Abtak Media Google News

રેલવેના વિવિધ પ્રશ્ર્નોની રજૂઆત કરતા પાર્થ ગણાત્રા મુંબઈ ખાતે ઝોનલ રેલવે ક્ધસલટેટીવ કમિટીની મીંટીગમાં પ્રશ્ર્નો-સુચનો મુકાયાં

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા વેસ્ટર્ન રેલ્વેની,ઝોનલ રેલ્વે યુઝર્સ ક્ધસલટેટીવ કમિટિની મુંબઈ ખાતે મળેલ મિંટીગમાં ઉપસ્થિત રહી  રેલ્વેને લગતા વિવિધ પ્રશ્ર્નો તેમજ સુચનો રજુ કર્યા હતા.

મહિલા મુસાફરોની સાથે ૫ વર્ષ સુધીના બાળકો સફર કરતા હોય ત્યારે રાત્રી મુસાફરીમાં તેઓની સંભાળ રાખવામાં માટે તથા સારી રીતે સાથે સુઈ શકે તે માટે એક અલગ ફોલ્ડેબલ ટ્રે અથવા ટ્રોલીની વ્યવસ્થા યોગ્ય ચાર્જ લઈને કરવી જોઈએ.આ પ્રકારની સુવિધા હાલ વિદેશોમાં મળી રહી છે.ગુજરાતના મોટાભાગના મુસાફરો બોરીવલી સુધી સફર કરતા હોય ત્યારે રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ દુરન્તો એકસપ્રેસને બોરીવલી સ્ટેશને તાત્કાલીક સ્ટોપ આપવા જણાવેલ.હજારો મુસાફરો વર્ષ દરમ્યાન ઓખા તથા મુસાફરી કરતા હોય છે તે માટે મુસાફરોની વધુ સારી સુવિધા અર્થે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ઓખા-દિલ્હી (વાયા મથુરા)ટ્રેન શરૂ કરવા જણાવેલ. મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર સ્ક્રેનરની તાત્કાલીક વ્યવસ્થા કરવા જણાવેલ. મુસાફરોની મુશ્કેલી ધ્યાને લઈ રાજકોટ રેલ્વે સ્ટેશનમાં એસ્કેલેટરની સુવિધા શરૂ કરવી અતિ જરૂરી છે.

ખાસ કરીને વૃધ્ધ મુસાફરોને આ સુવિધા મળવાથી ઘણી રાહત મળી શકશે. રાજકોટ રેલ્વે સ્ટેશન પર મુસાફરો ખાસ કરી,બાળકો,મહિલા અને વૃધ્ધો માટે પ્લેટફોર્મનં,૩ ઉપર કોચ ગાઈડન્સની સુવિધા શરૂ કરવા જણાવેલ. વેરાવળ બાન્દ્રા એકસપ્રેસને ભકિતનગર સ્ટેશને સ્ટોપ આપવા જણાવેલ.

હાલની અનાધિકૃત પ્રવૃતિઓને ધ્યાન લઈ રાજકોટના તમામ સ્ટેશનનો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા તથા  પ્રવેશ ગેટ અને પાર્સલ ઓફિસમાં સમાન સ્કેનીગની વ્યવસ્થા શ‚ કરવા જણાવેલ. મુંબઈ માટે રાજકોટ-સૌરાષ્ટ્રનો ટ્રાફીક પુષ્કળ પ્રમાણમાં વધુ હોવાથી હમસફર એકસપ્રેસ હાલમાં એકાંતરાને બદલે દરરોજ શરૂ કરવા જણાવેલ. રેલ્વેના ઉપરોકત પ્રશ્ર્નો -સુચના અંગે વેર્સ્ટ રેલ્વેના જનરલ મેનેજર સંજીવ મિત્તલએ સહાનુભુતિ દર્શાવી મુસાફરોની સુવિધા માટે તુરત યોગ્ય કરવામાં આવશે.તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.