Abtak Media Google News

સાટાખત અને સમજૂતી કરાર અમલમાં હોવા છતાં અન્યને જમીન વેચી ન શકાય: મામલતદાર

માલીયાસણ ગામની કરોડોની જમીન અંગે સાટાખત તથા સમૂજતી કરાર કર્યા બાદ અન્યને વેચી નાખવાના કિસ્સાના તકરારી કેસમાંતાલુકા મામલતદારે જમીન ખરીદનારની રેવન્યુ એન્ટ્રી રદ કરવાનો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ માલીયાસણના રે.સ.નં. ૩૩૭/૭ પૈકી ૨ ની હે.આરે. ૨-૦૨-૩૪ ચો.મી. ની ખેડવાણ જમીન સ્વ. રાજેન્દ્રકુંવરબા મદારસિંહ જાડેજાના વારસદારો ભવાનસિંહક પ્રતાપસિંહ ઝાલા વિગેરેને વારસાઈ હકકથી પ્રાપ્ત થયા બાદ તેઓએ અનિરૂધ્ધસિંહ પ્રહલાદસિંહ જાડેજાને કુલમુખત્યારનામું આપ્યું હતુ તેઓએ સદરહું જમીન રાજેશભાઈ સુંદરજી ગોહેલને વેચાણ દસ્તાવેજ તા.૧૫-૭-૨૦૦૮ના રોજ કરી આપેલો રાજેશ સુંદરજીએ ભનુભાઈ હિરાભાઈ બોરીચાને તા.૧૫.૫.૨૦૦૮ના રોજ સદરહું જમીન રૂ.૧.૫૧ કરોડમાં પૂરામાં વેચાણ કરવા અંગે નોટરાઈઝડ સાટાખત કરી આપેલુ હતુ.

સાટાખત અને સમજૂતી કરાર અમલમાં હોવા છતાં રાજેશ સુંદરજી ગોહેલ સદરહું જમીન ભનુભાઈ બોરીચાને વેચવાને બદલે રસીલાબેન કમલેશભાઈ રામાણીને વેંચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો અને તે અંગેની રેવન્યુ નોંધ કરાવવાની કાર્યવાહી કરતા ભનુભાઈ બોરીચાએ રેવન્યુ નોંધ પ્રમાણીત કરવા સામે વાંધા અરજી આપેલી હતી આ વાંધા અરજી અન્વયે તાલુકા મામલતદારે તકરારી કેસ રજીસ્ટરે લઈ ચલાવતા ભનુભાઈ બોરીચા વતી એડવોકેટ દિપકકુમાર મહેતા અને રાજેન્દ્રસિંહ ઝાલાએ દલીલોમાં સરદહું જમીનનાં માલીક, રાજેશે ભનુભાઈ બોરીચાને સાટાખત કરાર તથા સમજૂતી કરાર તેઓને મળેલા હકકો તથા અધિકાર મુજબ તેમજ વિશેષ અવેજની પહોચ લખી આપેલી હોય.

ત્યારે ભનુભાઈ બોરીચાનો હકક, હિત, અને હિસ્સો સદરહું ખેતી જમીનમાં સમાયેલો હોવા છતાં રસીલાબેન કમલેશભાઈ રામાણીને સદરહું જમીન વેચી નાખી સાટાખત તથા સમજૂતી કરારનો ભંગ કરેલો હોય સદરહું રેવન્યુ એન્ટ્રી નામંજૂર કરવા રજૂઆત કરતા મામલતદારે દલીલો અને રજૂઆતોને ધ્યાને લઈ રસીલાબેન કમલેશભાઈ રામાણીની રેવન્યુ એન્ટ્રી ના મંજૂર કરવાનો હુકમ કર્યો છે.આ કેસમાં ભનુભાઈ બોરીચા વતી એડવોકેટ દિપકકુમાર મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ. ઝાલા રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.