Abtak Media Google News

જૈન સમુદાયમાં વિશેષ મહત્વ ધરાવતી અને આતિથ્ય ભાવનાનો અહેસાસ કરાવતી

સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દેશ વિદેશના લાખો યાત્રાળુઓના પગના અંગુઠા ધોઈ બહુમાન કરાશે

ઉતારા, ભોજન, ચા,  નાસ્તો, મેડીકલ સહિતની સેવાઓની નિ:શુલ્ક  વ્યવસ્થા

જૈન સમુદાયમાં વિશેષણ મહત્વ ધરાવતી શૈત્રુંજય તિર્થની છ ગાઉની યાત્રાનો પ્રારંભ પાલીતાણા તળેટી ખાતેથી કાગણમુદ 13 ને તા. 23 ને શનિવારે વહેલી પરોઢે પ્રારંભ થશે. ઢેબરા તેરસ તરીકે ઉજવાતી આ યાત્રામાં લાખો જૈન – જૈનેતર ભાવિકો ઉપરાંત દેશ – વિદેશના યાત્રાળુઓ પણ છ ગાઉ યાત્રાા કરશે. રાજકોટ શહેરમાથી અંદાજીત 30 થી 35 લક્ઝરી બસો પાલીતાણા પહોંચશે.

રાજકોટથી છેલ્લા 42 વરસ થયા એટલે કે 1983 થી કોઈપણ જાતના વિઘ્ન વિના અને કોઈની પાસેથી ડોનેશન કે ફંડફાળા ઉધરાવ્યા વગર જ ફક્ત ટોકન ચાર્જથી જ 4 થી 5 બસોમાં જૈન – જૈનેતર ભાવિકોને છ ગાઉ યાત્રા કરાવતા જૈન શ્રેષ્ઠી અને જૈન જાગૃતિ સેન્ટરના પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતાનું આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા દર વર્ષ સન્માન કરી શાલ ઓઢાડવામાં આવે છે. વયોવૃધ્ધ અને અશકત ભાવિકો માટે લકઝરી સ્લીપર કોચની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

એક લોકવાચકા મુજબ ફાગણસુદ તેરસના  શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બન્ને પુત્રો શામ્યબ અને પ્રધુમન જૈન મુનિમો સાથે અનસન  વૃત કરીને પાલીતાણા પર્વત ઉપર છ ગાઉની પ્રદક્ષીણા કરીને ’મોક્ષગતિને પામ્યા હતાં. તેથી આજના દિવસનું વિશેષ્ટ મહત્વ હોય છે.

શેત્રુંજય પર્વત ઉપર 3501 પગથીયા ચડીને ફક્ત આજના પવિત્ર દિવસે જ ખુલ્લો રહેતો કેડી રસ્તો પસાર કરીને આદેશ્વર દાદાના પાલનું જલ જે કુંડમાં આવે છે તેના દર્શન કરીને, તિર્થંકર અજિતનાથ સ્વામી તથા શાંતિનાથ સ્વામીની ડેરીએ યાત્રાળુઓ શાંતિ સ્ત્રોત્રનું સ્મરણ કરે છે. ચંદન તલાવડીમે ઉકાળેલા પાણીનો પ્રસાદ લઈ, હસ્તગીરી મને શિધ્ધશીલા ગુફા, સુરજ કુંડના દર્શન કરી કેડી રસ્તે છેલ્લી ડેરી ભાડવાના ડુંગરે શામ-પ્રધુમનની ડેરીમે ચૈત્યવંદન કરી, યાત્રાળુઓ સિધ્ધવડ – આદપૂરા ગામે ખુલ્લા મેદાનમાં વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા કુલ 89 પાલમાં પહોંચશે. યાત્રા દરમ્યાન રસ્તામાં ઠેર ઠેર મેડીકલ સ્ટાફની વ્યવસ્થા, ઉકાળેલા પીવાના પાણીની વ્યવસ્થા, કોલોનવોટર મીશ્રીત ઠંડા નેપકીન માથે મૂકવા માટે, પાણીના ફુવારા ઉપરાંત રસ્તામાં દરેક જગ્યામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કરવામાં માવે છે. / કુલ 35 જેટલા ડોમમાં યાત્રાળુઓનું પગના અંગુઠા ધોઈને બહુમાન કરી, કુમકુમ તિલક કરી, ચલણી સિકકઓ દવારા બહુમાન કરવામાં આવે છે. દરેક યાત્રાળૂઓને ૈઅંદાજીત 50 થી 60 સિકકામોનું અનુદાન મળે છે. મોટાભાગના યાત્રાળુઓ આ રકમનું દાન ગૌશાળાની દાની પેટીઓમાં પધરાવી દેતા હોય છે.

શેઠ આણંદજી કલ્યાણજી  પેઢીની  ટીમ  સીનીયર ટીમ જહેમત ઉઠાવી હોય જેમાં  અપૂર્ણ ર રમણલાલ શાહ, ટ્રસ્ટી પાલભાઈ 2સિકલાલ, કલ્પેશભાઈ શાહ, ભાવનગરન મનિષભાઈ શાહ વિ. ખડેપગે હાજર હોય છે. ભાવનગર કલેકટર, ડી.વાય.એસ.પી. હોમગાર્ડ, પાલીતાણા નગરપાલિકા પ્રમુખ, ડોકટરો-મેડીકલ સ્ટાફ પણ આ સેવાયજ્ઞમાં જોડાય છે.

તા. 23 માર્ચને શનિવારે દરેક પાલમાં (ફુડ સ્ટોલમાં) શુધ્ધ જૈન વાનગીચોમાં ઢેબર-દહિં, સેવ-ગાઠીયા-પૂરી, પપૈયાનો સંભારો, લીલી-કાળી દાક્ષ, તરબુચ, ચા-દૂધ, તજ લવીંગના ઉકાળા, રાજસ્થાની લચ્છી, વળીયાળીના શરબત વિ. વાનગીમો નમ્રતાપૂર્વક, આતિથ્યભાવથી આખો દિવસ પીરસવામાં માવે છે. સાંજના 5 થી 6 કલાકે ચૌ વિહાર સમયે રોટલી-ખીચડી-કઢી-શાક-સંભાળા-દહિં તેમજ સવારે આઠ વાગે નવકારશીમાં ચા-દૂધ-ગાઠીયા-મગપૂરી, દહિં પૂરી, સંભારા વિ.નો નાસ્તો પિરસવામાં માવે છે.

પાલીતાણાથી પાલન સ્થળે આવવા-જવા માટે સિધ્ધવડ, આદપૂર ઘેટીગામ આવવા માટે  એસ ટી. તરફથી સ્પેશિયલ 50 થી વધુ બસો ફાળવવામાં માવેલ છે.

છ ગાઉ  યાત્રા દરમ્યાન કુલ 1250 જેટલા નાના-મોટા દહેરાસરોના દર્શનનો લાભ લેવા ભારતભરમાંથી તેમજ વિદેશથી ભાવિકો ઉમટશે., મુંબઈ, રાજસ્થાન, કલકત્તા, બરોડા 2ાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર , શિહોર દિયાવર, ડભોઈ, લતીપર ચેન્નાઈ, ભાવનગર -લીંબડી વિગેરે સેન્ટરો પોત પોતાના પાલમાં નિ:શુલ્ક સેવામો આપશે.

જાત્રાળુમો માટે માણંદજી કલ્યાણજીની પેઢી દવારા વિશાળ ડોમમાં પીવાનું પાણી, પંખા, આરામની સુવિધામો, દેરાસરમાં પૂજા માટેના વસ્ત્રો, સ્નાનવીધી, એકાશણા -આયંબીલના પાલ, ડોકટરો, ફીઝીયોથેરાપીસ્ટ-માલીસ વિગેરેની ટીમો પણ સેવા આપશે. અહિંની આતિથ્યભાવના પામવી એ પણ જીંગદીનો એક મોટો લ્હાવો છે. અને એ પણ તમામ નિ:શુલ્ક એકપણ પૈસાના ખર્ચ વગર પામી શકય છે.

પાલીતાણા છ ગાઉ યાત્રામાં જવાની વ્યવસ્થા

જૈન જાગૃતિ સેન્ટરના પૂ.પ્રમુખ મહેશભાઈ મહેતાની યાદીમાં જણાવ્યા મુજબ પાલીતાણા યાત્રામાં જવા-આવવા માટે તા.23 માર્ચ શનિવારે યાત્રાળુૈંઓને ફકત ટોકન દરથી લક્ઝરી બસ અને સ્લીપર કોચમાં લઈ જવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે નામ લખાવવા માટે કુમારીકા શો રુમ (મહેતા ટાઈપ બિલ્ડીંગ) લાખાજીરાજ 2ોડ, 2ાજકોટ. મો. 98242 44550. 2ાજકોટથી ઉપડતી તમામ બસો શુક્રવાર તા. 22 માર્ચે 2ાત્રે 10-30 આસપાસ ઉપડશે.

જૈનોની આ યાત્રાનું નામ છ ગાઉ યાત્રા કેમ પડયું?

પાલીતાણાની આ યાત્રા તળેટીથી શરુ થઈને કેડી રસ્તે સિધ્ધવડ ગામે પહોંચે તે માર્ગ આશરે 16 કીલોમીટરનો છે. જે દેશી માપ પ્રમાણે છ ગાંઉ થાય. એટલે આ યાત્રા છ ગાઉ તરીકે ઓળખાય છે.

આ પર્વતની ઉંચાઈ માશરે 603 મીટર છે. કુલ પગથીયાની સંખ્યા 3501 છે.

જેમ છ ગાઉ યાત્રા છે, તેમ દોઢ ગાઉ અને બાર ગાઉની પણ પ્રદક્ષિાણા યાત્રા થાય છે. ઋાભદેવ તિર્થંકરે આ પર્વતની 99 વાર યાત્રા કરેલ હતી, તેથી હજારો ભાવિકો અને સાધુ સાધ્વીજીઓ પણ 99 યાત્રા કરીને સફળતા મેળવે છે.

આ તિર્થનું નામ શત્રુંજય તિર્થ એટલે પડયું કે, મનના શત્રુઓનો નાશ કરી, અસિમ શાંતિ, આનંદનો અનુભવ કરાવનાર પવિત્ર પર્વત.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.