Abtak Media Google News

રાહત પેકેજ સવર્ણો માટે આશિર્વાદ સમાન: ઉચ્ચસ્તરીય શિક્ષણ માટે આર્થિક પછાત લોકોને મળશે લાભ

ભારતના નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવતા કહ્યું હતું કે, જે ૧૦ ટકા સવર્ણો માટેનું સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષા સંકુલમાં એડમીશન મળે તેનાથી આ રાહત પેકેજ કોઈપણ પ્રકારે બંધારણને અસર કરતું નથી. કારણ કે આ કેન્દ્ર સરકારનું રાહત પેકેજ છે. તેઓએ કોંગ્રેસ પક્ષ સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા આસ્વાશન દેવામાં માન્યું છે કે નહીં કોઈ નકકર કાર્ય કરવામાં. ભારતમાં અનેકવિધ જ્ઞાતિ રહેલી છે અને તેમાં પણ સેડયુલ કાસ્ટ અને સેડયુલ ટ્રાયબ્સના લોકો મુખ્યત્વે સામાજીક તથા શૈક્ષણિક રીતે ખુબજ પછાત હોય છે અન્ય પછાત વર્ગોની સમાન.

ગરીબી ભારત દેશનું એક શેકયુલર ક્રાઈટ એરીયા માનવામાં આવે છે જે ધર્મ અને જ્ઞાતિ સાથે પણ કયાંકને કયાંક જોડાયેલું છે. પરંતુ આર્થિક રીતે પછાત લોકોને સરકાર જે રાહત પેકેજ આપી રહી છે તેનાથી કોઈપણ જાતની અસર બંધારણ ઉપર પડતી નથી તે વાત નિશ્ચીત છે ત્યારે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બંધારણમાં અનેકવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ઈકવલ ઓપર્ચ્યુનીટી કે પછી ન્યાય જે તમામ રાજકારણ, સામાજીક અને આર્થિક મુદ્દાઓને આવરી લે છે.

વધુમાં નાણામંત્રી અરૂણ જેટલીએ સરકારની અનેકવિધ યોજના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જે પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે ઘરનું ઘર તેને પૂરું કરવા સરકાર પ્રયત્નશીલ છે અને આયુષ્યમાન ભારતની યોજના સમાજમાં એક સુધારો લાવશે તે વાત પણ નકકી છે. જેટલીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, પાછલા પાંચ વર્ષમાં એકપણ જાતના ટેકસમાં વધારો કરવામાં આવ્યો નથી જયારે જીએસટીના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આયકરના ટેકસમાં પણ લોકોને રાહત આપવામાં આવી છે. અનેક ચિજવસ્તુઓને પણ સસ્તી કરવાનો નિર્ણય ભારત સરકારે લીધો છે.

જયારે પાંચ વર્ષના સમયગાળામાં કેન્દ્ર સરકારે ૨ લાખ કરોડ રૂપિયાના ટેકસ રીબેટ આપ્યા હતા જેથી મધ્યમવર્ગીય લોકોને તેનો ઘણો ફાયદો પણ થયો હતો. સાથો સાથ એકપણ જાતના ટેકસમાં વધારો પણ કરવામાં આવ્યો ન હતો જેથી લોકોની આર્થિક સ્થિતિમાં પણ ખુબજ સુધારો થઈ શકે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે આર્થિક રીતે પછાત લોકો છે તેને કઈ રીતે સધ્ધર અને સક્ષમ બનાવી શકાય તે માટેના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

ભાજપ સરકાર આવ્યા બાદ લોકોની ખરીદ શક્તિમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે જેથી રૂપિયાનું ચલણ બજારમાં ફરતું થયું છે અને તરલતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે જે આર્થિક રીતે ખૂબજ મહત્વપૂર્ણ મુદ્દો ભારતના લોકો માટે બની ગયો છે. આનાથી ભારત દેશના લોકોની આર્થિક સ્થિતિમાં ઘણા અંશે સુધારો જોવા મળ્યો છે અને ભારતનું અર્થતંત્ર પણ મહદઅંશે સુધર્યું છે અને આવનારા ૨૦૩૦ સુધીમાં ભારત ચાઈના બાદ ત્રીજી સૌથી મોટી આર્થિક રીતે સધ્ધર દેશ બની જશે. ત્યારે સરકારનું આ રાહત પેકેજ સવર્ણો માટે ખુબજ ઉપયોગી નિવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.