Abtak Media Google News

ભાજપ વોર્ડ નં.૭ દ્વારા આયોજીત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શરૂ ‚આતથી ૪૯ ટીમો વચ્ચે રમાયેલ મેચોમાં રસાકસી જોવા મળી છે. હાલમાં આ ટુર્નામેન્ટમાં સેમીફાઈનલ મેચનો દોર ચાલુ છે અને જેમાં ક્રિષ્ટી ઈલેવન, આર.સી.ઈલેવન, બીજેપી રામનાથ ઈલેવન અને શકિત ઈલેવન સેમીફાઈનલમાં પહોંચેલ અને તેઓને આઈ.કે.સિલેકશન દ્વારા સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમવા માટે ટી-શર્ટ આપવામાં આવ્યા અને પ્રથમ સેમીફાઈનલ ક્રિષ્ટી ઈલેવન અને આર.સી.ઈલેવન વચ્ચે રમાયો હતો. જેમાં આર.સી.ઈલેવને પ્રથમ દાવમાં ૮૨ રન કરી અને ક્રિષ્ટી ઈલેવને ૮૩ રન કરી ફાઈનલ મેચમાં પહોંચ્યા છે. ત્યારબાદ બીજો સેમી ફાઈનલ બીજેપી રામનાથ ઈલેવન અને શકિત ઈલેવન વચ્ચે રમાયો હતો. જેમાં બીજેપી રામનાથ ઈલેવને પ્રથમ દાવમાં ૮૬ રન કરી અને શકિત ઈલેવને ૮૯ રન કરી વિજેતા અને ફાઈનલ મેચમાં પહોંચ્યા છે.

આ ટુર્નામેન્ટ આખરી દોર તરફ જઈ રહ્યો છે. ભાજપ પરીવારના સભ્યો આ ટુર્નામેન્ટને એક ત્યોહાર તરીકે ઉજવી રહ્યા છે. આ તકે ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રવાસમાંથી પોતાનો કિંમતી સમય ફાળવીને મેચનો આનંદ અને ભાજપ પરીવારના સભ્યોની મુલાકાત માટે ખાસ હાજરી આપી અને આયોજક ટીમને બિરદાવી હતી. તેઓએ સેમી ફાઈનલમાં પહોંચેલ ટીમોના ખેલાડીઓની ‚રૂબરૂ‚ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી તેમના દ્વારા ક્રિષ્ટી ઈલેવનના બાબા ભગત તરીકે ઓળખાતા ખેલાડીને મેન ઓફ ધ મેચનું જાજરમાન ઈનામ આપ્યું તેમજ શકિત ઈલેવનના સંજયને મેન ઓફ ધ મેચનું ઈનામ કાશ્મીરાબેન નથવાણીએ આપ્યું હતું.

ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુઢાસમા સાથે રાજકિય અગ્રણીઓમાં જિલ્લાના અધ્યક્ષ ડી.કે.સખીયા, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, જયોતિન્દ્રભાઈ મહેતા, રાજકોટ નલીનભાઈ વસા, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન એડવોકેટ દિલીપભાઈ પટેલ સહિતના બહોળી સંખ્યામાં મહાનુભાવો અને રાજકિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ટુર્નામેન્ટમાં ઈનોવેટીવ સ્કુલના નિરેનભાઈ જાની, જયેશભાઈ પરમાર, અંબાણી ફોન, આઈ.કે.સલેકશન, રાજકોટ નાગરિક સહકારી બેંક, યશ હોસ્પિટલ, નિતીનભાઈ મણીયાર, ભરતભાઈ રેલીયા, નારણભાઈ બોળીયા, બળવંતભાઈ પુજારા, મુકેશભાઈ બુંદેલા, ડો.અમીતભાઈ હાપાણી વિગેરેએ સહયોગ આપ્યો હતો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે દેવાંગભાઈ માંકડ, સુરેન્દ્રસિંહ વાળા, અજયભાઈ પરમાર, જીતુભાઈ સેલારા, કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ વિવિધ કમિટીઓના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.