Abtak Media Google News

બચ્ચન અને કે.બી.સી. એકબીજાના પૂરક બની ગયા છે

દેવીઓ ઔર સજજનો ગત સોમવારથી ગેમ શો કૌન બનેગા કરોડપતિ સીઝન-૯ શરુ થયો છે. દર અઠવાડીયો સોમવારથી શુક્રવાર સુધી રાત્રે ૯ વાગે સોની ટીવી ચેનલ ઉ૫ર અમિતાભ બચ્ચન તેના અનોખા અંદાજમાં આવી ગયા છે. પરંતુ શું તમે ‘ગે્રટ ગેજબલર’ના જવાબ આપી શકશો?શ‚આતમાં અમિતાભ બચ્ચન સહેલા પ્રશ્ર્નો પૂછુે છે. જેથી પ્રતિયોગીનો ઉત્સાહ જળવાઇ રહે. સીનીયર બચ્ચન પણ પ્રતિયોગીની સાથે એક મિત્રની જેમ વર્તે છે તેઓ વચ્ચે વચ્ચે દર્શકોનું મનોરંજન પણ કરતા જાય છે. તેમની આ ખાસિયાતને કારણે જ દર્શકો તેમને કે.બી.સી.ના હોસ્ટ તરીકે ૧૦૦ માંથી ૧૦૦ માર્ક આપે છે.અત્યારે અમિતાભ બચ્ચન અને કૌન બનેગા કરોડપતિ એક બીજાના પૂરક બની ગયા છે. કે.બી.સી.ના બે એપિસોડ હજુ ટીવી પડદે રજુ થયા છે. ત્યારે શોની ટી.આર.પી. બારામાં આજે કંઇપણ કહેવું વહેલું ગણાશે. આ સિવાય બંને દિવસોમાં કે.બી.સી.ને સારો એવો દર્શકવર્ગ મળ્યો છે તેમ સોની ચેનલનો દાવો છે.અમિતાભ બચ્ચને કે.બી.સી.ના પ્રારંભિત એપિસોડમાં સવાલો પૂછયા તેમા પિરામીડ, ફિલ્મ ઊડતા પંજાબ, લાઇટ, નારદ, ૨૦૦૦ ની નોટ વિગેરેને લગતા હતા. ટૂંકમાં કહેવાનો મતલબ કે લગભગ તમામ ક્ષેત્રના સવાલો પૂછવામાં આવે છે. તો શું તમે ગ્રેટ ગેમ્બલર ના જવાબ આપવા તૈયા છો ને…?!!

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.