Abtak Media Google News

નાણાંમંત્રી નિર્મલા સીતારામનની જાહેરાત: તહેવારો માટે વગર વ્યાજે રૂ. ૧૦,૦૦૦ પણ મળશે

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધારી દીધી…

અર્થવ્યવસ્થામાં તેજી લાવવા અને તહેવારોના સમયમાં આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે આજે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારામને એલટીસી કેશ વાઉચર અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની જાહેરાત કરી હતી. આજે જાહેર થયેલી યોજના હેઠળ કેન્દ્રના ૧ કરોડથી વધુ કર્મચારીઓને લીવ ટ્રાવેલ ક્ધસેશન (એલટીસી) માટે કેશ વાઉચર આપવામાં આવશે. આ સિવાય ફેસ્ટિવલ એડવાન્સ યોજના હેઠળ કર્મચારીઓને રૂ. ૧૦,૦૦૦ સુધીની રકમ પણ મળશે.

નાણામંત્રીએ માહિતી આપી હતી કે આ વર્ષે ફક્ત એકવાર ફરીથી ફેસ્ટિવલ એડવાન્સ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તમામ પ્રકારના કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવશે, જે તેઓ ૧૦ હપતામાં જમા કરાવી શકે છે. એ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ઉપલબ્ધ રહેશે. એને પ્રીપેડ રૂપે કાર્ડ તરીકે આપવામાં આવશે.

રાજ્યોને ૫૦ વર્ષ માટે રૂ.૧૨ હજાર કરોડની વ્યાજમુક્ત લોન

રાજ્યોને મૂડી ખર્ચ કરવા માટે ૫૦ વર્ષ માટે ૧૨ હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ ઈન્ટરેસ્ટ ફ્રી લોન આપવામાં આવશે. જેના ૩ ભાગ પડશે. પૂર્વોત્તર, ઉત્તરાખંડ અને હિમાચલને ૨૫૦૦ કરોડ રૂપિયા મળશે. તે બાદ ૭૫૦૦ કરોડ રૂપિયા અન્ય રાજ્યોના વિત્ત આયોગની ભલામણ પ્રમાણે આપવામાં આવશે. અને બાદમાં ૨૦૦૦ કરોડ રૂપિયા એ રાજ્યોને મળશે જે આત્મનિર્ભરના એલાનના ચારમાંથી ઓછામાં ઓછા ૩ સુધારા લાગુ કરશે. આ લોન ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલાં આપી દેવામાં આવશે.

આ ઉપરાંત સરકાર વધારાના ૨૫ હજાર કરોડ રૂપિયા આપશે. તે ખાસ રસ્તા, ડિફેન્સ સંબંધી માળખાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જલ આપૂર્તિ, શહેરી વિકાસ, ડિફેન્સના દેશમાં બનેલાં કેપિટલ ઈક્વિપમેન્ટ માટે હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.