Abtak Media Google News

ઇજા પામેલાઓને 50 હજારની સહાય અપાઇ

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં થોડા મહિના અગાઉ દીવાલ પડવાથી 12 લોકોના મોત થયા હતા અને ને લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે ઘટના ના પડઘા રાજયસરકાર અને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું તથા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના બધા કાર્યક્રમો રદ કરી તાબડતોબ હળવદ આવી પહોંચી ને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તથા મૃતકોના પરિજનોને ચાર – ચાર લાખ અને અને ઈજાગ્રસ્તોને 50-50 હજારની મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય આપવાની જાહેરાત કરી હતી.

જે અન્વયે આજરોજ હળવદ મામલતદાર કચેરી ખાતે તમામ બાર મૃતકોના પરિવારજનોને એક ને ચાર લાખ મળી કુલ 48 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા અને બે ઇજાગ્રસ્તો ને 50-50 હજારના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા જેથી આ દુર્ઘટનામાં ભોગ બનનારને કુલ 49 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

જેમાં હળવદ જીઆઇડીસીમાં મૃત્યુ પામેલ રમેશભાઈ નરશીભાઈ પીરાણા,કાજલબેન રમેશભાઇ પીરાણા , દક્ષાબેન રમેશભાઇ કોળી, શ્યામભાઇ રમેશભાઈ કોળી,રમેશભાઇ મેઘાભાઇ કોળી, ડાયાભાઇ નાગજીભાઇ ભરવાડ,દિપકભાઇ દીલીપભાઇ કોળી, રાજેશભાઇ જેરામભાઈ મકવાણા, દીલીપભાઇ રમેશભાઇ કોળી, શીતલબેન દીલીપભાઇ કોળી,રાજીબેન ડાયાભાઇ ભરવાડ,દેવીબેન ડાયાભાઇ સુસરા માં પરિવાર જનોને ચાર ચાર લાખના મળી કુલ 48 લાખના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તથા  ઇજાગ્રસ્ત સંજયભાઈ રમેશભાઇ કોળી,આશાબેન ડાયાભાઇ ભરવાડ ને 50-50 હજારની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.