Abtak Media Google News

Whatsapp એ એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં ઘણા બધા અપડેટ્સ આપ્યા છે. આમાં એક એવું ફીચર્સ આપવામાં આવ્યું છે, જેનાથી તમારા નંબરોને બદલશો ત્યારે તમે બધા કોન્ટેક્ટને નોટીફીકેશન આપી શકો છો. એક તાજેતરના અહેવાલથી આ બાબત સામે આવી છે.

ટેક્નોલૉજી વેબસાઇટ ટેકનોપોલિસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, લેટેસ્ટ 2.17.375 વર્ઝનમાં એપ ઇન્સ્ટોલ અને ડાઉનલોડ કરવાથી ઓછા સ્પેસ લેશે. સ્પેસ માં જે ઘટાડો લાવવામાં આવ્યો છે તે લગભગ 6MBએમબી જેટલો છે. આ ઘટાડો 20 લાઇબ્રેરીને દૂર કરવાના લીધે થયો છે આ ઉપરાંત જે મુખ્ય પરિવર્તન જોવા મળે છે તે આ છે કે જ્યારે તમે વોટસએપમાં તમારા નંબર બદલશો તો તેની માહિતી તમારા કોન્ટેક્ટ્સમાં રહેતાં લોકોને આપવામાં આવશે.

આ ફીચર્સ તમારે નંબર બદલવવા હશે તે વખતે કાર્ય કરશે. આમાં લોકો માટે આ બાબતની આઝાદી છે કે તેઓ તેમના કોન્ટેકસને મેનેજ કરી શકશે અને નક્કી પણ કરી શકશે કે કઈ વ્યક્તિને તેની નોટિફિકેશન પહોંચે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.