Abtak Media Google News

વિદેશી સરકારો, થીંક ટેન્ક, યુનિવર્સિટીઓ, એન.જી.ઓ સહિતને નિશાન બનાવ્યાનું આવ્યું સામે

ચીનના નાગરિકો પર હેકિંગ તથા બે મલેશિયન નાગરિકો પર હેકર્સને મદદ કરવાનો તથા ડેટા ચોરવા લોકોને નિશાન બનાવવાનો આરોપ છે. મામલામાં અમેરિકાએ મલેશિયાના ૨ નાગરિકની ધરપકડ કરી છે. જે હેકર્સની મદદ કરતા હતા અને લોકોને નિશાન બનાવતા હતા. ચીનના હેકર્સે વિદેશી સરકારો, થિંક ટેન્ક, યુનિવર્સિટીઓ, NGO અને હોંગકોંગના એક્ટિવિસ્ટને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.

US જસ્ટીસ ડિપાર્ટમેન્ટે ચીનના ૫ નાગરિકો પર અમેરિકાની ૧૦૦ જેટલી કંપની તથા સંસ્થાને હેક કરવાનો કેસ દાખલ કર્યો છે. ડિપાર્ટમેન્ટના મતે આ લોકોએ ભારત સરકારના નેટવર્કને પણ હેક કર્યું હતું. ચીનના આ નાગરિકોએ હેકિંગ મારફતે સોફ્ટવેર ડાયા તથા કારોબારને લગતી ગુપ્ત માહિતીની ચોરી કરી છે. ડેપ્યુટી ઞજ એટર્ની જનરલ જેફરી રોઝે બુધવારે કહ્યું હતું કે ચીનના ૫ નાગરિકો પર હેકિંગ તથા મલેશિયન નાગરિકો પર કેટલાક હેકર્સને મદદ કરવાનો તથા તેમના ડેટાની ચોરી કરવા લોકોને નિશાન બનાવવાનો આરોપ છે. મલેશિયાન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે તથા ચીનના નાગરિકોને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.ઋઇઈં તેમને શોધી રહી છે અને તેમની તસ્વીરો જાહેર કરાઈ છે.

ઉલ્લેખનીય બાબત છે કે  આ વર્ષે જ ભારત સરકારની સતાવાર વેબસાઇટ પણ હેક કરી લેવામાં આવી હતી.

રોઝને કહ્યું હતું કે હેકર્સે વર્ષ ૨૦૧૯માં ભારત સરકારની વેબસાઈટને નિશાન બનાવી હતી. આ ઉપરાંત ભારત સરકારને સપોર્ટ કરનારા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક તથા ડેટા સર્વર્સને પણ નિશાન બનાવવામાં આવ્યુ છે. ભારત સરકારના ઓપન વિપીએન નેટવર્ક સુધી પહોંચવા માટે આ હેકર્સે વિપીએસ પ્રોવાઈડરનો ઉપયોગ કર્યો હતો. હેકર્સે સરકારના કોમ્પ્યુટર્સ પર માલવેયર કોબાલ્ટ સ્ટ્રાઈક ઈન્સ્ટોલ કર્યું હતું.

મામલામાં રોઝને ઉમેર્યું હતું કે ચીન પોતાને બચાવવા અન્યોના કોમ્પ્યુટરમાંથી માહિતીની ચોરી કરી છે. રોઝેને કહ્યું કે અમારો વિભાગ ચીનના આ નાગરિકો તરફથી કરવામાં આવી રહેલી ગેરકાયદેસર કોમ્પ્યુટર ઘૂસણખોરી તથા સાઈબર એટેકને અટકાવવા માટે શક્ય તમામ પગલાં ભરશે. એ વાત દુખદ છે કે ચીન પોતાને સાઈબર હુમલાથી બચાવવા માટે અલગ માર્ગ અપનાવી રહ્યું છે, જે અંતર્ગત તે અન્ય દેશોના કોમ્પ્યુટર પર હુમલા કરે છે અને ચીન માટે લાભદાયક ગુપ્ત માહિતીની ચોરી કરે છે.

રોઝેને કહ્યું કે સોફ્ટવેર ડેવલપમેન્ટ, કોમ્પ્યુટર હાર્ડવેર, ટેલિકોમ્યુનિકેશન, સોશિયલ મીડિયા, વીડિયો ગેમ્સ કંપની હેકર્સના નિશાન પર છે. આ ઉપરાંત એનજીપી, થિંક ટેક્સ, યુનિવર્સિટીઓ, વિદેશી સરકારો, લોકતંત્ર સમર્થક નેતાઓ તથા હોંગકોંગના એક્ટિવિસ્ટને પણ નિશાન બનાવવામાં આવેલ છે.

તપાસ માટે નિમાયેલી નિષ્ણાંતોની સમિતિ ફક્ત એક જ મહિનામાં લેશે કડક પગલાં

ચીન દ્વારા કરાઈ રહેલા હીન પ્રયાશોને દૂર કરવા ભારત સરકારે સર્વેલન્સ તપાસ માટે એક સમિતીનું ગઠન કરવામાં આવ્યું છે. જે ટૂંકા સમયગાળામાં અભ્યાસ કરીને સરકારને રિપોર્ટ રજૂ કરશે. ગુરુવારે વિદેશ બાબતોના મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પત્રકારોને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે ચીની કંપનીઓનો મુદ્દો હાથ પર લીધો છે. રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંકલન ધારા હેઠળ નિષ્ણાંત સભ્યોની સમિતિ મામલામાં અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરીને તપાસ શરૂ કરી રહી છે. જેમાં કંપનીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન થતું જણાશે તો ફક્ત ૩૦ દિવસમાં તેમના વિરુદ્ધ કડક પગલાંઓ લેવામાં આવશે. જો કે ચાઈનીઝ સરકારે આ કંપનીઓ સાથે કોઈ જ લેવા દેવા નહીં હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.