Abtak Media Google News

લોકડાઉનમાં લોહીની ઉણપ ખાળવા

શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ અને છાત્રોને રવિવાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતી પ્રવર્તે છે. જેના કારણે બ્લડ બેંકો અને હોસ્પિટલમાં બ્લડની અછત વર્તાય છે. આ સ્થિતિને પહોચી વળવા માટે માનવતાના કાર્યરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ૫ એપ્રિલ રવિવારના રોજ એન.એફ.ડી.ડી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ કે જેઓ બ્લડ ડોનેટ કરવા માંગતા હોય તેઓને શનિવાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ લોકડાઉનની પરિસ્થિતીમાં લોહીની અછતને પહોચી વળવા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. ભવનો અને ચેર્સના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે ડો.નિકેશ શાહ – ૯૯૦૯૯ ૩૯૪૫૦, મહેશ જીવાણી – ૯૪૨૬૭ ૧૯૭૫૪, મિહિર રાવલ – ૯૭૧૨૭ ૨૭૧૭૨, ભરત ખેર – ૯૯૭૯૦ ૨૩૭૯૦, સંજય પંડયા – ૯૮૯૮૬ ૧૮૭૦૬, રાજેશ દવે – ૯૭૨૩૪ ૩૪૫૬૧ પર નામ, હોદ્દો, ભવન, મોબાઈલ નંબર, ઇ – મેઈલ આઈડી સહિતની વિગતો તા.૪ એપ્રિલ સુધીમાં ફોન કરી અથવા તો વ્હોટસએપ કરવાની રહેશે. ત્યારબાદ બ્લડ ડોનેટ માટે રજીસ્ટ્રેશન થશે. જ્યારે યુનિવર્સિટીના વિભાગો અને સેન્ટર્સના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે અમિત પારેખ – ૯૦૯૯૯ ૩૯૪૭૫ અને ડો.ગીતેશ જોશી – ૯૪૨૯૦ ૯૮૩૧૬ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ બ્લડ ડોનેટ કરી શકે છે. તેઓને શનિવાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.