Abtak Media Google News

દર વર્ષે નાણામંત્રીના હાથમાં દેખાતી ખાતા બૂક આ વખતે એક ટેબ્લેટ સ્વરૂપમાં જોવા મળી. આ એક સામાન્ય વાત સમયની ડિજિટાઈઝ્ડ માંગ તરફ નું મહત્વનું પગલું સૂચવી રહ્યું છે

ઓનલાઇન નાણાકીય વ્યવહારો: ફિનટેક

ભારત માં જાન્યુઆરી 2021 સુધીમાં 207 બેન્ક એ યુપીઆઇ પેમેંટ સુવિધા અપનાવી હતી. આ સાથે જો જાન્યુઆરી, 2021 માં યુપીઆઇ થી થતાં પેમેંટસ નો આંકડો જોઈએ તો અધધ.. 4,31,181 કરોડ નો છે. હવે આપણે યુપીઆઇ સાથે બીજા ઓનલાઇન નાણાકીય વ્યવહારો થી ટેવાઇ ગયા છીએ. ખિસ્સા માં રખાતી કાગળ ની ચલણી હવે ઘટવાની શરૂ થઈ છે. આ કારણે 2021 ના બજેટ માં ફિનટેક ક્ષેત્ર ને ખૂબ આશા હતી.

અત્યાર સુધી આપણે ડિજિટલ પેમેંટ તો સ્વીકારી ચૂક્યા છીએ. પરંતુ હવે નાના ઉદ્યોગો નાણાકીય લાભ તથા ભૂગતાન ડિજિટલ માધ્યમ થી મઢી દેવા સજ્જ છે. વિત્તમંત્રી દ્વારા ફાળવાયેલ 1500 કરોડ આ ક્ષેત્રે એક નવા યુગ તરફ નું પ્રકાશપુંજ મેળવવા મીટ માંડી રહ્યું છે. હવે તો આપણાં આગવા ગુજરાત માં ફિનટેક ના નવા મથક ને પરિચય મળ્યો છે. ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટી ગુજરાત ને ફિનટેક ના નવા રચનાત્મક મથક તરીકે પ્રખ્યાત કરશે.

Img 20210202 Wa0000

જ્યારે પણ ફિનટેક ની વાત આવે ત્યારે સાથે ક્રીપટો કરેંસીનો અવશ્ય ઉલ્લેખ કરવા માં આવે. ભારત માં અત્યારે ક્રીપટો કરેંસી વિશે કોઈ ખાસ જોગવાઈ નથી. પાછલા દિવસો માં થયેલ એક જાહેરાત ક્રીપટો કરેંસી ને લગતા ઉદ્યોગ ના સપના પર કદાચ પાણી ફેરવી શકે છે. 2018 માં  અરુણ જેટલી એ ક્રીપટો કરેંસી પર પ્રતિબંધ લાદવા ની પહેલ કરી હતી. જોકે તાજેતર માં સર્વોચ્ય ન્યાયાલયે વર્ચુયલ કરેંસી ના ખરીદ અને વેચાણ ની પરવાનગી આપી હતી. પરંતુ એક ક્ષણિક આનંદ ની જેમ આ સમય ખૂબ જલ્દી ખતમ થઈ શકે છે.

ભારત સરકાર આવનારા પાર્લામેન્ટ ની બેઠક માં ખાનગી ડિજિટલ કરેંસી પર હમેશા માટે પ્રતિબંધ લાદવા માટે ક્રીપટો કરેંસી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફીશિયલ ડિજિટલ કરેંસી બિલ લાવી રહ્યું છે. આ બિલ કોઈ પણ પ્રકાર ની ખાનગી ડિજિટલ કરેંસી ને ભારત માટે વર્જિત કરી દેશે.  નાણાકીય સચિવ શ્રી એસ સી ગર્ગ, સેબી  અને આરબીઆઇ ના કર્મચારીઓ થી ઘડિત કમિટી એ આ બિલ ની ભલામણ કરી હતી. આ બિલ સાથે ઘણી સંભાવનાઓ ના અણસાર પણ છે. જો કોઈ ખાનગી કરેંસી પર પ્રતિબંધ લદાય છે તો સરકાર ના ડિજિટલ વલણ સાથે ભવિષ્ય માં એક સરકારી વિર્ચુયલ કરેંસી પણ ઉદ્ભવી શકે. સરકાર ખુદ જ ભારત ના નાણાકીય વ્યવહારો તથા કરેંસી ને ડિજિટલ ફલક પર લઈ જવા કોઈ યોજના ની જોગવાઈ કરી શકે. જો આ શક્ય થશે તો વર્ષો બાદ એક સમય આવશે જ્યારે આપણાં ખિસ્સા માં રહેલ ચલણી નોટ સંગ્રહાલય માં જોવા મળશે.

ડિજિટલ વસ્તી ગણતરી

2019 માં ગૃહમંત્રીશ્રી અમિત શાહ એ એવી જાહેરાત કરી હતી કે 2021 માં સરકાર દ્વારા ડિજિટલ વસ્તી ગણતરી કરવા માં આવશે. 2021 ના બજેટ માં આ જાહેરાત નો ઉલ્લેખ થવા ની સંભાવના હતી. એક મોબાઇલ એપ્લિકેશન દ્વારા કાગળમુક્ત વ્યવહારો ભણી એક નવું પગલું ભરવામાં આવશે. આ વિશે ઉલ્લેખ તો થયો, પરંતુ કોઈ વિસ્તાર થી ખુલાસો કરવામાં આવ્યો નથી. આ પહેલ આઇટી ઉદ્યોગ ને ફાયદો અપાવશે. વર્તમાન સમય માં ઇન્ફોસિસ આ પ્રોજેકટ પર કાર્ય કરી રહી છે.

આપણે સહુ જાણીએ જ છીએ કે આ વખતે આઝાદ ભારત ની 8 મી વસ્તી ગણતરી થશે અને આ વસ્તી ગણતરી જો ડિજિટલ માધ્યમ થી કરવામાં આવશે તો તેના ઘણા ફાયદાઓ છે. અલબત, ઇલેક્ટ્રોનીક ચોપડા વાળા આ વ્યવહાર ને આડે ઘણા બધા અવરોધો પણ છે. આપણે ત્યાં અંતરિયાળ વિસ્તાર માં જ્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી જતી રહે ત્યારે મોબાઇલ ફોન ને ધ્વજ ની જેમ આમતેમ ફરકાવો પડે છે. શું વસ્તીગણતરી કરતાં કર્મચારી ને આ મુશ્કેલી નો ઉપાય જડશે? આ સાથે કરોડો લોકો નો ડેટા સુરક્ષિત રીતે સ્ટોર કરવા માટે એક વિશ્વસનીય પ્રણાલી વિકસાવી પડે. આ ક્ષેત્રે 3768 કરોડ ની કિમ્મત એક સુદ્રઢ સુવિધા ની આશા બંધાવે છે. ડીજીટાઈઝેશન સાથે આ પ્રક્રિયા ટૂંક સમય માં સહેલાઈ થી પાર પાડી શકાશે. પ્રથમ વખત વસ્તી ગણતરી ની પ્રક્રિયા કઈ કઈ જગ્યાએ ઉપયોગ માં આવી શકે તેનાથી નાગરિકો પારદર્શક ઢબે માહિતગાર થશે. જે ડિજિટલ ભારત ના સંખ્યાબંધ ફાયદાઓમાના એક છે.

સંરક્ષણ ક્ષેત્ર

ટેક્સ, ઇનફ્રાસ્ટ્રક્ચર, કૃષિ તથા પેટ્રોલ પર લાગતાં કૃષિ સેસ તરફ લોકો નું ધ્યાન ખૂબ સહેલાઈ થી ગયું હશે. પરંતુ જો સરકાર દ્વારા ફાળવાયેલ નાણાં ના આંકડાઓ તપાસીએ તો આ બજેટ માં સૌથી વધુ નાણાં સંરક્ષણ ક્ષેત્રે ફાળવવા માં આવ્યા છે. 4.78 લાખ કરોડ ના જંગી આંકડા સાથે ભારત કોઈ પણ પ્રકાર ની આંકરી જંગ માટે તૈયાર થશે. આ વર્ષે સંરક્ષણ બજેટ માં લગભગ 18.75 ટકા મૂડી ખર્ચ વધ્યો છે.

ભારત નું સંરક્ષણ એક અત્યાધુનિક સુરક્ષા માધ્યમ બની ગયું છે. આ વાત આપણાં ભારત નિર્મિત અત્યાધુનિક મિસાઇલ કે ફાઇટર જેટ હોય કે પછી આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ પ્રેરિત ઓટોમૈટિક ડ્રોન ની. ભારત તાજેતર માં થયેલ સીમા વિવાદ બાદ સજાગ થઈ ગયું છે. બજેટ 2021 માં આ જાગૃતિ ઉપસી આવી હતી. અહી રસપ્રદ વાત એ છે કે 1963 માં મોરારજી દેસાઇ ની સરકાર વખતે પણ 1962 ના ભારત – ચીન યુદ્ધ બાદ સંપૂર્ણ બજેટ ના 38 ટકા સંરક્ષણ ક્ષેત્રે ફાળવવા માં આવ્યા હતા. આજે પણ ભારત – ચીન ના સીમા વિવાદ બાદ ફરી વખત સંરક્ષણ ક્ષેત્રે વધુ ખર્ચ ની જોગવાઈ દેખાઈ છે. ખરેખર તો આંતરરાષ્ટ્રીય ફલક પર મોટા ભાગ ના વિકસિત દેશો એ પોતાના સંરક્ષણ ક્ષેત્ર માં જંગી નાણાંવિતરણ કર્યું છે. નાટો ની માર્ગદર્શિકા પણ જીડીપી ના ઓછા માં ઓછા 2.5 ટકા સંરક્ષણ ક્ષેત્રે ફાળવવા સૂચવે છે.

જે બજેટ અત્યાર સુધી નું સૌથી શ્રેષ્ઠ બજેટ બનવા ના અહેવાલો કાને અથડાયા હતા. એ બજેટ ભલે સર્વશ્રેષ્ઠ ન હોય. ભલે તેમાં આવનારી ચૂંટણીઓ માટે લાભ આલેખાયા હોય, પરંતુ લાંબી નજરે જોતાં આ બજેટ આપણી અર્થવ્યવસ્થા ને ફાયદો ચોક્કસ કરી આપે છે.

રોબોટિક્સ અને ઓટોમેશન

એક અનુમાન મુજબ 2030 સુધી માં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ અને રોબોટિક્સ ને લગતા ઉપકરણો લગભગ 375 મિલિયન નો આંકડો પાર કરશે. પરંતુ ભારત આ નવી ટેક્નોલોજી ને હજુ ખૂબ ઊંડાણ થી અપનાવી શક્યું નથી. 2021 ના બજેટ માં એવી આશા હતી કે રોબોટિક્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ અને ઓટોમેશન માટે ખાસ જોગવાઈ કરવામાં આવે. તેના પર લાગતાં કર માં જો રાહત આપવામાં આવે તો એક ઉદ્યોગ ઉત્સાહ જોવા મળી શકે. પરંતુ તેના પર કોઈ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પરંતુ અહી એ વાત નોંધવી જરૂરી છે કે સરકાર ટેક્સ કલેક્શન માટે ના માળખા માં આધુનિક ટેક્નોલોજી જેવી કે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ, ડેટા એનાલિસિસ અને ડીજીટાઈઝેશન ના ઉપયોગ નું પગલું ભરી રહી છે. જેમ હવે ટેક્સ ડિપાર્ટમેંટ ફેસલેસ વ્યવહારો તરફ આગળ વધ્યું છે તેમ ટેક્સ ચોરી પકડવા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ નો ઉપયોગ દેખાઈ શકે છે. વિત્તમંત્રી ના ભાષણ માં પણ ડિજિટલ વસ્તીગણતરી સંબંધિત કાર્યો માં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ, ડેટા એનાલિસિસ અને મશીન લર્નિંગ ના ઉપયોગ નો ઉલ્લેખ ભારપૂર્વક કરવામાં આવ્યો હતો.  ભાઈ બજેટ આવી ગયું છે. વિત્તમંત્રીએ ઘણીખરી જાહેરાતો કરી છે. શું થયું? ટેક્સ ઘટ્યો કે નહીં? પેટ્રોલ ડીઝલ સસ્તું થયું કે નહીં? આપણાં ધંધાર્થી માટે કેવુક છે? મોબાઇલ? મોંઘા કે સસ્તા? મારે આ વર્ષે સ્માર્ટ ટીવી લેવાનો પ્લાન હતો! એ બધુ તો ઠીક મધ્યમ વર્ગ નું શું છે? બજેટ આવતા જ આવા અસંખ્ય સવાલો આપણી આજુબાજુ જોવા મળે છે. ભલે કોઈ ને નાણાંશાસ્ત્ર નું જ્ઞાન હોય કે નહીં, પણ બજેટ પર કમેંટ જરૂર થી કરી લેશે. આ કમેંટ બાજુવાળા ઇનકમટેક્સ ડિપાર્ટમેંટ માં છે ને એમણે કીધું, મને તો સોશિયલ મીડિયા માં એક ફોરવર્ડ આવેલો, કે પછી મે તો ઓનલાઇન વાંચ્યું એવા ના જાણે કેટલાય સ્ત્રોત માથી આવેલા હોય છે.

પરંતુ આ વર્ષે બજેટ માં એક નવી અને અલગ વસ્તુ થઈ. ગત વર્ષ સુધી જે બજેટ પાર્લામેન્ટ માં રજૂ થાય છે એ પહેલા બજેટ ના બધા દસ્તાવેજો ને છાપવા લગભગ એક પખવાડિયા સુધી 100 જેટલા લોકો સરકારી પ્રેસ માં રોકાતા. બજેટ ને લગતા બધા જ દસ્તાવેજ એકદમ સુરક્ષિત રીતે પ્રસ્તુતિકરણ ના દિવસે પાર્લામેન્ટ માં પહોંચાડવા માં આવતા. પરંતુ આ વર્ષે વિત્તમંત્રાલય માં આવેલ પ્રેસ માં આ દસ્તાવેજો નું પ્રિંટિંગ થયું જ નહીં. વર્ષો થી ચાલી આવતા કાગળ ના વહેવારો આ વર્ષ થી સોફ્ટ કોપી માં પરિવર્તિત થયા. દર વર્ષે નાણામંત્રી ના હાથ માં દેખાતી ખાતા બૂક આ વખતે એક ટેબ્લેટ સ્વરૂપ માં જોવા મળી. આ એક સામાન્ય વાત સમય ની ડીજીટાઈઝ્ડ માંગ તરફ નું મહત્વનું પગલું સૂચવી રહ્યું છે. આ વખત નું બજેટ ટેક્નોલોજી અને ડીજીટાઈઝેશન તરફ ધ્યાન કેન્દ્રિત થતું જોવા મળ્યું. ફક્ત અભિવ્યક્તિ જ નહીં પરંતુ ઘણા પાસાઓ સાંકળવામાં આવ્યા જે ગુજરાત તથા પૂરા દેશ માટે એક આત્મનિર્ભર ટેક્નોલોજી નો એક દાવો દોર શરૂ કરશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.