Abtak Media Google News

વેપારીઓ પાસેથી રૂ.૯૪૮૪નો દંડ વસુલાયો

શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.૯માં રૈયા રોડ પર પાર્કિંગ ઝુંબેશ સાથે પ્લાસ્ટીક જપ્તીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાન-માવાની કુલ ૩૨ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો હતો.6 25આજે ગોકુલનગર મેઈન રોડ, લાખના બંગલા રોડ, નાનામવા રોડ, પુષ્કરધામ મેઈન રોડ, કાલાવડ રોડ અને વોર્ડ નં.૯માં રૈયા રોડ પર ૩૨ પાન-ફાકીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી ૬ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને વેપારીઓ પાસેથી ૯૪૮૪નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.