Abtak Media Google News

ભારતનગરમાં પીપીપી હેઠળ બનેલા ૩૧૪ આવાસ, ૨૦ દુકાનનું લોકાર્પણ: રૂડા દ્વારા નિર્મિત ૧૧૧૮ આવાસ, કોઠારીયા ખાતે ૧૫ એમએલડીનાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રૈયાધાર ખાતે ૫૦ એમએલડીનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈએસઆર-જીએસઆરનું ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આજે રાજકોટમાં ૨૨૨.૬૦ કરોડનાં વિવિધ પ્રોજેકટોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે યોજાયેલા ડાયસ ફંકશનમાં મુખ્યમંત્રીનાં હસ્તે ભારતનગરમાં પીપીપી હેઠળ બનેલા ૩૧૪ આવાસ અને ૨૦ દુકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે રૂડા દ્વારા બનાવવામાં આવનાર ૧૧૧૮ આવાસ, કોઠારીયા ખાતે ૧૫ એમએલડીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા રૈયાધાર ખાતે ૫૦ એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈએસઆર-જીએસઆરનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત તેઓએ પૂ.મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અંતર્ગત જુદી-જુદી ૨૦ શાળાઓમાં લર્નીંગ નોન વાયોરલેસનો પણ શુભારંભ કરાવ્યો હતો.

By-2022,-Everyone-Will-Have-A-Roof-Over-Their-Head:-Chief-Minister
by-2022,-everyone-will-have-a-roof-over-their-head:-chief-minister

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ ખાતે અંદાજ રૂ.૨૨૨ કરોડના વિકાસ કામોની લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરી, લોકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ભારતનગરમાં ૨૦૦થી વધુ કુટુંબોને કાચી ઝુપડપટ્ટીના સ્થાને ૨ રૂમ, હોલ, કિચનની સગવડ સહિતના અદ્યતન સુવિધાયુક્ત ફ્લેટ મળેલ છે. આ તમામ કુટુંબો પોતાના નવા ઘરમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના. આ આવાસ યોજના મળવાથી લોકોને પોતાનું આગવું સરનામું મળેલ છે. તેઓ હવે ગૌરવથી કોઈને પોતાનું સરનામું જણાવી શકે છે. અગાઉ ચોમાસામાં અડધો ઈંચ વરસાદ પડે કે ઝુંપડામાં બધી બાજુથી પાણી ઘુસી જતું, ગારો તેમજ ગંદકી થતા, બાળકો બીમાર પડતા તેના સ્થાને હવે પાકા મકાનોની સુવિધા ઉપલબ્ધ થતા, તેઓની જીવનશૈલી બદલાશે. તેમના દીકરા-દીકરીઓને વળાવવાનું સહેલું બનશે. દરેક મા-બાપ ભવિષ્યની ચિંતાથી મુક્ત બન્યા છે.

By-2022,-Everyone-Will-Have-A-Roof-Over-Their-Head:-Chief-Minister
by-2022,-everyone-will-have-a-roof-over-their-head:-chief-minister

રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં અંદાજે ૨૨,૦૦૦ મકાનો બનાવી, ગરીબ અને મધ્યમ વર્ગને આપ્યા છે અને હજુ ૧૦,૦૦૦ મકાનોનું કામ ચાલુ છે. ૨૦૨૨ સુધીમાં દરેક નાગરિકના માથે છત હોય તેની ચિંતા ભારતીય જનતા પક્ષ કરી રહ્યું છે. હર હાથ કો કામ, હર ખેત મે પાની આ સુત્ર ચરિતાર્થ કરવાની સરકારની નેમ છે. ઘરના ઘર, ફળિયામાં નળ અને છોકરા લાઈનસર દરેક નાગરિકોને રોટી, કપડા, અને મકાનની જરૂરિયાત પૂરી પાડવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીડું ઝડપ્યું છે. લોકો સદ્ધર થાય, અંત્યોદય થાય તેવા પગલા ભરવામાં આવે છે. જે લોકોને મકાનો મળ્યા છે તેઓ ખોટા ભાડાની લાલચમાં આવી, ફલેટ ભાડે ન આપે તેમજ પોતાની ભાવિ પેઢીની ચિંતા કરે તેવી અપીલ કરું છું. રાજકોટ મહાનગરપાલિકાએ જ્યાં જ્યાં ઝુપડપટ્ટી છે ત્યાં પાકા મકાનો બનાવી, ઝૂપડામુક્ત રાજકોટ બનાવવાની કાર્યવાહી શરૂ કરેલ છે. તે જ રીતે, સમગ્ર ગુજરાતમાં તમામ શહેરોમાંથી ઝુપડા દુર કરી, પાકા આવાસો બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ૨૦૨૨ સુધીમાં તમામના માથા પર છત હોય તેવો સંકલ્પ કરેલ છે તે સિદ્ધ કરશું. આજી રીવર ફ્રન્ટના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોંકળાનું પાણી નદીમાં ઠાલવવાનું બંધ કર્યું છે. આ વોંકળાનું પાણી શુદ્ધ કરવા માટે કોઠારીયા ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને રીવર ફ્રન્ટ શહેરની શોભા બને તે દિશામાં ઝડપથી કાર્યવાહી કરવા તેમને અપીલ કરી હતી.

By-2022,-Everyone-Will-Have-A-Roof-Over-Their-Head:-Chief-Minister
by-2022,-everyone-will-have-a-roof-over-their-head:-chief-minister

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨માં ઘરવિહોણા તમામ લોકોને ઘર મળી રહે તેવા સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજકોટ મહાનગરપાલિકા પણ તેનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી રહી છે. ઘર એ સામાન્ય માણસનું સ્વપ્ન હોય છે. રાજકોટ મહાનગરપાલિકા ભારતીય જનતા પક્ષના પહેલેથી જ આ દિશામાં આગળ વધી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસન કાળમાં પ્રથમ ચુંટાયેલા મેયર અરવિંદભાઈ મણીઆરના કાર્યકાળમાં કોઠારીયા રોડ હુડકોની સહાયથી નિર્માણ પામેલ આવાસ યોજનામાં લોકોને સાવ નજીવા દરે ઘર પ્રાપ્ત થયેલ. જે પરત્વે હુડકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયેલ. અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાએ ૨૨,૦૦૦થી વધુ આવાસો બનાવી લોકોને ફાળવી આપેલ છે.  આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મંચસ્થ સૌ મહાનુભાવોનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, સર્જનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના પનોતા પુત્ર કે જેમણે નિર્ણાયક સરકાર કોને કહેવાય તેનું ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું છે. તેઓની સતત મહેનત નીચે સરકાર કાર્યરત છે. પંખીને પણ પોતાનો માળો હોય છે ત્યારે ઝુપડપટ્ટીમાં વસતા લોકોને કેવી રીતે બહાર લાવવા તેનું જીવનધોરણ સુધારવા પીપીપી મોડલ આધારિત આવાસ યોજના અમલીકરણ બનાવી તેના પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે. આવાસ યોજના થકી ઝુપડપટ્ટીમાં વસતા લોકોનું જીવન પરિવર્તન પામ્યું છે. આ કાર્યક્રમમાં, ભારતનગરમાં રૂ.૩૪.૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૩૧૪ આવાસ લાભાર્થીઓને વિનામુલ્યે ફાળવેલ. આ ઉપરાંત, રૂડા દ્વારા રૂ.૧૨૦ કરોડના ખર્ચે, ઈડબલ્યુએસ-૧-૨ ના ૧૧૧૮ આવાસોનું, કોઠારીયા રોડ ખાતે રૂ.૨૦.૭૫ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ રૈયાધાર ખાતે રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે ૫૦ એમએલડી સંસ્થાનો વોટર ટ્રીટટમેન્ટ પ્લાન્ટ તથા ઈએસઆર/ જીએસઆરનું ખાતમુહૂર્ત, આમ કુલ રૂ.૨૦૫.૦૫ કરોડના ખર્ચે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.