Abtak Media Google News

પાણી ન મળતા ખેતરોમાં જીરુ-કપાસ નિષ્ફળ જવાનો ભય

માળોદ-વાઘેલા રોડ પર છ દિવસમાં બીજીવાર માળોદ ડીસ્ટ્રી કેનાલમાં માટીનું ધોવાણ થતા ગાબડુ પડતા ખેડૂતો સાથે તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. જો કે ગાબડામાંથી નીકળેલુ હજારો લીટર પાણી ખેતરોના બદલે વાઘેલાના ખાતરામાં વહી ગયુ હતું.પરિણામે પાણી ન મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો ભય ફેલાયો છે.

સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પાણી માટે હાલ ખૂબ તંગી સર્જાય રહી છે ત્યારે તેવી પરિસ્થિતિ મા સુરેન્દ્રનગર ના અનેક તાલુકા ઓ ને અસર ગ્રસ્ત વિસ્તારમાં મા સરકાર દવારા આવરી લેવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ઓછા વરસાદ નાં કારણે ખેડૂતો ના વાવેતર મા પણ ઘટાડો નોંધાયો છે ત્યારે ગઈ કાલે સર્વે મુજમ આગામી વર્ષ કરતા ચાલુ વર્ષે ૪% વાવણી ખેડૂતો દવારા ઓછી કરવા મા આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દવારા પોતાના ખેતરો મા વાવણી કરવા મા આવી હતી જેના કારણે હાલ ખેતરો મા લેહરતા પાક નઝરે પડે છે.

ત્યારે હાલ સરકાર દ્વારા કેનાલો મા પાણી છોડવા મા આવી રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ અનેક કેનાલો મા પાણી છોડવા મા આવી રહ્યુ છે

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ ની નબળી કામગીરી સામે આવીછે. છેલ્લા ૨ માસ મા ૫ થી વધુ કેનાલો મા સુરેન્દ્રનગર જીલ્લા મા ગાબડાં પડ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને એક બાજુ સિંચાઇ માટે પાણી લેવા દેવા મા આવતું નથી અને બીજી બાજુ ગબદાઓ ના કારણે હજારો લિટર પાણી નો વેડફાટ સુરેન્દ્રનગર જીલ્લા મા થઈ રહો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.