Abtak Media Google News

જમવા સાથે કે જમ્યાના તરત બાદ પાણી પીવું આરોગ્ય માટે સારૂ નથી. તેનાથી પાચન તંત્ર પર અસર પડે છે. જ્યારે આપ ખાઓ છો, તો પાચન તંત્ર મસ્તિષ્કનાં નિર્દેશોનું પાલન કરે છે. જ્યારે આપ ખાવાની સાથે કે તરત બાદ પાણી પીવો છો, તો તેનાંથી પાચન તંત્ર પોતાની તાકાત ગુમાવી શકે છે અને તે ભોજનનાં સૌથી કઠિન ભાગને પચાવવામાં સક્ષમ નથી રહેતું.

અપચો :

આંતરડાને પાચન તંત્રનાં માધ્યમથી તેને પસાર કરાવવા માટે ભોજન પુરતા પ્રમાણમાં પચી જવું જોઇએ. આંતરડા ઠોસ ભોજનને પચાવવામાં નિષ્ફળ થાય છે. તેનાં પરિણામે તે કબજિયાત પેદા કરી શકે છે.

બ્લોટિંગની સમસ્યા :

ખાધાનાં તરત બાદ જ્યારે આપ પાણીનું સેવન કરો છો, ત્યારે ભોજન પૂર્ણતઃ પચી નથી શકતું. તેથી ભોજન દ્વારા         પેટમાં હવાનું ઉત્પાદન થાય છે. તેનાથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે.

એસિડિટી :

જ્યારે આપ બપોરનાં ભોજન બાદ પાણી પીવો છો, તો ગૅસ્ટ્રિકનો રસ પાતળો થઈ જાય છે. પરિણામે ભોજન પચવા માટે પેટમાં વધુ સમય સુધી રહે છે. તેને પચાવવા માટે વધુ રસ જોઇએ. તેથી હવે વધારાનાં ગૅસ્ટ્રિક સ્રાવથી છુટકારો પામવો જરૂરી બની જાય છે. તેનાથી એસિડિટી થઈ શકે છે.

બ્લડ શુગર :

ભોજનનાં તરત બાદ પાણી પીવાની માઠી અસરોમાંનું એક બ્લડ શુગરનું વધી જવું છે. પેટમાં અપચલિત ભોજનનું પ્રમાણ રક્તમાં શુગરનું લેવલ વધારી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.