Abtak Media Google News

રાજકોટ રોયલ પાકે સ.જૈન સંઘ ખાતે સમૂહ ચાતુર્માસમાં ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ. સા., રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા. આદિ સંત-સતીજીઓના પાવન સાનિધ્યમાં સમયક જ્ઞાન, દશેન,ચારિત્ર અને તપના રૂડા આયોજનો થઈ રહ્યાં છે. ૨૦૦૦થી વધારેભાવિકોની ઉપસ્થિતમાં, ડુંગર દરબાર ખાતેરાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.ના મુખેથી દીક્ષા મંત્ર સ્વીકારનારા ત્રણ સાધ્વીરત્નાઓ પૂ. પરમ વિરક્તાજી મહાસતીજી, પૂ. પરમ આમન્યાજી  મહાસતીજી તેમજ નવદીક્ષિતા પૂ. પરમ વિભૂતિજી મહાસતીજીના માસક્ષમણ તપના પારણા મહોત્સવ રવિવારના પાવન દિવસે સંપન્ન થયેલ.છેલ્લા ૩૦ દિવસી આ તપસ્વી આત્માઓએ પ્રભુ મહાવીરે ચીંધેલ એવા ઉગ્ર ઉપવાસ તપની કઠોરતમ આરાધના કરી આત્મ કલ્યાણ સો જિન શાસનને ગૌરવાન્વિત કરેલ છે.અલ્પ સંયમ પયોયમાં ઉગ્ર તપની આરાધના કરી જબરદસ્ત કમે નિજેરા સાથે પ્રભુ મહાવીરના શાસનની અપૂવે પ્રભાવના કરેલ છે.2 103૩ સાધ્વી રત્નાઓની છેલ્લા ત્રીસ દિવસી ચાલી રહેલી ઉપવાસની આરાધના આરાધનાની અનુમોદના કરતાં રાષ્ટ્રસંતે કહ્યું હતું કે સાધનામાં કઠિનતાનાં દર્શન કરે તેવા લોકો કલ્યાણ માર્ગી દૂર ઈ જતા હોય છે. પરંતુ મારા પરમાત્માએ જે કર્યું તે હું પણ કરી શકું, એવો અંતરનો જો વિશ્વાસ હોય તો કંઈ અઘરું હોતું જ નથી. ૩૦ દિવસ ભોજન વગર માત્ર ગરમ પાણી પીને રહી શકાય છે.

પારણા મહોત્સવ મધ્યે ગોંડલ સંપ્રદાયના ૧૦૮ સંઘોવતી ઉપસ્થિત અગ્રણીઓ,પ્રવીણભાઈ કોઠારી તેમજ ચંદ્રકાંતભાઇ શેઠે તપસ્વી રત્નાઓ પૂ.મહાસતીજીઓને વંદન સહ અભિનંદન પાઠવેલ.અભિનંદન સ્મૃતિ પત્રનું વાચન મનહર પ્લોટ સંઘના પ્રમુખ ડોલરભાઈ કોઠારીએ કરેલ.ઈશ્વરભાઈ દોશી,  કપ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, જીતુભાઈ બેનાણી, પ્રતાપભાઈ વોરા સહિતનાઓ  તરફી સુંદર ફ્રેમ અને સન્માન પત્ર અર્પણ કરીને અહોભાવી તપસ્વીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. માત્ર ૬ મહિના,૨વર્ષ અને ૪ વર્ષની દીક્ષા પર્યાયમાં માસક્ષમણ તપની ઉગ્ર આરાધના કરનાર મહાસતીજીઓ પ્રત્યે આશીર્વાદની અમીવર્ષા વરસાવતા ઉપસ્થિત સર્વ વડિલ સાધ્વીજીવૃંદ તથા ધર્મચક્ર તપની આરાધના કરી રહેલા મહાસતીજીઓના પાવન હસ્તે તપસ્વી મહાસતીજીઓને અભિનંદન સહ શાલ અર્પણ કરવામાં આવી હતી.

4 43આ અવસરે સૌરાષ્ટ્ર  સિંહણ પૂ. ઈન્દુબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂ. સોનલબાઈ મહાસતીજી, શાસનચંદ્રિકા પૂ. હિરાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂ. સ્મિતાબાઈ મહાસતીજી તથા, શ્રમણ સંઘીય પુ. અમિત જ્યોતીજી મહાસતીજી પણ તપસ્વીઓને અભિનંદન આપવા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

આજના કેલ્ક્યુલેટીવ સમયમાં જ્યારે સંબંધો પણ ગણતરીના આધારે જળવાઈ રહ્યા છે ત્યારે રક્ષાબંધનના પર્વ પર યુવા શિબિરમાં યુવાનોને સંબંધો ભ્રમ કે સત્ય પર માર્ગદર્શન આપતા રાષ્ટ્રસંત જણાવ્યું હતું કે સંબંધો લાગતા સત્ય હોય છે પરંતુ હોય છે ભ્રમ. સબંધ નામના કુવામાંથી લાગણી નામનું પાણી પીવાય પરંતુ લાગણીના પાણીમાં ડૂબાયનહીં,કૂવાની પાળની જેમ લાગણીમાં પણ લિમિટ રાખવી જોઈએ.વિશેષમાં આ અવસરે રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભાઈ-બહેનના સંબંધોની કડવાશ દૂર કરીને પરસ્પર સ્નેહનું અતૂટ સેતુ સર્જવા માટે અનેક ભાઈ-બહેનની જોડીને આઈ ટુ આઈ કોન્ટેક કરાવીને સોરી કાર્ડની આપ-લે કરાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.