Abtak Media Google News

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે 13 સપ્ટેમ્બર ર0ર1ના રોજ ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલની વરણી ભાજપ હાઇકમાન્ડે કરી હતી: એક સરળ સીએમની છબી, જનતામાં પણ ભારે લોકપ્રિય

ગુજરાતના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઇ પટેલ આગામી 13મી સપ્ટેમ્બરના રોજ એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. દરમિયાન આગામી 11 અને 1ર સપ્ટેમ્બરના રોજ રાજયભરમાં વિશ્ર્વાસ વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 13મી એ પણ અલગ અલગ વિભાગો દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાનું પણ આયોજન ગોઠવાય રહ્યું છે.

Gujarat11

ગુજરાત વિધાનસભાની ચુંટણીના સવા વર્ષ પૂર્વ ભાજપ હાઇકમાન્ડ, રાજયમાં નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી 11 સપ્ટેમ્બરે નિર્ણય લેતા સી.એમ. પદેથી રાજીનામુ આપી દીધું હતું. માત્ર ર4 કલાકમાં જ ભાજપના રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઘાટલોડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સ્વભાવે એકદમ સરળ તથા શાંત ભુપેન્દ્રભાઇ પટેલની ગુજરાતના 17માં મુખ્યમંત્રીતરીકે વરણી કરવામાં આવી હતી. સાથો સાથે તમામ વિભાગમાં મંત્રી તરીકે પણ નવા ચહેરાની વરણી કરવામાં આવી હતી. મંત્રી મંડળના તમામ સભ્યો નવા અને પ્રમાણમાં બિન અનુભવી હોવા છતાં ભુપેન્દ્રભાઇ પટેલનો મુખ્યમંત્રી તરીકેનો એક વર્ષનો કાર્યકાળ ખરેખર પ્રસંશનીય રહ્યો છે.

તેઓએ એક વર્ષમાં ગુજરાતના વિકાસને એક નવી જ ઉંચાઇ આપી છે જનતાને રતિભાર પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તેઓને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. શહેરોનો વિકાસ વેગવાન બને તે માટે અનેક ટી.પી. સ્કીમોને બહાલી આપી છે. મહાપાલિકા અને નગરપાલિકાઓને અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સામાન્ય માણસને પણ તેઓ સરળતાથી મળે છે. તેઓની રજુઆત સાંભળે છે અને તેના નિરાકરણ માટે અંગત રસ દાખવે છે. જે ભુપેન્દ્રભાઇનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે.

ગુજરાતની સાડા છ કરોડની જનતાના દિલમાં તેઓએ મુઠ્ઠી ઉંચેરુ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ગુજરાતના વિકાસને સતત વેગ આપવો અને જનતાની સુખાકારીમાં વધારો કરવો તેઓનો એકમાત્ર હેતુ હોય તેવી કાર્ય પ્રણાલી રહી છે.

તેઓના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રથમવાર 36મી નેશનલ ગેમ્સનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજયમાં ચાલતા વિવિધ પ્રોજેકટની પણ તેઓ ખુદ સમીક્ષા કરી રહ્યા છે. કેન્દ્ર સરકારમાં પણ ભુપેન્દ્રભાઇ પટેલનો સારી એવી નામના છે. ગુજરાતને લગતા કોઇપણ પ્રશ્ર્ન અંગે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને કોઇપણ રજુઆત કરે તો તેનો ગણતરીના દિવસોમાં નિકાલ આવી જાય છે. ગુજરાત સરકારને ડબલ એન્જીન સરકાર તરીકે ઓળખવામાં આવે છે.

ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતી એક વર્ષમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. રાજયોનો વિકાસ ઉડીને આંખે  વળગે છે. તેઓના એક વર્ષના કાર્યકાળમાં સૌથી મોટી કામગીરી ગુજરાતના યુવાનોને નશાખોરીના દળદળમાં ધકેલાતુ અટકાવવા માટે મોટાપાયે કામગીરી હાથ ધરવામાં આવી છે. દરિયા કાંઠેથી ગુજરાતમાં ધુસતા અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું છે. અને હજી પકડવામાં પણ આવી રહું છે. રાજમાગો પર રખડતા ભટકતા ઢોરની સમસ્યાથી લોકોને છુટકારો મળે તે માટે પણ પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. અતિવૃષ્ટિમાં પણ લોકોને ઓછી મુશ્કેલી પડે તેની કાળજી તેઓએ લીધી છે. ભુપેન્દ્રભાઇ પટેલનો મુખ્યમંત્ર તરીકેનો એક વર્ષનો કાર્યકાળ ગુજરાત માટે સુવર્ણ સાબિત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.