Abtak Media Google News

બોહેમિયન લુકનું શોર્ટ ફોર્મ એટલે બોહો લુક. બોહો લુક એટલે કેર-ફ્રી ઍટિટ્યુડ. બોહો સ્ટાઇલિંગમાં ગાર્મેન્ટ ખાસ કરીને બ્રાઇટ અને બોલ્ડ પ્રિન્ટમાં હોય છે અને લૂઝ ફિટિંગવાળાં હોય છે. ખાસ કરીને ગાર્મેન્ટ લોન્ગ અને લેયરવાળાં હોય છે અથવા તો ફ્રિલ કે ફ્રિન્જિસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. બોહો લુક ખાસ કરીને યંગ ગર્લ્સમાં વધારે પ્રચલિત છે. બોહો લુક અપનાવવા માટે ચોક્કસ પર્સનાલિટી અને ગ્રેટ ફેશન-સેન્સની જરૂર હોય છે. જો તમને ફેશનમાં નવા-નવા અખતરા કરવા ગમતા હોય તો તમે બોહો લુક અપનાવી શકો. આ લુક અપનાવવામાં કોઈ લિમિટેશન નથી. તમે તમારી ફેશન-સેન્સ મુજબ મિક્સ ઍન્ડ મેચ કરી શકો. ચાલો જાણીએ બોહો લુક કઈ રીતે અપનાવાય.

Advertisement

ટોપ્સ

ટોપ્સ મોટે ભાગે બ્રાઇટ કલરમાં હોય છે; જેમ કે બ્રાઇટ ઑરેન્જ, ક્રિમ્સન યલો, રેડ, ઍક્વા બ્લુ વગેરે. અને પ્રિન્ટ પણ બોલ્ડ હોય છે; જેમ કે માઇથોલોજિકલ કે પછી કંઈક રાઇટિંગ હોય કે પછી ઍબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ હોય. બોહો લુક આપનારાં ટોપ્સ ખાસ કરીને સિન્થેટિક ફેબ્રિકમાં હોય છે કે પછી કોટન મલમાં છે, જેથી જો એમાં ફ્રિલ આપવામાં આવી હોય તો એનો ફોલ સારો પડે અને લુક સરસ આવે. આવાં ટોપ સ્પેઘેટી કે સ્લીવલેસ હોય છે અથવા તો કોલ્ડ શોલ્ડરમાં હોય છે જેમાં હેમલાઇનમાં નીચે ઇલેસ્ટિક આપવામાં આવ્યું હોય છે, જેના લીધે બલૂન ઇફેક્ટ આવે છે. એથી એ થોડું લૂઝ પણ લાગે છે. જો તમે ફ્રિન્જિસવાળી બેગ લેવાના હો તો પગમાં તમે ફ્રિન્જિસવાળાં સેન્ડલ પહેરી શકો. હેરમાં થોડો સોફ્ટ કર્લ્સ લુક આપવો. નેકમાં મલ્ટિકલર બીડ્સ પહેરી શકો. જો સ્લીવલેસ ટોપ પહેર્યું હોય તો એક હાથમાં મલ્ટિકલર બેન્ગલ્સ પહેરવી. એસિમેટ્રિકલ હેમલાઇનવાળાં ટોપ પણ પહેરી શકાય.

ડ્રેસ

બોહો ડ્રેસ બોડીફિટેડ નથી હોતા. મોટે ભાગે લૂઝ જ હોય છે. ડ્રેસની લેન્ગ્થ ની સુધી  હોય છે અથવા કાફ-લેન્ગ્થ હોય છે. ઘણા ડ્રેસ આખા બોક્સ સ્ટાઇલના હોય છે એટલે કે કફતાન સ્ટાઇલ કે જેમાં કમર પર દોરી હોય છે જે તમને જે પ્રમાણેનું ફિટિંગ જોઈતું હોય એ પ્રમાણે બાંધવામાં આવે છે. આવા ડ્રેસ સાથે પગમાં ઍન્કલ લેન્ગ્થનાં બૂટ્સ પહેરવામાં આવે છે અને આ લુક સાથે ઝોલા બેગ સારી લાગી શકે અથવા તો જો સ્લીવલેસ યોકવાળો ડ્રેસ હોય તો એટલે કે જેમાં ચેસ્ટ સુધી યોક હોય અને પછી લેયર હોય અથવા પ્લેન ઘેરવાળું હોય. આવા ડ્રેસ સાથે ડેનિમનું શોર્ટ જેકેટ પહેરવું અને ડેનિમનાં કે કોટનનાં કેન્વસ શૂઝ પહેરવાં. ડ્રેસના કલરના મેચિંગના હિસાબે શોલ્ડર બેગના કલરની પસંદગી કરવી અથવા તો એસિમેટ્રિકલ હેમલાઇનવાળો ડ્રેસ પણ પહેરી શકાય જેમાં સ્પેઘેટી હોય છે અથવા ચેસ્ટ સુધી ઓવરલેપિંગ યોક હોય અને નીચેનો ઘેરો ૩ કે ૪ લેયરમાં ડિવાઇડ થયેલો હોય. અથવા શોર્ટ ડ્રેસની હેમલાઇનમાં ટેસલ લગાડેલાં હોય. આવા ડ્રેસ સાથે નેકમાં લોન્ગ બીડ્સ પહેરી શકાય.

શોર્ટ્સ

બોહો લુક માટે શોર્ટ્સ એક પર્ફેક્ટ ઑપ્શન છે. ખાસ કરીને ડેનિમની શોર્ટ્સ. ડેનિમની શોર્ટ્સ સાથે લૂઝ અને એના પર કોડ્ર્રોયનું જેકેટ અથવા ફ્રિન્જિસવાળું જેકેટ. હેર સોફ્ટ કર્લ્સવાળા ઓપન રાખવા અથવા કોટન પ્રિન્ટેડ શોર્ટ્સ પણ સારી લાગે શકે. એના પર પ્લેન અથવા કોન્ટ્રાસ્ટ કલરમાં અથવા તો સેમ કલર ફેમિલીમાં સ્પેઘેટી કે હોલ્ટર ટોપ પહેરવું. શોર્ટ્સની પ્રિન્ટ ખાસ કરીને ઑથેન્ટિક સિલેક્ટ કરવી; જેમ કે કલમકારી કે ગઢવાલી. એની સાથે પ્લેન અથવા કોટન પ્રિન્ટવાળું સ્પેઘેટી ટોપ. આ કોમ્બિનેશન સાથે માથામાં બંદાના પણ પહેરી શકાય. શોલ્ડર બેગ લેવી. પગમાં બૂટ્સ પણ પહેરી શકાય. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ડેનિમ શોર્ટ્સ સાથે હોલ્ટર કોટન પ્રિન્ટેડ ટોપ પહેરવું અને એના પર લોન્ગ કોટન પ્રિન્ટેડ કેપ ટોપ પહેરવું. બૂટ્સ પહેરવાં. સોફ્ટ કર્લ્સ હેર ઓપન રાખવા અને હાથમાં મલ્ટિકલર બેન્ગલ્સ પહેરવી.

લોંગ ડ્રેસ

લોન્ગ ડ્રેસમાં જો બોહો લુક જોઈતો હોય તો સ્લીવલેસ, સ્પેઘેટી કે પછી હોલ્ટર નેકમાં ડ્રેસ લેવો અથવા તો કફતાન સ્ટાઇલ પણ પહેરી શકાય. આવાં ગાઉન સાથે ફ્લેટ ચંપલ પહેરી શકાય અથવા બેલી પણ પહેરી શકો. જો પ્લેન ડ્રેસ હોય તો તમારી  બોડીને અનુરૂપ બ્રોડ કે સ્લિમ બેલ્ટ પહેરી શકાય. જો તમને કોલરવાળો ફુલ સ્લીવનો ડ્રેસ પહેરવો હોય તો સ્લીવને એલ્બો સુધી ફોલ્ડ કરવી. શર્ટનાં પહેલાં બે બટન ખુલ્લાં રાખી કોલર થોડો બ્રોડ કરવો. કમર પર કોન્ટ્રાસ્ટ કલરનો બેલ્ટ પહેરવો. લોન્ગ ડ્રેસમાં જો સાઇડ પર કે સેન્ટરમાં સ્લિટ આપ્યો હોય તો બૂટ્સ પહેરવાં. સોફ્ટ કર્લ્સ હેર ઓપન રાખી હેટ પહેરવી.

ઍક્સેસરી

બોહો લુકમાં ઍક્સેસરી બહુ મહત્વનો ભાગ ભજવે છે. ઍક્સેસરી એટલે અલગ-અલગ જાતના બેલ્ટ, હેટ, લોન્ગ ઇઅર-રિંગ, બીડ્સ, ફ્રિન્જિસવાળી બેગ અને શૂઝ. કપડાંમાં એક એક્સ્ટ્રા ટચ ઍક્સેસરીથી જ આવે છે. તમારી અનુસાર ઍક્સેસરીની પસંદગી કરવી. જો તમારું સુડોળ શરીર હોય તો બ્રોડ બેલ્ટ, લોન્ગ ઇઅર-  રિંગ, બ્રોડ બેગ સિલેક્ટ કરવી અને જો તમારું ભરાવદાર શરીર હોય તો ડેલિકેટ લુક આપે એવી ઍક્સેસરી સિલેક્ટ કરવી.પહેલી ફિલ્મ આવે એ પહેલાં જ ચર્ચામાં સારા અલી ખાન

સ્ટાર  સ્ટાઇલ

જે ડ્રેસ તેણે પહેર્યો છે એ પ્યોર સેટિનનો શોર્ટ ડ્રેસ છે, જેનું નેક ક્લોઝ છે અને કમરથી નીચે ઓવરલેપિંગ પેટર્ન આપવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.