Abtak Media Google News

બીએસએનએલ અને માઈક્રોમેક્સે મળી ને હાલમાં જ Bharat-1 4G ફીચર વાળો ફોન લોન્ચ કર્યો છે. આ ફોન રીલાયન્સ જીઓને ટક્કર આપી રહ્યો છે. માત્ર 2200 રૂપિયાના આ 4G ફોનમાં ગ્રાહકો ને અનલિમિટેડ ડેટા અને વોઇસ કોલિંગ મળશે. તેના માટે બીએસએનએલએ પોતાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમારે માહિનામાં માત્ર 97 રૂપિયા નો જ ખર્ચ કરવો પડશે. એવામાં બીએસએનએલ ગ્રાહકોને ડબલ ધમાકા આપી રહી છે. માઈક્રોમેક્સનો દાવો છે છે કે આ ફોન ગ્રાહકોને જીઓ ફોન કરતાં પણ સસ્તો પડશે. ટર્મ લાઈવ ટીવી,વિડિયો,મ્યુજિક જેવા ફીચર્સ આપવામાં આવશે.

Bharat-1 સાથે જો તમારી પાસે બીએનએલનું સિમ કાર્ડ છે તો તમને 97 રૂપિયાના આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા અને કોલિંગ મળશેરિચાર્જ કરાવ્યા બાદ આ પ્લાન 28 દિવસ સુધી વેલીડ રહશે.

યુઝર્સને નવા પ્લાનમાં 5 GB હાઇસ્પીડ ડેટા મળશે. 5GB ડેટા ની લિમિટ પૂરી થયા બાદ પણ ઇન્ટરનેટ ચાલુ રહશે પરંતુ તેની સ્પીડ ઘટી જસે. લોકલ અને એસટીડી કોલિંગ અનલિમિટેડ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.