Abtak Media Google News

૧૪૫ બોટલ  દારૂ અને બાઈક મળી રૂ.૯૮ હજારનો મુદામાલ કબ્જે

શહેરમાં દારૂ જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દિન પ્રતિદિન વિદેશી દારૂના જંગી જથ્થા સાથે બુટલેગરોને ઝડપી પાડવામા આવે છે. ત્યારે વધુ એક બુટલેગરને મવડી પ્લોટમાંથી રૂ.૯૮ હજારના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી પ્લોટ વિસ્તારમાં વિદેશી દારૂ હેરાફેરી થતી હોવાની બાતમીનાં આધારે માલવીયાનગરના કોન્સ્ટેબલ દિલીપસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન સર્વોદય સોસાયટી મેઈન રોડ પર રહેતા ભાવિન રમેશ મકવાણા રૂ.૫૮ હજારની કિંમતની વિદેશી દારૂની ૧૪૫ બોટલ અને ઈક મળી કુલ દારૂ.૯૮ હજારના મુદામાલ સાથે દબોચી લીધો હતો.

પીએસઆઈ યુ.બી. જોગરાણા સહિતના સ્ટાફે બુટલેગર સામે ગુનો નોંધી દારૂ કયાથી અને કોના માટે લાવ્યો હોવાની પૂછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.