Abtak Media Google News

રાજકોટમાં જનેતાએ સગીર પુત્રીને દેહના સોદા કરવાની ફરજ પાડી

મોરબી રોડ પર આવેલા અર્જૂનપાર્કના સભ્ય સમાજ માટે શરમજનક ઘટના:માતા અને તેના પ્રેમીની ધરપકડ

રાજકોટના મોરબી રોડ પર સભ્ય સમાજની મહિલાએ પોતાની સગી દિકરીને પ્રેમીના હવાલે કરી પ્રેમીએ પાંચ વર્ષ શારીરિક શોષણ કરી દુષ્કર્મ આચર્યાની શરમજનક ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સભ્ય સમાજને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે બનાવની જીણવટભરી તપાસ હાથ ધરી પ્રેમી યુગલને સકંજામાં લઈ સગીરાના પિતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના સામાકાંઠે મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ અર્જૂનપાર્કમાં રહેતા અને બહારના રાજયોમાં બોરવેલનું કામ કરતા એક પટેલ યુવાને બી-ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે તેની પત્ની અને તેના પ્રેમીના નામ આપ્યા છે. ફરિયાદમાં એવી ચોકાવનારી વિગતો બહાર આવી છે કે, સમગ્ર સભ્ય સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજી પાંચ વર્ષ પહેલા તેના મકાનમાં ભાડે રહેવા આવેલા અને મોરબી જકાતનાંકા પાસે ઓમ શાંતિ મંડપ સર્વિસના વ્યવસાય કરતો વિપુલ મુળજી પરસાણા નામનો શખ્સ તેના પરિવાર સો પાંચ વર્ષ પહેલા યુવાનના મકાનમાં ભાડે રહેવા આવ્યો હતો. હાલ વિપુલ પરસાણા મધુવન પાર્ક મોરબી રોડ પર રહે છે.

અગાઉ ભાડુઆત વિપુલ પરસાણા અને મકાન માલીકની પત્ની વચ્ચે પ્રેમસંબંધ પાગર્યો હતો. પટેલ યુવાન બોરવેલનું કામ કરતો હોય જેથી બે મહિનાથી વધુ સમય ઘરની બહાર રહેતો હોય જેથી તેની પત્નીને અગાઉનો ભાડુઆત વિપુલ શરીર સુખ અને નાણા પુરા પાડતો હોય જેથી બન્ને વચ્ચે સુવાળા સંબંધો શરૂ થયા હતા. સમય જતાં કળીયુગના માતાએ પોતાની સગીર વયની પુત્રીની પ્રેમી વિપુલના હવાલે કરી હતી. ચાર વર્ષ પહેલા પ્રથમવાર વિપુલ મહિલાના ઘરે હતો ત્યારે તેની માતાએ સગીરાને રૂમમાં પુરી દઈ વિપુલને રૂમમાં મોકલી બહારી દરવાજો બંધ કરી દીધો હતો ત્યારે વિપુલે સગીરા પર બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વિપુલે તેની પ્રેમીકા અને તેની સગીર વયની પુત્રીનો ફાયદો ઉઠાવ્યો હતો. અગાઉ સોમનાથના ગેસ્ટ હાઉસમાં પણ માતાની હાજરીમાં સગીરા પર વિપુલે દુષ્કર્મ આચર્યું હતું. સતત પાંચ વર્ષી વિપુલ તેની પ્રેમીકા અને સગીર પુત્રીનું શારીરિક શોષણ કરતો હોય જેથી કંટાળી જઈ સગીરા અગાઉ ગત અઠવાડિયે ઘરેથી ભાગી જઈ સંબંધીના ઘરે ચાલી ગઈ હતી અને પરિવારના અન્ય સભ્યો તેને સમજાવવા છતાં તે ઘરે આવવા રાજી ન હતી ત્યારે અન્ય રાજ્યમાં રોજીરોટી કમાવવા ગયેલા પિતાએ ફોન પર પુત્રી સો વાત કરતા અને પુત્રીએ તેના પર થયેલી આપવીતી વર્ણવતા પિતાના પગ નીચેી જમીન સરકી ગઈ હતી અને તેઓ તાત્કાલીક પ્લેનમાં રાજકોટ પહોંચી ગયા હતા અને પુત્રી પાસે જઈ પરિવારજનોને તેની પત્નીના કરતુતો અંગે જાણ કરી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા.

પીઆઈ વી.જે.ફર્નાન્ડીસ અને રાયટર ચંદ્રસિંહ થતા વિજયપરી સહિતના સ્ટાફે યુવાનની ફરિયાદ નોંધી કળીયુગની માતા અને તેના પ્રેમીને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.