Abtak Media Google News

રેસકોર્સમાં યોજાયેલા કોન્સર્ટમાં બોલીવુડના સિંગર નકાશ અઝીઝે કરી જમાવટ:કાર્યક્રમ પૂર્વે પત્રકાર પરિષદમાં અઝીઝે કરી દિલ ખોલીને વાતો

સચીન, મેરી પ્યારી બિંદુ, બજરંગી ભાઈજાન જેવી બોલીવુડની ફિલ્મોમાં પોતાના સુરનો જાદુ ફેલાવનારા નકાશ અઝીઝે ગઈકાલે રેસકોર્સમાં યોજાયેલા લાઈવ કોર્ન્સ્ટમાં લોકોને ડોલાવ્યા હતા. ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુની ટીમ દ્વારા લોકો માટે આયોજીત કાર્યક્રમ પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલીવુડના સીંગર નકાશ અઝીઝે જણાવ્યું હતું કે, ધો.૭માં હતો ત્યારી જ સીંગીંગ પ્રત્યે લગાવ યેલો, સમયાંતરે કામ મળતું ગયું અને સફળતા પણ હાંસલ ઈ. સંગીતકાર એ.આર. રહેમાનના ફેન હોવાનું નકાશ અઝીઝે જણાવ્યું હતું. તેમનું સંગીત અને ગીતો ખુબજ આકર્ષિત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ સીંગીંગના રિયાલીટી શો સારેગામાપા, ઈન્ડિયન આઈડલ, મ્યુઝીક મસ્તી, અંતાક્ષરી સહિતના શોમાં ભાગ લીધો હતો. પરંતુ ટોપમાંી બહાર નીકળી જવાતું. એવોર્ડની મહત્વતા અંગે તેઓએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિના જીવનમાં એવોર્ડનું મહત્વ હોય છે પરંતુ બોલીવુડમાં તમને કામ મળે એ જ સૌી મોટો એવોર્ડ કહેવાય.

છેલ્લા ઘણા વર્ષોી બોલીવુડમાં સક્રિય નકાશ અઝીઝે ટોચના સીંગરો સો કામ કર્યું છે. આગામી દિવસોમાં હવે એ.આર.રહેમાન, વિશાલ શેખર, શંકર-અહેસાન-લોઈ જેવા દિગ્ગજો સો કામ કરવાની મહેચ્છા વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.