Abtak Media Google News

વાહ પ્રિયંકા વાહ…. પ્રિયંકા ચોપરાને દાદા સાહેબ ફાળવે એકેડેમી એવોર્ડથી સન્માનિત કરાશે. પ્રિયંકાને આ એવોર્ડથી સન્માનિત કરવા માટે એક ખાસ કેટેગરી ઉભી કરવામાં આવી છે.

બોલીવૂડમાં સફળતા મેળવ્યા બાદ હવે પ્રિયંકા ચોપરા હોલીવૂડમાં પણ નામ રોશન કરી રહી છે. અમેરીકન ટીવી સીરીયલ કવોન્ટીકો અને ફિલ્મ બેવોચમાં કામ કર્યા પછી પ્રિયંકા ચોપરા દુનિયાભરમાં જાણીતો ચહેરો બની ગઈ છે. છેલ્લે તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં બાજીરાવની પત્ની કાશીબાઈનો રોલ કર્યો હતો. ત્યારબાદ તે મોટાભાગે અમેરિકા જ રહે છે. તાજેતરમાં તે મુંબઈ આવી ત્યારે તેને નવી ઓફર્સ મળી છે. જો કે, હજુ તેણે કોઈને હા પાડી નથી. તે ભણસાલીને મળી હતી એટલે શકય છે કે તે આ ડાયરેકટર સાથે વધુ એક ફિલ્મ કરે પ્રિયંકા ચોપરાના આંતરરાષ્ટ્રીય ફલક પર યોગદાનને પ્રોત્સાહીત કરવા ફાળકે એકેડેમીએ ખાસ કેટેગરી ઉભી કરી છે. તેના અંતર્ગત આગામી દિવસોમાં પ્રિયાને એવોર્ડ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.