Abtak Media Google News

સૌથી નાની વયે દેશનું સુકાન સંભાળનાર, દેશને ૨૧મી સદી તરફ લઈ જનાર ભારતનાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૨૦મી ઓગસ્ટે જન્મજયંત એટલે કે આજે જન્મજયંતી છે. રાજીવ ગાંધીએ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં મિકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વ્યવસાયિક પાયલોટ બન્યા અને એર લાઈન્સમાં કારકિર્દીની શ‚આત કરી પરંતુ સંજોગોવસાત ૧૯૮૦માં લોકસભાનાં સભ્ય તરીકે ચુંટાઈ આવી પોતાનાં રાજકીય જીવનની શ‚આત કરી હતી. ૧૯૮૪માં દેશનાં તત્કાલીન વડાપ્રધાન અને તેઓનાં માતા ઈન્દીરા ગાંધીનાં અવસાન બાદ રાજીવ ગાંધી દેશનાં સૌથી નાની વયનાં વડાપ્રધાન તથા કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય પ્રમુખ પણ બન્યા. આ બંને પદની જવાબદારી તેઓએ બખુબી નિભાવી.

યુવા વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ એક મજબુત રાષ્ટ્ર અને સતત પ્રગતિના પથે દોડતા ૨૧મી સદીનાં ભારતનું સ્વપ્ન સેવ્યું. તેઓએ વિજ્ઞાન, ટેકનોલોજી તથા તેને સંબંધીત ઉધોગોની તરફ પુરતુ ધ્યાન આપ્યું. ખાસ કરીને ઈન્ફર્મેશન ટેકનોલોજી, ટેલીકોમ, એરલાઈન્સ અને સુરક્ષા ક્ષેત્રને આયાત નીતિ તથા કર રાહતો દ્વારા અગ્રીમતા આપી. ટેલીકોમ ક્ષેત્રે મહાનગર ટેલીકોમ નિગમ લી.ની સ્થાપના કરી. ઉપરાંત ગ્રામીણ વિસ્તાર સુધી આ વ્યવસ્થા પહોંચાડવા ખુબ પ્રયત્નો કર્યા. કૃષિ ક્ષેત્રે ટીસ્યુકલ્ચર, હોલ્ટીકલ્ચર પઘ્ધતિ, રાસાયણીક ખાતરો અને દવાઓનાં કારખાના, બિયારણ ક્ષેત્રે સંશોધન વગેરેને પ્રોત્સાહન આપ્યું. ખેડુતો માટે પાકવિમા યોજના લાવ્યા. વહિવટમાં ગતિશીલતા લાવવા ઈન્સ્પેકટર રાજ ખતમ કરી, લાયસન્સ પ્રથા નાબુદ કરી, કવોટા પઘ્ધતિનો પણ અંત લાવ્યા. વહિવટી તંત્રને નોકરશાહી અને દલાલોમાંથી મુકિત અપાવી. તેઓએ ભારતને એક શકિતશાળી અને સમૃદ્ધિ રાષ્ટ્રનાં ‚પમાં ૨૧મી સદી તરફ લઈ જવાનો નારો આપ્યો અને જનમાનસમાં એક નવી આશા જગાવી.

વિદેશનીતિ ક્ષેત્રે ખુબ સંતલીત પગલા લઈ ફિલીપાઈન્સ સંઘર્ષ હોય કે સ્વાપો આંદોલન, નામીબિયા સ્વતંત્ર સંગ્રામને સમર્થન તથા આફ્રિકી દેશોની સહાય માટે આફ્રિકી ફંડની સ્થાપનામાં ભારતની પહેલ સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. માલદિવ્સનો વિદ્રોહ તથા શ્રીલંકાની જાતિય સમસ્યાનાં ઉકેલ માટે સ્વતંત્ર પહેલ કરી સમજુતી કરી હિન્દ મહાસાગરમાં અમેરીકા, પાક તથા અન્ય દેશોનાં હસ્તક્ષેપ ઉપર અંકુશ તો લગાવ્યો જ પણ વિશ્ર્વને પણ એ સંદેશો આપ્યો કે ભારત આ વિસ્તારમાં એક અસરકારક શકિત છે જેને વિશ્ર્વની કોઈ તાકાત નજર અંદાજ ન કરી શકે. જેનાથી વિશ્ર્વમાં ભારતની આગવી ઓળખ ઉભી થઈ. ૧૯૮૬માં ગુટનિરપેક્ષ દેશોનું નેતૃત્વ ભારત પાસે આવ્યું ત્યારે કેટલીએ આંતરરાષ્ટ્રીય બાબતો ઉપર સ્પષ્ટ અને નિર્ણાયક નીતિઓ આપીને ભારતને દુનિયાભરમાં સન્માનજનક સ્થાન અપાવ્યું.

રાજીવ ગાંધીનું વ્યકિતત્વ સજજનતા, મિત્રતા અને પ્રગતિશીલતાનું પ્રતિક હતું. ભારત સરકારે આ દિવંગત નેતાને ભારત રત્ન જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજી યથાયોગ્ય શ્રદ્ધાંજલી આપેલ છે. ૧૯૮૭નાં ભયંકર દુષ્કાળ સમયે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલ ત્યારે જામનગર જિલ્લાનાં ભાણવડ તાલુકાનાં સાજડીયાળી ગામે ચાલતા રાહતકાર્યની તેઓએ જાત મુલાકાત લઈ મજુરીકામ કરતા લોકોને ‚બ‚ મળી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી, લોકોનાં સુખદુ:ખમાં સહભાગી બન્યા અને દુષ્કાળ રાહત સહાય પેટે મોટી રકમની જાહેરાત પણ કરી જેનો પ્રત્યક્ષ સાક્ષી આ લખનાર પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.