Abtak Media Google News
  • વાપીના ચલા વિસ્તારમાં પાંચ શખ્સો કારમાં 2 ગૌવંશને ઉઠાવી ગયા
  • પશુ તસ્કરીના દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો

વલસાડ ન્યૂઝ : વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર વિસ્તારમાંથી ગૌ તસ્કરો વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારમાં રસ5એ રખડતા ગૌવંશની તસ્કરી કરતા હોય છે. વાપીના ચલા વિસ્તારમાં 19 ફેબ્યુઆરીની વહેલી સવારે 2 કારમાં 5 તસ્કરોએ 2 ગૌ વંશની તસ્કરી કરી હોવાની ઘટના બની હતી. નજીકમાં આવેલી એક દુકાનના સંચાલકે સાંજે CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં ગૌ તસ્કરીની ઘટના સામે આવી હતી. ઘટના અંગે વેપારીએ ગૌ રક્ષક અને વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. ગૌ તસ્કરીની ઘટનાને લઈને વલસાડ જિલ્લામાં પોલીસનું નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે. ગૌ તસ્કરીની ઘટનાઓ ઉપર અંકુશ લાવવા ગૌ રક્ષકની ટીમ દ્વારા માંગ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના કેટલાક ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ તસ્કરો વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગૌ વંશની તસ્કરી કરતા રહ્યા છે. પૂર્વ SP ડો. રાજદીપસિંહ ઝાલાના સમયકાળ દરમ્યાન ગૌ તસ્કરો ઉપર સંપૂર્ણ પણે કાબુ આવી ગયો હતો. વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની બદલી થતા ગૌ તસ્કરો ફરી વલસાડ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર રખડતા ગૌ વંશની તસ્કરી કરવા આવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. 19 ફેબ્યુઆરી ની વહેલી સવારે વાપીના ચલા વિસ્તારમાં 2 કારમાં 5 અજાણ્યા ઈસમોએ રસ્તા ઉપર બેસેલા 2 ગૌ વંશને ટાર્ગેટ કરીને કારમાં ગૌ તસ્કરી કરીને ફરાર થઇ ગયા હતા. ચલા વિસ્તારમાં આવેલી એક દુકાનના CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

સોમવારે સાંજે દુકાનદારે તેમની દુકાનના CCTV કેમેરા ચેક કરતા વહેલી સવારે 2 કારમાં આવેલા 5 અજાણ્યા ઈસમોએ દુકાન નજીક બેસેલી 2 ગૌ વંશની તસ્કરી કરી હોવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થયેલી જોઈને વેપારીએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસની ટીમ અને વાપી ગૌ રક્ષકના કાર્યકરોને બનાવની જાણ કરી હતી. સાથે વાપી સહિત જિલ્લામાં વધતી જતી ગૌ તસ્કરી અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવા અને ગૌ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

રામ સોનગઢવાલા

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.