ હેઠળ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

શહેરની શાંતી હણતા કુખ્યાત શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ. ચાવડા સહિતના સ્ટાફ દ્વારા ભીસ્તીવાડમાં પોતાનું સામરાજય ઉભુ કરી અને સમાજમાં અંશાતિ પેદા કરતા એઝાઝ ઉર્ફે ટકો રિયાજ ઇસ્માલ દલ દ્વારા સંગઠીત ટોળકી મારફ ક્રાઇમ આચરતા હોવાનું ધ્યાને આવતા પોલીસે એઝાઝ ઉર્ફે ટકો દલ સહિત ૧૧ શખ્સો દ્વારા શહેરના અગલ અગલ પોલીસ સ્ટેશનમાં ૭૬ ગુનોઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકયાનું ખૂલતા તેઓની સામે રાજય સરકારના સુધારેલા કાયદા અન્નવએ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે.

20201204 131100

એઝાઝ ઉર્ફે ટકો ગેંગ દ્વારા હત્યા, હત્યાની કોશિષ, મારામારી, હથીયાર, ધાક ધમકી, એટ્રોસીટી, જુગાર અને દારૂ જેવા ગંભીર પ્રકારનાં ગુનાઓ આચરી ભીસ્તીવાડ વિસ્તારમાં પોતાનું સામરાજય ઉભી કરી સમાજમાં ભય પેદા કરી લોકોની માલ મિલ્કત પચાવી પાડી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ભીખુ ઉર્ફે લાલો રાઉમાંની ગેંગ બાદ શહેરની વધુ એક સંગઠીત ટોળકી સામે કરી લાલ આંખ

પ્ર. નગર પોલીસે કુખ્યાત એજાજ ઉર્ફે ટકો અકબર ઉર્ફે ખીયાણી, મીરજાદ અકબર ઉર્ફે હકુભા મીયાણી, સરતાજ ઉર્ફે રાજન હમીદ ખીયાણી, મજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણાંચ, ઈમરાન જાનમાહમદ મેણુ, રીયાઝ ઈસ્માઈલ દલ, રીઝવાન ઈસ્માઈલ દલ, યાસીન ઉર્ફે ભૂરો ઓસમાણ કઈડા, શાહરૂખ ઉર્ફે રાજા અલ્લારખા ઉર્ફે બાબુ જુણેજા, માજીદ રફીક ભાણુ અને મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણી સહિત ૧૧ શખ્સો સામે ગુજસીટોક કલમ હેઠળ ગુનો નોંધી સરતાઝ ઉર્ફે રાજન, માજીદ ઉર્ફે પપ્પુ, ઇમરાન મેણુ, મીરજાદ ખીયાણીની પ્ર. નગર પોલીસે ધરપકડ કરી છે.  માજીદ ભાણુ, મુસ્તુફા ખીયાણી કુવાડવા પોલીસ મંથકના સ્ટાફે ધરપકડ કરી છે. જયારે રીયાજ દલ, રીજવાન દલ, યાસીન ઉર્ફે ભૂરો અને શાહરૂલ ઉર્ફે રાજા સહિત ચારેય શખ્સો ખૂન, ખડણી અને મારામારીના ગુનોમાં જેલમાં છે. જયારે ગેંગનો મુખ્ય સુત્રધાર એજાજ ઉર્ફે ટકો ખીયાણી નાસ્તો કરતો હોય તેની ધરપકડ કરવા દોડધામ આદરી છે.  સેવાના ઓઠા હેઠળ ગેરકાયદે ધંધા કરતો ઈમરાન જાન માહમદ મેણુ ક્રિકેટ સટ્ટાનો કાળોકારોબાર ચલાવે છે.

ગેંગ સામે ગુજસીટોક હેઠળ કરેલી કામગીરી પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાએલા તમામ શખ્સો  સામે બેથી બાર ગુનાઓ નોંધાયા છે. તેમજ પાસા અને તડીપાર જેવી પોલીસે કામગીરી કરી હોવા છતા ગુનેગારો સુધારીયા ન હોવાથી તેની સામે કડક હાથે કામગીરી કરવામાં આવી છે. આ ગુનાના આરોપીને આશરો આપનાર કે હથિયાર સપ્લાઇ કરનાર સામે ગુજસીટોક હેઠળ કામગીરી કરવામાં આવશે. ગેંગના સભ્યો દ્વારા વસાવેલી માલ મીલકતો કેવી રીતે ખરીદી તે અંગે તેમજ તેની સાથે અન્ય કોઇ સડોવાલ છે કે કેમ તે અંગે વિશેષ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે.

આ કામગીરી પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ડીસીપી મનોહરસિંહ જાડેજા, પ્ર.નગરના પીઆઇ એલ.એલ. ચાવડા, પીએસઆઇ કે.ડી. પટેલ, કોન્ટેબલ દેવશીભાઇ ખાભલા, વિજયરાજસિંહ જાડેજા, યુવારાજસિંહ જાડેજા, અશોકભાઇ હુબલ, મહાવીરસિંહ જાડેજા અને અક્ષયભાઇ ડાંગર સહિતના સ્ટાફ કામગીરી બજાવી હતી.

ગુજસી ટોક હેઠળ સૌરાષ્ટ્રમાં છઠ્ઠો ગુનો નોંધાયો

ગુજસી ટોક હેઠળ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં છ જેટલા ગુન્હા નોંધી પોલીસે ગુંડાઓ અને ગેંગસ્ટરોની કમર તોડી નાખી છે. ગુજરાતમાં ગુન્હાખોરી ને કાબુમાં લેવા વર્ષ ૨૦૧૫માં રાજય સરકાર દ્વારા ગુજરાત કંન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગુજસી ટોકની રચના કરી ગુન્હાખોરો સામે ગુજસી ટોકનો દંડો ઉગામતા સૌરાષ્ટ્રમાં છ જેટલા ગુન્હા નોંધાયા છે. જેમાં સૌ પ્રથમ અમરેલીમાં નામચીન લેડી ડોન સોનુ ડાંગર સામે ત્યારબાદ રાજકોટમાં ભીખુ ઉર્ફે લાલો રાઉલની ગેંગ સામે જામનગરનાં ભૂમાફીયા જયેશ પટેલ સામે સુરેન્દ્રનગરમાં નામીચી ડોડીયા ગેંગ સામે ગોંડલ નિખીલ દોંગા ગેંગ સામે અને ગઇકાલે રાજકોટના કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકો ઉર્ફે હકુભા શીયાણી સામે ગુજસી ટોક હેઠળ ગુન્હો નોંધાયો છે.

એઝાઝ ઉર્ફે ટકાની ગેંગની ક્રાઇમ કુંડળી

એઝાઝ ઉર્ફે ટકો દલની ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાયવાહી કરી જેમાં મુખ્ય સુત્રોધાર એઝાઝ ઉર્ફે ટકો સામે મારામારી, હથિયાર અને દુષ્કર્મ સહિત બાર ગુના નોંધાયા છે, સરતાઝ ઉર્ફે રાજન ખીયાણી સામે ૧૦ ગુના, માજીદ ઉર્ફે પપ્પુ સામે ૬ ગુના, ઇમરાન મેણુ સામે ૯ ગુના મીરઝાદ ખીયાણી સામે પાંચ ગુના, માજીદ ભાણું સામે ૫ ગુના, મુસ્તુફા ખીયાણી સામે ૬ ગુના, રીયાઝ દલ સામે હત્યા સહિત ૬ ગુના, રીઝવાન દલ સામે ૫ ગુના, યાસીન ઉર્ફે ભુરો સામે લુંટ સહિત ૭ ગુના અને શાહરૂખ ઉર્ફે રાજા સામે ૪ ગુના નોંધાયા છે.

ગેંગના બે શખ્સોએ ફોજદાર ઉપર હુમલો કર્યો હતો 

પ્ર.નગર ના ડી સ્ટાફના પીએસઆઇ કે.ડી. પટેલ જમાદાર વિજયરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુબલ પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીની તપાસમાં કુવાડવા પાસે વોચમાં હતા ત્યારે મુસ્તુફા અકબર ઉર્ફે હકુભા ખીયાણી તથા માજીદ રફીક ભાણુ બસમાંથી ઉતર્યા હતા. આ બન્ને વિરુઘ્ધ અગાઉ પ્ર.નગર પોલીસમાં ધાક ધમકી અને ગાળો આપવાનો ગુન્હો નોંધાયો હોય, વોચમાં રહેલા પીએસઆઇ કે.ડી. પટેલ અને સ્ટાફે હાજર થવાનું કહેતા મુસ્તફા એ દલીલો કરી હોય પોલીસે તેને પકડવા કોશીષ કરતા મજીદ સાથે મળીને પોલીસ સાથે ઝપાઝપી કરી બન્ને ભાગ્યા હતા અને થોડે દુર જઇ મુસ્તફાએ પથ્થરનો ઘા કરતા પીએસઆઇ પટેલને માથામાં લાગતા ઇજા થઇ હતી. પોલીસે બન્નેનો ફીલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધા હતા અને કુવાડવા પોલીસ મથકના બન્ને વિરુઘ્ધ ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. પ્ર.નગર પોલીસમાં નોંધાયેલા ગુનામાં મજીદ ની ધરપકડ થઇ હતી. જયારે મુસ્તફાના હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મંજુર થયા હતા. જે અંગે પોલીસમાં હાજર થવાનું હતું પણ હાજર થયો ના હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.