Abtak Media Google News

નવનિર્મિત ભવનમાં 6000 સ્કવેર ફીટનો હોલ વિવિધ નામકરણમાં પ1 લાખ અતિથિ હાઉસ તેમજ 31 લાખ ફ્રંટ યાર્ડ તેમજ  રપ હજાર શુભેચ્છક દાતા 11 હજાર પ્રેરક દાતા શ્રેણીમાં લાભ લઇ શકશે

રાજકોટ શહેરની મઘ્યમાં દશાશ્રીમાળી અને વણિક જૈન વિઘાર્થી ભવનના ઉપક્રમે પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી 113 વર્ષ જૂની જૈન બોડીંગના નવનિર્માણની શિલારોપણ વિધિ સંપન્ન થયા બાદ સમાજના અગ્રણીઓની ભાવના હતી કે બોડીંગના પ્રાંગણની જગ્યામાં ભવન અને સમાજોય યોગી હોલનું નિર્માણ અનેકને ઉપયોગી બની રહેશે.

જૈન બોડિંગના પાછળના પ્રાંગણમાં રાજકોટ નિવાસી ડો. ચમનલાલ જે.દેસાઇ ભવન અને સુશીલાબેન ઇન્દુભાઇ બદાણી મહાવીર હોલની ભૂમિપુજન વિધી તા. 15-5 ને રવિવારે સવારે 7.31 થી 8.31 કલાકે ચંદ્રવદનભાઇ દેસાઇ (કલકતા) અને ઇન્દુભાઇ બદાણીના હસ્તે યોજાયેલ છે.

નવનિર્મિત ભવનમાં 6000 સ્કવેર ફીટનો હોલ તેમજ વિવિધ નામકરણમાં પ1 લાખ અતિથિ હાઉસ, 31 લાખ ફ્રંટ યાર્ડ રપ લાખ ભોજન ખંડ, રપ લાખ એન્ટ્રન્સ લોન્જ, 15 લાખ નવકાર મંત્ર તકતી, 15 લાખ સત્તારિ મંગલ તકતી, 1પ લાખ લીફટ, 11 લાખ એક ડીલક્ષ રૂમના દાતા કુલ 11 રૂમ 11 લાખ ઓફીસ દાતા, 5 લાખ સીડી તેમજ 2,51,000 આધાર સ્તંભરૂા. 1,51,000 સુવર્ણ સ્તંભ 1,11,000 રજત સ્તંભ, 51 હજાર અનુમોદક, 2પ હજાર શુભેચ્છક દાતા, 11 હજાર પ્રેરક દાતા શ્રેણીમાં લાભ લઇ શકશે.

ટુંક સમયમાં જૈન બોડિંગ અને હોલ વગેરેનું બાંધકામ શરુ થશે. ભૂમિ પુજનના કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મહેન્દ્રભાઇ એમ. મહેતા, અતુલભાઇ પારેખ, વિમલભાઇ પારેખ, વિપુલ પંચમીયા, વીરેન્દ્ર પારેખ વગેરે કમિટી જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.