Abtak Media Google News

પડધરી  સરકારી વિનયન અને વાણિજય કોલેજ ખાતે તાજેતરમાં તાલુકા વહિવટીતંત્રના સહયોગથી તાલુકા કક્ષાનાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં બહેનો દ્વારા માં સરસ્વતિની પ્રાર્થના રજુ કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય  ડો. સી.બી. બાલસે મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરીચય આપ્યો હતો. ત્યારબાદ વિધાર્થીની વકૃત્વ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ૮ જેટલા વિધાર્થી ભાઇઓ અને બહેનોએ ભાગ લીધો હતો.

જેમા મતદાનની પ્રક્રિયા, મતદાનની જરૂરીયાત અને મહત્ત્વ જેવા વિવિધ વિષયો પર વિધાર્થીઓ દ્વારા પોતાના વિચારો રજુ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો. પી.આર. ચૌહાણ, ડો. બી.જે. ચૌહાણ અને કૌશિકભાઇ પડ્યાએ મહત્વની કામગીરી કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ નંબર સવાસડીયા સંગીતા દ્વિતિય નંબર પર ભોજાણી નિખીલ અને તૃતિય નંબર પર વડગામા પ્રીતિ અને પરમાર ભાવિન રહ્યા હતા.

કાર્યક્રમનાં મુખ્ય અધ્યક્ષ પડધરી તાલુકાના મામલતદાર શ્રી પી. એલ. ગોઠીએ રાષ્ટ્રીય મતદાન દિવસના પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યુ હતુ. જેમા તેમણે યુવાનો અને ભાવી મતદારોને મતદાન અને તેની પ્રક્રીયા સબંધીત મહત્વની જાણકારી પુરી પાડી હતી. ત્યારબાદ એન.સી.સી. કો-ઓડીનેટર દ્વારા તમામને મતદાતા તરીકેની પવિત્ર શપથ લેવડાવવામાં આવી હતી. અને કાર્યક્રમના અંતે શ્રી કૌશિકભાઇ પડ્યા દ્વારા મહેમાનોનું આભાર દર્શન કરવામાં આવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.