Abtak Media Google News

વોર્ડ નં.7 માંથી મયુરભાઈ શાહ,સુજીતભાઈ ઉદાણી,જીતુભાઈ ચાવાળા, રમેશભાઈ દોમડીયા, હર્ષિલભાઈ શાહ,જીતુભાઈ કોઠારી અને જયેન્દ્રભાઈ મહેતાના નામો ચર્ચામાં:  વોર્ડ નં.8માં પ્રતાપભાઈ વોરા અને કુમારભાઈ શાહની દાવેદારી

હંમેશા દેવામાં માનતા મહાજનોની સમાજસેવા માટે યોગ્ય પ્રતિનિધિત્વ મેળવવા વોર્ડ નં.7 અને 8માં દાવેદારી 

હર હંમેશા સમાજને કંઇક આપવાની ભાવના ધરાવતા મહાજનોએ હવે સમાજસેવા માટે પોતાને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તેવા શુભ આશય સાથે શહેરના વોર્ડ નં.7 અને વોર્ડ નં. 8માં જૈન સમાજમાંથી  પુરુષ ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકિટની ફાળવણી કરવામાં આવી છે તેવી લાગણી નિરીક્ષકો સમક્ષ વ્યક્ત કરી હતી.હવે જ્યારે ઉમેદવારોના નામ ફાઇનલ થવા તરફ જઈ રહ્યા છે ત્યારે આ લાગણી વધુ પ્રબળ બની રહી છે.

Advertisement

વોર્ડ નં.7માં પુરુષ ઉમેદવારોની બંને બેઠકો લાંબા સમય બાદ સામાન્ય  જાહેર કરવામાં આવી છે.આ વોર્ડની બંન્ને પુરુષ બેઠકો સામાન્ય હોય હવે જૈન સમાજમાંથી આવતા કોઇ પુરુષ ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી માગણી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. 2010માં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં આ વોર્ડની બેઠક ભાજપે જૈન સમાજના મહિલા ઉમેદવારને આપી હતી.જ્યારે 2015માં પણ અનામતના કારણે પુરૂષ ઉમેદવાર અને સમીકરણો મુજબ બેઠક આપી શકાય તેમ ન હોવાના કારણે ભાજપે જૈન સમાજના મહિલા ઉમેદવારને ફરી ટિકીટ ફાળવી હતી.જૈન સમાજ વર્ષોથી ભાજપ સાથે સતત અને અડીખમ ઊભો છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ સમાજે આપવામાં ક્યારેય પાછી પાની કરી નથી.જે વિસ્તારમાં જૈન સમાજના લોકો સૌથી વધુ વસવાટ કરી રહ્યા છે.તેવા વોર્ડ નં.7 માં છેલ્લી બે ટર્મથી જૈન સમાજની મહિલા ભાજપના કોર્પોરેટર તરીકે વિજેતા બની સમાજ સેવામાં પોતાનું યોગદાન આપી રહી છે.છેલ્લી બે ટર્મથી પુરુષોની બે બેઠકો પૈકી એક બેઠક અનામત હોવાને કારણે જૈન સમાજના પુરુષ ઉમેદવારને ટિકિટ મળતી ન હતી અને મહીલા ઉમેદવાર ભાજપનું પ્રતિનિધિત્વ કરવાની તક મળતી હતી.આ વખતે વોર્ડ નં.7 માં પુરુષોની બે બેઠકો સામાન્ય હોય જેના માટે જૈન સમાજના પુરુષ ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી લાગણી ઉઠી રહી છે. આ વોર્ડમાં જૈન સમાજના 10 હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે.વોર્ડ નં.7માંથી મયુરભાઈ શાહ,સુજીતભાઈ ઉદાણી, જીતુભાઈ ચાવાળા,રમેશભાઈ દોમડીયા,હર્ષિલભાઈ શાહ, જ્યેન્દ્રભાઈ મહેતા અને જીતુભાઈ કોઠારીના નામ દરમિયાન નિરીક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.જયારે વોર્ડ નં.8 માંથી પણ જૈન સમાજના બે પુરુષ ઉમેદવારોએ  ટિકિટની માગણી કરી છે.જેમાં પ્રતાપભાઈ વોરા અને કુમારભાઈ શાહે ભાજપના પ્રતીક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા નિરીક્ષકો સમક્ષ વ્યક્ત કરી છે.વોર્ડ નં.7 વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે.અહીં ભાજપને તોતીંગ લીડથી જીતાડવા માટે જૈન સમાજનો ફાળો પણ નોંધપાત્ર રહ્યો છે. આવામાં વોર્ડની બંન્ને બેઠકો જ્યારે સામાન્ય છે ત્યારે ભાજપ દારા જૈન સમાજના પુરુષ ઉમેદવારો  ટિકિટની ફાળવણી કરે તેવી લાગણી આવે દિનપ્રતિદિન પ્રબળ બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ અને જૈન સમાજના અગ્રણી મયુરભાઈ શાહ છેલ્લી 3 ટર્મથી ટિકિટની માંગણી કરી રહ્યાં છે પરંતુ જ્ઞાતિ-જાતિના સમીકરણ અને અનામતની આંટીઘુંટીના કારણે તેમને ટિકિટ આપવામાં આવતી નથી. આ વખતે જ્યારે વોર્ડ નં.7માં પુરૂષની બન્ને બેઠકો સામાન્ય છે ત્યારે મયુરભાઈ શાહને જૈન સમાજમાંથી ટિકિટ ફાળવવામાં આવે તેવી માંગણી પણ પ્રબળ બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.