Abtak Media Google News

સતત 7 દિવસથી સંસદમાં કોઈ કાર્યવાહી થતી ન હોવાથી અંતે ભાજપે સાંસદો માટે વ્હીપ જાહેર કરી ફરજિયાત હાજરી આપવા આદેશ કર્યો

Advertisement

 સંસદમાં શાસક અને વિપક્ષ વચ્ચેના હોબાળાને કારણે બજેટ સત્રના બીજા તબક્કામાં એક પણ  દિવસ કોઈ કામકાજ થઈ શક્યું નથી. ભાજપ લંડનમાં તેમના નિવેદન માટે રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ અદાણી મુદ્દે જેપીસી તપાસની માંગ પર અડગ છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ મડાગાંઠને સમાપ્ત કરવા માટે બેઠક બોલાવી છે.

બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદની કાર્યવાહી એક દિવસ પણ ચાલી શકી ન હતી. આવી સ્થિતિમાં ઘણા મહત્વના બિલ પાસ થવા માટે પેન્ડિંગ છે. તેથી ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને  ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે.
અગાઉ બજેટ સત્રના સાતમા દિવસે એટલે કે મંગળવારે પણ સંસદનું કામકાજ થઈ શક્યું ન હતું. હોબાળા વચ્ચે લોકસભામાં જમ્મુ-કાશ્મીર માટેનું બજેટ કોઈપણ ચર્ચા વગર પસાર કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ અને વિપક્ષ આગળ ન વધવા માટે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.

રાજ્યસભાના અધ્યક્ષે બોલાવી ખાસ બેઠક

બજેટ સત્રના બીજા તબક્કામાં સતત હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભામાં કામકાજ થઈ શક્યું નથી.  બે અઠવાડિયા પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી.  રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે મડાગાંઠ ઉકેલવા માટે આજે સવારે 10 વાગ્યે ગૃહના નેતાઓની બીજી બેઠક બોલાવી હતી.  આ પહેલા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે જો સરકાર સંસદને કામ કરવા દેવા માટે ગંભીર છે તો તેણે રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.