Abtak Media Google News

જુના કેસ ખોલવા માટે કરદાતાઓને સાંભળવા જરૂરી

આવકવેરા વિભાગ હેઠળ કરદાતાઓને આકરણી માટે જુના કેસ ખોલવા ઉપર ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ એક્સિસ દ્વારા છ વર્ષ જુના કેસોને ફરી ન ખોલવા આવકવેરા વિભાગને તાકીદ કરી છે. એટલું જ નહીં રૂપિયા 50 લાખથી વધુ આવકના કેસને આવકવેરા વિભાગના અધિકારીઓ નીતિ નિયમોનું પાલન કરીને તેઓ ફરી ખોલી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ અધિકારીઓને સૂચિત કર્યા હતા કે જે કેસોમાં અપીલ પૂર્ણ થઈ ગઈ હોય તેવા કેસોને ફરી નહીં ખોલવામાં આવે.

હજી તરફ સર્ચ દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા જે રકમ જાહેર કરવામાં આવી હોય તે જ રકમ માન્ય રહેશે અને તેમાં વધારો નહીં કરી શકાય આ નિર્ણયના કારણે કરદાતાઓને ઘણી સાનુકૂળતા રહેશે. તો બીજી તરફ આવકવેરા વિભાગ પાસે પણ જુના કેસ ખોલવાની સત્તા આપવામાં આવી છે પરંતુ તે જાણવું જરૂરી છે કે કયા પ્રકારના કેસ ફરી ખુલી શકે છે. આ બાબતે પણ કરતા અને સૂચિત કરવામાં આવ્યા છે કે એસએસમેન્ટ વખતે જ્યારે આવક 50 લાખથી ઓછી દેખાડવામાં આવી હશે તે કેસ ફરી ખોલવામાં આવશે. પરંતુ તેના માટે સર્વપ્રથમ ઇન્કમટેક્સ એક્ટ 148-એ મુજબ કર દાતાને રૂબરૂ સાંભળવામાં આવશે અને ત્યારબાદ જ નોટિસ ઈસ્યુ કર્યા બાદ ફરી કેસ ખોલી શકાશે.

અત્યાર સુધી આવકવેરા વિભાગ ઇન્કમટેક્સ 147 મુજબ ઓછી આવક એસેસમેન્ટ વખતે સામે આવી હોય તો તે કેસ રીઓપન કરી દેતા હતા પરંતુ હવે એ શક્ય નહીં બને આ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ આવકવેરા વિભાગે પૂર્ણ કરવી જરૂરી છે. તો સામે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે સીબીડીટીએ કરતાતાઓને પણ ધ્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.