Abtak Media Google News

સાયબર પોલીસે કુલ નવ અરજદારોએ ગુમાવેલા રૂ.11.98 લાખ પરત અપાવ્યા

ક્રેડિટ કાર્ડ બનાવવા અને લાઈટ બિલ ભરવા સહિતની લાલચો આપી સાયબર ગઠિયાઓએ લોકોને શિકાર બનાવ્યા હતા

રાજકોટ સહીત દેશભરમાં ટેકનોલોજીનો સદ ઉપયોગ કરવાની જગ્યાએ અમુક ઈસમો દ્વારા દુરૂપયોગ કોઇપણ બહાના હેઠળ ભોળા લોકોને છેતરી પૈસા પડાવી લેતા હોવાનું પ્રમાણ દીન પ્રતિદિન વધી રહ્યું છે.ત્યારે આ સાયબર ગઠિયાઓએ રાજકોટમાં વીજ કનેક્શન કપાઈ જશે તેવો મેસેજ આજના ચેરમેન જયેશ બોઘરાને કર્યો હતો જયેશ બોઘરાય આ લીંક પર ક્લિક કરતા જ તેમના ખાતામાંથી નાળા ઉપડી ગયા હોવાની તેને જાણ થતા તેને સાયબર પોલીસનો સંપર્ક કર્યો હતો તેવી જ રીતે કુલ નવ લોકો પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી કુલ 11.98 લાખ રૂપિયા સાયબર ક્રાઈમ પરત અપાવ્યા છે.

Advertisement

માહિતી મુજબ જેમાં અશોકભાઈ ભુપતભાઈ ગોહેલને કોલ કરી એસબીઆઈ ક્રેડીટ કાર્ડમાંથી બોલું છું કહી કેવાયસી અપડેટ કરવાનું કહી લીંક મોકલી 1,26,233 પડાવી લીધા હતા. જયારે જયેશભાઈ ગોવિંદભાઈ બોઘરાને વીજ કનેક્શન કપાઈ જશે કહી એની ડેસ્ક નામની એપ્લીકેશનની લીંક મોકલી 1,90 લાખ પડાવી લીધા હતા તેમજ શશીકાંતભાઈ ગાંધીના પીએલસી વોલેતમાંથી 27,200 કોઈન જેની કિંત 1.63 લાખ થતી હોય તે ટ્રાન્સફર કરાવી લીધા હતા રિશી મોતીભાઈ ચૌધરીએ ગ્લોસીયા હબ નામની સાઈડ પરથી વસ્તુ મંગાવી હોય જેમાં અજાણ્યા શખસે લીંક મોકલી 86.985 પડાવી લીધા હતા તેમજ વિજય નટુભાઈ સોનપાલને ક્રેડીટ કાર્ડના બહાને શીશામાં ઉતારી 67,400 પડાવી લીધા હતા.

જ્યારે દલપતભાઈ કરસનભાઈ સરસ્વતી પાસેથી અજાણ્યા ગઠિયાએ ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને રૂ.63,395 , સંજયભાઈ આંબાભાઈ અજાણી પાસેથી ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવા બહાને 1,03,764 , મિતેશ ધીરુભાઈ જોટાળીયા પાસેથી ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાના નામ પર 97,701 અને ઉષાબેન પરસોતમ ચોટાઈ પાસેથી રૂ.3 લાખ મળી કુલ રૂ.11.98 લાખ નવ અરજદારોને સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારીના માર્ગદર્શન હેઠળ ગેટવે પ્લેટફોર્મ પર મેઈલ કરી ટેકનીકલ એનાલીસીસ તેમજ બેન્કના નોડલ ઓફ્સિરની મદદ અને સ્ટાફની સુજબુઝથી તપાસ કરી તમામ પૈસા પરત અપાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.