Abtak Media Google News

હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં 2 બેડનું મીડવાઈફ લેબર રૂમ ઉપલબ્ધ

રાજકોટમાં 5 મી મેં ઇન્ટરનેશનલ મીડવાઈફ ડે નાં રોજ આજ પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટ ખાતે સગર્ભા માતા તપાસ વિભાગ તેમજ નવજીવનકક્ષ (ડીલેવરી-રૂમ) ખાતે મેડીકલ સુપરીન્ટેન્ડન્ટ ડો.આર.એસ. ત્રિવેદી , વિભાગના વડા ઓ.બી.જી વિભાગ ડો.કમલ ગોસ્વામી, ડો.કાનાણી આર.એમ.ઓ. તેમજ નર્સિંગ સુપરીન્ટેન્ડન્ટ ઝાખરીયાની હાજરીમાં મીડવાઈફ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હતી.

Advertisement

રાજકોટ પી.ડી.યુ મેડીકલ કોલેજ અને હોસ્પિટલનાં ગાયનેક વિભાગનાં હાલ 2 બેડ નું મીડવાઈફરી લેબર રૂમ ઉપલબ્ધ છે જેને મીડવાઈફરી લેડકેર યુનિટ (એમ.એલ.સી.) તરીકે ઓળખવામાં આવે છે.આ મીંડવાઈફરી લેડકેર યુનિટમાં મ્યુઝીક સીસ્ટમ 2 બર્ફીંગ બેડ, જીમ બોલ, પીનટબેડ, બર્ફીંગ સ્કૂલ વગેરે ઉપલબ્ધ છે.હાલ નવ મીડવાઈફ કાર્યરાત છે, જે મીડવાઈફરી લેડ એન્ટીનેટલ ઓ.પી.ડી,લોરીસ્ક સગર્ભા બેનોની તપાસ,ન્યુટરીસન, કસરત, અલગ-અલગ ડીલેવરી પોજીશન, પી.પી.આઈ.યુ.સી.ડી. વગેરેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

મીડવાઈફરી લેડકેર યુનિટમાં લોરિસ્ક પ્રસુતાની ડીલેવરી,કસરત, ફીજીયોલોજીકલ બર્થ (નોર્મલ ડીલેવરી માટે નો પ્રયત્ન), ફીજીયોલોજીકલ કોર્ડ ક્લેમ્પીંગ (ડીલેઈટ કોર્ડ ક્લેમ્પીંગ), ડીલેવરી ઇન અલ્ટરનેટીવ બર્નીંગ પોજીશન (સગર્ભાની ચોઈસ પ્રમાણે અલગ-અલગ પોજીશનમાં ડીલેવરી), બ્રેસ્ટ-ક્રોલ અને બ્રેસ્ટ-ફીડીંગ, કાંગારું મધર કેર,આમ મીડવાઈફ દ્વારા સગર્ભા માતાઓની સારવાર સાથે સવેદના સંભાળ પણ લેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.