Abtak Media Google News

દરેક તહેવારમાં જરૂરીયાતમંદ લોકોની સાથે રહેતા કાનુડા મિત્ર મંડળ દ્વારા આ ૩૧માં વર્ષે દર વર્ષની જેમ સાતમ-આઠમનાં તહેવાર નિમિતે મહારકતદાન કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું. આ મહા બ્લડ ડોનેશન કેમ્પમાં અનેક લોકો રકતદાન કરી સેવાકાર્યમાં ભાગીદાર બન્યા હતા. કાનુડા મિત્ર મંડળ દરેક તહેવારોમાં સેવાકાર્ય અને વિતરણ કરી તહેવારની ઉજવણી કરે છે જેમાં દિવાળી, નવરાત્રી, ઋષિ પાંચમ, મકરસંક્રાંતિ, શ્રાવણ માસમાં વડિલોને યાત્રા, સ્વ.પ્રતાપભાઈ રાજદેવની પુણ્યતિથિ નિમિતે વિતરણ કરે છે.

Dsc 0384

આમ દરેક સમયને અનુરૂપ સેવાકાર્ય કરતુ રહે છે અને લોકડાઉનના સમયમાં પણ દરેક વર્ગની જરૂરીયાત પ્રમાણેનું સેવાકાર્ય કાનુડા મિત્ર મંડળ દ્વારા તન, મન અને ધનથી કરવામાં આવ્યું હતું. મહારકતદાન કેમ્પનું આયોજન રવિવારના રોજ વાણિયાવાડી વિસ્તારમાં આવેલ પટેલ વાડીમાં યોજાયો હતો.

પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી ૩૧ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે: પ્રમુખ કેતનભાઈ પટેલ

Dsc 0402

કાનુડા મિત્ર મંડળનાં પ્રમુખ કેતનભાઈ પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂજય પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી રાજકોટ શહેરમાં છેલ્લા ૩૧ વર્ષથી માત્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં થેલેસેમિયાગ્રસ્ત લોકો તેમને કોરોનાગ્રસ્ત લોકોને રકતની જરૂર હોય ત્યારે બ્લડ બેન્કોમાંથી રીકવેસ્ટ કરવામાં આવી કે આ વર્ષે પણ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે જેથી અત્યારે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજકોટ શહેરનાં જરૂરીયાતમંદ લોકો માટે બે લીટર તેલ, પાંચ કિલો ઘઉંનો લોટ, ખાંડ, બે કિલો ચોખા, ૧ કિલો ખીચડી, એક કિલો મીઠુ, ૫૦૦ ગ્રામ ચાની ભુકી, સાબુ અને એન-૯૫ માસ્ક જેવી વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય જે બ્લડ ડોનેટ કરે છે તે લોકોને પણ આ વસ્તુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ૨૫૦૦ જેટલી રકતની બોટલની જરૂરીયાત હોવાથી ૨૫૦૦ જેટલી રકત બોટલની તૈયારી કરેલ છે.

સેવાકીય પ્રવૃતિમાં કાનુડા મિત્ર મંડળ અગ્રેસર: ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા

Dsc 0400

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાનુડા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે રકતદાન કેમ્પનું આયોજન કરતા આવ્યા છે અને સાથે સાથે સેવાકિય પ્રવૃતિમાં પણ હંમેશા આગળ રહ્યા છે ત્યારે આ વર્ષે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બે હજાર રૂપિયાની કીટ અને મેડિકલ સહાય જરૂરીયાતમંદને આપવાનું નકકી કર્યું છે. હું કાનુડા મિત્ર મંડળને અભિનંદન આપુ છું અને દર વર્ષે વધારેમાં વધારે રકતદાન કેમ્પનું આયોજન કરે અને લોકોને એક સારો મેસેજ અબતક દ્વારા મળે.

કેતનભાઈ અને તેમની ટીમને અભિનંદન: સાંસદ મોહનભાઈ કુંડારીયા

Dsc 0398

સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે કાનુડા મિત્ર મંડળનાં કેતનભાઈ અને તેની ટીમ દ્વારા લોકોને વધુમાં વધુ કઈ રીતે ઉપયોગી બની શકે તેવા પ્રયત્નો કરે છે અને કોરોનાની મહામારીમાં પરપ્રાંતિય લોકો પોતાના વતનમાં જઈ રહ્યા હતા ત્યારે રેલવે સ્ટેશન પર તમામ શ્રમિકોને કિટ આપવાનું પણ ભવ્ય આયોજન કર્યું હતું અને હવે રકતદાન કેમ્પમાં પણ ૨૫૦૦થી વધારે લોકોને કિટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર સંસ્થાઓએ તેમાં હાજરી પણ આપેલ છે અને ૨૦૦૦થી વધુ બોટલ રકતની ભેગી થશે ત્યારે કેતનભાઈ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું.

કાનુડા મિત્ર મંડળનું સેવાકાર્ય સરાહનીય: ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી

Dhansukhbhai Bhanderi

ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાનુડા મિત્ર મંડળ રાજકોટના પ્રમુખ કેતનભાઈ પટેલ, રાકેશભાઈ રાજદેવ અને સ્વ.પ્રતાપભાઈ રાજદેવ પરિવાર દ્વારા જે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રકત આપનારને રૂા.૨૦૦૦ની રાશનકિટ, રૂા.૨૦૦૦નો આરોગ્ય વાઉચર જેવી સુવિધાઓ આપવામાં આવી હતી અને જે રકત ભેગુ થશે તે થેલેસેમિયાગ્રસ્ત લોકોને આપવામાં આવશે. ઘણા વર્ષોથી કાનુડા મિત્ર મંડળ દ્વારા સેવાકિય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. લોકડાઉનમાં પણ શ્રમિકોને લઈને ટ્રેન રવાના કરી હતી જેમાં ટ્રેનનું ભાડુ અને જમવાનું પણ કાનુડા મિત્ર મંડળ દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર વર્ષે લોકોને રેશનકાર્ડ પણ આપે છે ત્યારે જે રકતદાન કેમ્પ યોજાયો છે તે બદલ કેતનભાઈને અભિનંદન આપુ છું.

હજારો લોકોને કાનુડા મિત્ર મંડળે રાહત આપી: ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

Dsc 0394

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે કાનુડા મિત્ર મંડળ દ્વારા તહેવાર નિમિતે સેવાકિય પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. કોરોના મહામારીને કારણે રકતની થતી ઉણપને લીધે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. દર વર્ષે નવરાત્રી, જન્માષ્ટમી અને દિવાળી પર કાનુડા મિત્ર મંડળના રાકેશભાઈ રાજદેવ અને પ્રતાપભાઈ રાજદેવના સહકારથી વર્ષોથી આવા કાર્ય કરતા આવ્યા છે જેથી હજારો લોકોને લાભ મળતો આવ્યો છે ત્યારે કાનુડા મિત્ર મંડળને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.