Abtak Media Google News

સીબીઆઈએ ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં લગભગ 24 સ્થળોએ તપાસ કરીને 2.2 કરોડની રિકવરી કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને કથિત રીતે વિદેશી નાગરિકોને ચૂકવણી માટે દબાણ કરતા સાયબર ગુનાઓના મોટા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.

રૂ.2.2 કરોડની રોકડ, વિદેશી ચલણ, ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટ્સ અને મિલકતના કાગળો તથા અન્ય પુરાવા કબજે

સીબીઆઈએ વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતા સાયબર ક્રાઈમના મુખ્ય મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. વિવિધ રાજ્યોમાં લગભગ 24 સ્થળોએ તપાસ કરીને સીબીઆઇએ 2.2 કરોડની રિકવરી કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને કથિત રીતે વિદેશી નાગરિકોને ચૂકવણી માટે દબાણ કરતા સાયબર ગુનાઓના મોટા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ઓપરેશનના ભાગરૂપે સીબીઆઈએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં લગભગ 24 સ્થળોએ કેસની ચાલુ તપાસમાં સર્ચ હાથ ધર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, આ ઓપરેશનમાં અંદાજે રૂ.2.2 કરોડ, વિદેશી ચલણ, ક્રિપ્ટો કરન્સી એકાઉન્ટ્સ અને મિલકતના કાગળો તથા અન્ય પુરાવા કબજે કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત 7 જુલાઇ, 2022માં એક કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં ભારતમાં ફેક કોલ સેન્ટરોએ ગુજરાત સ્થિત વીઓઆઈપી કંપનીની સેવાઓનો ઉપયોગ કરીને યુ.એસ.એ.ના નાગરિકોને ટાર્ગેટ કરીને લાખો રૂપિયાની છેતરપિંડીભર્યા કોલ કર્યા હતા. આ સાયબર ક્રાઇમના ગુનામાં ગુનેગારોએ વીઓઆઈપી કોલ દ્વારા યુએસ ફેડરલ ગ્રાન્ટ ડિપાર્ટમેન્ટ, આઈઆરએસ, એસએસએ, સીઆરએ અને એટીઓ જેવી સંસ્થાઓનો ઢોંગ કર્યો હતો.

આ મોડસ ઓપરેન્ડીમાં યુએસ ફેડરલ વિભાગો અથવા એજન્સીઓના અધિકારીઓનો ઢોંગ કરીને ઓડિયો કૉલ્સ પણ મોકલવામાં આવતા હતા. ત્યારબાદ ફી, દંડ અથવા દંડની આડમાં જબરદસ્તીથી ચૂકવણી કરાવીને પીડિતોને છેતરવામાં આવતા હતા. ઑક્ટોબર 2022માં સીબીઆઈએ તપાસના પ્રાથમિક તબક્કામાં આવા 11 કૉલ સેન્ટર્સ પર અગાઉ તપાસ હાથ ધરી સર્ચ કર્યુ હતું. જેમાં અગાઉ સીબીઆઈ દ્વારા અન્ય એક આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ સાથે સાથે વધુ તપાસમાં ખાનગી વ્યક્તિ, ખાનગી કંપની અને તેમના સહયોગીઓની ગુજરાત સ્થિત ખાનગી કંપનીની સેવાઓ દ્વારા સુવિધા આપતા વિદેશી નાગરિકો સામે મોટા પાયે છેતરપિંડી કરવામાં સંડોવણી બહાર આવી હતી. ભારતમાંથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી નેટવર્ક બાબતે સીબીઆઇએ વધુ તપાસ હાથ ધરી છે તપાસ બાદ વધુ ખુલાસો સમાએ આવશે.

અમદાવાદની ત્રણ ખાનગી કંપનીઓ વિરુદ્ધ નોંધાયો ગુન્હો

જુલાઈ માસમાં જ સીબીઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરી દેવામાં આવી હતી. જે બાદ સીબીઆઈ તપાસ હાથ ધરીને અમદાવાદની શિવાય કોમ્યુનિકેશન અને તેના માલિક ગજેસિંઘ રાઠોર, આશ્રમ રોડ સ્થિત આત્મ હાઉસની એસએમ ટેક્નોમાઈન પ્રા. લી. અને તેના માલિક સંકેત મોદી, પ્રહલાદનગર સ્થિત ટેકનોમાઇન ઇન્ફો સોલ્યુસન અને તેના માલિક રાજીવ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. સીબીઆઈએ તમામ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

વિદેશી નાગરિકોને ફોન કરવા ફ્લોરિડા સ્થિત ખાનગી કંપનીના સર્વરનો કરાતો’તો ઉપયોગ!!

આ સમગ્ર રેકેટ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ કંપની અમેરિકન નાગરિકો લને છેતરવા માટે ફ્લોરિડા સ્થિત એક ખાનગી કંપનીના ટેલિકોમ સર્વરનો ઉપયોગ કરતી હતી. ફ્લોરિડાની કંપનીના 60 સર્વરને હાયર કરી આખુ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે, ફ્લોરિડા સ્થિત કંપની ટોલ-ફ્રી કોલ્સની સર્વિસ પુરી પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.