Abtak Media Google News

8મીથી ત્રિ-દિવસીય કાર્યક્રમમાં 1500થી વધુ જીવદયાપ્રેમીઓ રહેશે ઉ5સ્થિત

વૈશ્ર્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આકતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે.

21 વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે. તેઓ વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે.

આવા માનવતાવાદી હેતુ માટે ગિરીશભાઇના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવાર્ડ, આચાર્ય ચાણક્ય – 2020 સહિત અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં 300થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.

ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાજી તારીખ 9 જુલાઇ, રવિવારના રોજ સવારે 8:30 કલાકે પાલિતાણા તળેટી ખાતે દર્શન કરીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરશે ત્યારબાદ સવારે 9:00 વાગ્યે પાલિતાણા ખાતે સંમેલનનું સંબોધન કરી માર્ગદર્શન આપશે ત્યારબાદ સવારે 11:00 વાગ્યે પાલિતાણાથી હણોલ ખાતે પ્રસ્થાન કરશે અને હણોલ ખાતે સમસ્ત મહાજન દ્વારા કરવામાં આવેલ ગૌચર વિકાસ, તળાવ તથા વૃક્ષારોપણ પ્રવૃતિઓની મુલાકાત લેશે.

સમસ્ત મહાજન દ્વારા પાલીતાણા ખાતે ત્રણ દિવસનાં “વૈશ્વિક અહિંસા મેગા સંમેલન” આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસનાં કાર્યક્રમમાં સફાઇ અભિયાન, સ્નેહમિલન સંમેલન, ગુજરાતનાં એક આદર્શ ગામ હાણોલ, પાલીતાણાની મુલાકાત, સમસ્ત મહાજન દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં કરવામાં આવતા વિકાસ કાર્યોનું અવલોકન, સાંસ્કૃતિક કાર્યક્રમ, આચાર્ય ભગવંતજીનાં આશિર્વચન, સમસ્ત મહાજનનાં પદાધિકારીઓ, કાર્યકર્તા સમિતિ, સલાહકાર બોર્ડની સમીક્ષા બેઠક વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા. 8, 9, 10 જુલાઇ, 2023 એ પાલિતાણા ખાતે રાખવામાં આવ્યો છે. આ સંમેલનમાં હાજરી આપનારની રહેવા-જમવાની વ્યવસ્થા સમસ્ત મહાજન દ્વારા વહેલા તે પહેલાના ધોરણે, નિયમાનુસાર, નિ:શુલ્ક કરવામાં આવશે. સંમેલન સ્થળ જે-તે જીવદયાપ્રેમીએ સ્વખર્ચે પહોંચવાનું રહેશે. સૌને કાર્યક્રમમાં હાજરી આપવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ (મો.98200 20976) દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.