Abtak Media Google News

તા.૨૦.૨.૨૦૨૪ મંગળવાર, સંવંત ૨૦૮૦, મહા સુદ અગિયારસ, જયા એકાદશી, આર્દ્રા  નક્ષત્ર, પ્રીતિ  યોગ, બવ કરણ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (,,) રહેશે.

Advertisement

મેષ (, , ): તમારા રસરુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃષભ (, , ): પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.

મિથુન (, , ): તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.

કર્ક (, ): માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

સિંહ (, ): નજીકના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

કન્યા (, , ): કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો,  પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

તુલા (, ): લાંબા  સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.

વૃશ્ચિક (, ): જીવનમાં પરિવર્તનની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

ધન (, , , ): જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

મકર (, ): વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.

કુંભ (, , ): વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

મીન (, , , ): શત્રુઓ પર વિજય મેળવી શકો ,કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

સાધના દ્વારા જાગૃત મન અને અર્ધજાગૃત મન વચ્ચે કેડી કંડારી શકાય છે

આજરોજ મંગળવાર ને જયા એકાદશી છે. પ્રીતિ યોગ સાથે આવી રહેલી જયા એકાદશી અનેક રીતે ફળદાયી છે તથા એકાદશીનું વ્રત કરનારને બીજા જન્મમાં ખરાબ યોની પ્રાપ્ત થતી નથી અને તેમનું તેજ દેવો અને ગંધર્વો જેવું બને છે. જયા એકાદશીનું વ્રત વ્યક્તિમાં દૈવત્વ અને પવિત્રતા વધારે છે! હાલમાં આપણે સ્વપ્ન સંકેત વિષે વાત કરી રહ્યા છીએ! સ્વપ્ન આપણને પૃથ્વી લોક સિવાયના લોક સાથે જોડી આપે છે જેથી ઘણા સ્વપ્નમાં આપણને પિતૃના સંકેત મળે છે તો ક્યારેક પાતાળલોક તો ક્યારેક સ્વર્ગલોક તો ક્યારેક સર્પલોકના દર્શન પણ થાય છે. જે મિત્રોને કાલસર્પયોગ હોય કે કોઈ ને કોઈ રીતે રાહુ કેતુ પ્રભાવી થતા હોય તેમને વારંવાર સ્વપ્નમાં સર્પ દેખાય છે! ઉપરાંત આવા અનેક લોકના દર્શન વ્યક્તિ સ્વપ્નમાં કરી શકે છે. સાધના દ્વારા જાગૃત મન અને અર્ધજાગૃત મન વચ્ચે કેડી કંડારી શકાય છે જેથી સ્વપ્ન સંકેતને સમજી તે મુજબ જીવનમાં પરિવર્તન લાવી શકાય છે અને સ્વપ્નમાં દેખાતી બાબતો અને વસ્તુઓને ગહન રીતે સમજવાથી તેનો અલગ અર્થ પ્રગટ થતો હોય છે કે અંતરિક્ષના આશિષ પણ પ્રાપ્ત થતા હોય છે!!

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.