Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિકાસ કામોના દસ્તાવેજીકરણ સમાન પુસ્તિકા વિકાસ વાટિકા સંદર્ભ ગ્રંથ તરીકે કામ આવે તેવું સંપાદન

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને પ્રાદેશિક માહિતી દ્વારા સંપાદિત પુસ્તિકા રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા-૨૦૧૭નું પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિમોચન કર્યું હતું. તેમણે આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ જિલ્લાની વિકાસ વાટિકા પુસ્તિકા અભ્યાસુઓ માટે સંદર્ભ ગ્રંથ તરીકે ગરજ સારશે.  રાજકોટમાં કાર્યરત રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિને વિકાસ વાટિકામાં આલેખવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યેલા વિકાસ કામોના પરિણામસ્વરૂપ આપેલા ગુણાત્મક પરિવર્તનના અહેવાલો સચિત્ર આપવામાં આવ્યા છે અને સરકારની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

Advertisement

આ વિકાસ વાટિકાનું સંપાદન કાર્ય પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. માહિતી પ્રદાન કરવામાં વિવિધ સરકારી કચેરીઓનો પણ સહયોગ સાંપડ્યો છે. ઉપરાંત, માહિતી ખાતાના કર્મયોગીઓએ ખૂબજ ચીવટપૂર્વક આ પુસ્તિકાનું સંપાદન અને ભાષાદોષ શુદ્ધિકરણ કાર્ય કર્યું છે.  આ વિમોચન વિવિધમાં પ્રભારી સચિવ હારીત શુક્લા, કલેક્ટર રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસૈયા, જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ, નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરા, સંયુક્ત માહિતી નિયામક કે. એ. કરમટા, સહાયક માહિતી નિયામક જગદીશ ત્રિવેદી, મેનેજર દર્શન ત્રિવેદી, ઓપરેટર દિનેશ નાકરાણીતા અરવિંદ વેકરિયા અને ભરત નિમાવત ઉપસ્તિ રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.