Abtak Media Google News

ધોળ એ વૃધ્ધોનું સંગીત છે: ખાસ કરીને શ્રાવણ કે પુરૂષોતમ માસ દરમિયાન મંદિરે કે ફળિયામાં એકઠા થઈને બહેનો દ્વારા પ્રભુ ભકિતના ગીતો એટલે ધોળ

‘છેલડા હો છેલડા માખણના ગેલડા, રાધાના જીવન પ્રાણ… પત્રકાર, પ્રોફેસર અને જાણીતા લોકગાયક કલાકાર નિલેશ પંડયાના ‘છેલડા’ પુસ્તકનું આજરોજ વિમોચન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ‘અબતક’નાવિશેષ કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં ખરેખર ધોળ એટલે શું તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ધોળ વિશે સવિસ્તુત વિગતવાર માહિતી આપી હતી.

Advertisement

ધોળ એટલે શું ?

ખરેખર ધોળ શું છે? તે વિશે માહિતી આપતા નિલેષભાઈ જણાવે છે કે ગુજરાતી ભાષાનો ઈતિહાસ લગભગ ૧૧મી સદીથી શરૂ થયો છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાંથી અત્યારે આપણે જે ભાષા બોલીએ છીએ એ વિકાસને આરે પહોચી છે. ભાષાની એક હજાર વર્ષની યાત્રા છે. અગિયારમી સદીમાં જૈન સાધુઓએ રાસ-રાસાઓનું સર્જન કર્યું હતુ. પછક્ષ કમી એનો વિકાસ થયો એ વિકાસ પામતા પામતા ફાગુનની રચના થઈ એમ કરતા કરતા લગભગ આજથી પાંચસો વર્ષ પહેલા ભજન કિર્તન, ધોળ, ગરબા, ગરબી રચના થઈ. આ બધાના મૂળ એક હજાર વર્ષ જૂના છે. ગુજરાતી લોક સાહિત્ય રસથાળ જેવું છે. એ છપ્પનભોગમાંની એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી એટલે ધોળ જે લોકગીતનાં પ્રકાર જેવી જ હોય છે. ધોળએ મોટાભાગે વૃધ્ધોનું સંગીત છે. જયારે લોકગીત એ યુવાનોનું સંગીત છે. ડોશીમાઓ સવાર-સાંજ મંદિરે કે કોઈના ફળીયે ભેગા થાય કોઈની ડેલીએ શ્રાવણ મહિનો હોય કે પુરૂષોતમ માસ હોય ત્યારે બહેનો ભેગા થઈને જે પદ ગાય છે. એ પદ ધોળ પ્રકારમાં આવે એક બહેન ગાય અને બાકીનાં બધા જીલે તેને ધોળ કહેવાય ધોળ એ લોકગીત કરતા થોડો અલગ પ્રકાર છે.

ધોળના રચયિતા કોણ?

ધોળના રચયિતા અંગે માહિતી આપતા નિલેશભાઈ જણાવે છે કે કોઈ ભકત કવિઓએ પદ એ એમના ધોળ કહેવાય છે પરંતુ કેટલાક એવા પણ ધોળ છે જે અજ્ઞાન છે એટલે એવા ધોળ કે જેની પાછળ કોઈ રચયિતાઓ જ નથી લોકગીત ભજન, ધોળ, કિર્તન, ગરબા, ગરબી, પદ આ તમામ પ્રચલિત પ્રકારો છે.

લોકગીત અને ધોળમાં શું તફાવત

લોકગીત એ યુવાનોનું સંગીત ધોળએ પ્રૌઢોનું સંગીત છે. લોકગીતો કોણે રચ્યા કોઈને ખબર નથી જયારે ધોળમાં અજ્ઞાત રચયિતાઓ અને જાણીતા રચયિતાઓ પણ છે. બંને જો બાજુ બાજુમાં રાખવામાં આવે તો ધોળ અને લોકગીતોને જુદા પાડવા અધરા છે. ધોળમાં આધ્યાત્મિક, પ્રભુભક્તિ, આજીજી, વિનંતી, શરણાગતિ જયારે યુવાનોના સંગીતમાં જુસ્સો છે.

જોમ છે સ્ક્રીપવાઈ બંનેને અલગ તારવવા મુશ્કેલ છે. પરંતુ ગાઈએ તો ખ્યાલ આવે કે કયુ લોકગીત ને કયું ધોળ ધોળ સાથી શરૂ થાય તો માંડ ‘પ’ સુધી જ પહોચે એટલે ગાયકીનાં ઢાળથી ધોળ અને લોકગીત જુદા પડે છે.

પુસ્તક લખવાનો વિચાર કયાંથી આવ્યો?

આ પ્રશ્ર્નના જવાબમાં નિલેશભાઈ જણાવે છે કે મને બાળપણથી જ ધોળ ગાવાનો અને સાંભળવાનો શોખ હતો. મારા પિતાજી કર્મકાંડી બ્રાહ્મણ હતા એ સમયે અમારા ઘેર વ્રત-તહેવારોમાં બહેનો પૂજન માટે આવતા ને પૂજન પૂર્ણ થયા બાદ મારા ‘બા’ ધોળ ગાતા હું એ સાંભળતો એ સમયથી જ મને ધોળમાં રસ હતો. એ સમયે હું પાંચેક વર્ષનો હોઈશ બસ ત્યારથી જ મને ધોળ પ્રત્યે ભારે લગાવ હું આજેય મારા દરેક કાર્યકમમાં લોકસંગીતની સાથે ધોળ પ્રસ્તુત કરૂ છું.

ધોળના પુસ્તકો તો ઘણાય છે. પણ તેનો અર્થ કોઈએ નથી કર્યો ધોળનું જે આસ્વાદ, મર્મ રસદર્શન આજ સુધી મારા ખ્યાલ મુજબ કોઈ પુસ્તકમાં અપાયેલું નથી. મારા પુસ્તકમાં ધોળ તેના મર્મ સાથે રજૂ કરાયા છે. કદાચ મર્મ સાથેનું ધોળ એ પહેલુ પુસ્તક હોઈ શકે.

ધોળ અને ધોળ મંગળ બંને એક જ કે અલગ અલગ

આ પ્રશ્ર્નના જવાબમાં પંડયા જણાવે છે કે, ધોળ અને ધોળ મંગળ એક નથી ધોળમંગળ ગુજરાતી શબ્દ કોષમાં એમાં પણ સ્પષ્ટ વ્યાખ્યા છે. ધોળ એટલે મંગળ પ્રસંગે શુભ લગ્નો પ્રસંગે ગવાતા શુભ ગીતો એટલે ધોળ મંગળ ધોળના ઘણા એવા ગીતો છે. જે મંગળ પ્રસંગજે ન ગાઈ શકાય ધોળ મંગળને લગ્નગીત પણ ન કહી શકાય.

શબ્દો, પદો આપણને સ્થિતરતા આપે છે: અપૂર્વ સ્વામી

લોકગાયક નીલેશ પંડયાના ધોળ પરના પુસ્તકનું ‘છેલડા ઓ છેલડા’ પુસ્તકનું અપૂર્વ સ્વામીના હસ્તે વિમોચન

શબ્દો, પદો આપણને સ્થિરતા આપે છે તેમ બીએપીએસ મંદિરના પૂ. અપૂર્વ સ્વામીએ જાણીતા લોકડાયક નીલેશભાઇ પંડયાના ધોળ વિશેના પુસ્તક ‘છેલકા ઓ છેલડા’નું વિમોચન કરતા જણાવ્યું હતું. બી.એ.પી.એલ. મંદિરે પુસ્તકનું પૂ. અપૂર્વ સ્વામીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

૨૦૨૧ના વર્ષનો આજ પ્રથમ દિવસ મંગલ દિન તેમાં પણ આજે એક આનંદનો અવસર બીએપીએલ સ્વામીનારાયણ મંદિરને આંગણે આવ્યો હતો.

જાણીતા લોકગાયક સ્થાન મેળવનાર નીલેશભાઇ પંડયાનો આજે જન્મ દિવસ છે. યોગાનું યોગ એવો થયો કે નવુ વર્ષ પણ એમના માટે નુતન વર્ષ છે.

નીલકંઠવર્ણી મહારાજ સમક્ષ એમનું નુતન પુસ્તક ‘છેલડા ઓ છેલડા’ જેમાં ધોળ દ્વારા સમાજને એક સંદેશ આપવામાં આવે છે. ત્યાગનો, વૈરાગ્યનો, ભકિતનો, સમર્પણને સમજાગનો પદોની અંદર આ સંદેશ છુપાયેલો હોય  એનું રસ દર્શન કરાવ્યું છે. શાસ્ત્રોમાં લખાયું છે કે ‘શાસ્ત્રમ સર્વસ્ય લોચનમ’ શાસ્ત્રએ દરેકની આંખ છે. પણ આંખને ઉધાડી આપવા માટે કોઇ મીડીયેટરની આવશ્યકતા રહે છે. ‘કવિ કરો તી કાવ્યાની રસમજાનન પંડિતાહા’ કવિ તો કાવ્ય લખી જાય છે. વર્ષો પૂર્વે લખાયેલા કદાચ આ ધોળ હશે, કદાચ કેટલા ગ્રંથોની અંરદ પડેલા હશે પણ એ લોકો સુધી પહોચાડવા તો એ જ બહુ મોટી સેવા એમના દ્વારા થઇ છે. આશા રાખીએ પ્રાર્થના કરીએ બધાનું સ્વાસ્થ્ય પણ ખુબ સારું રહે આ પદો કેળવ કાન સુધી નહિ કાનથી હ્રદય સુધી પહોંચે હ્રદયથી પાછા મુખમાં બહાર આવે, કેવળ નીલેશભાઇ દ્વારા ગવાયેલા એક પદો વ્યકિત પુરતા જ ગવાય એમ નહિ અનેક લોકોની જીભે બોલતા થાય ભગવાન સ્વામીનારાયણે પરંપરાએ પણ આજ વાત કરી છે. મીરાબાઇ હોય કે નરસિંહ મહેતા હોય એવા આદર્શ ભકતો કે જીવનાના કોઇ પણ સંજોગોમાં આ પદો એમને સ્થિરતા  આપી છે. શબ્દ સ્થિરતા આપે છે. વાલ્મીકી જયારે શોકગ્રસ્ત થઇ ગયા અને એવા સમયે ‘સોહદ શ્ર્લોકતમ આગતહ’ એમને શોક એ શ્ર્લોકમાં પરિણમ્યો સાહિત્યની રચના થઇ ગઇ રામાયણની રચના થઇ ગઇ તો આજે આપણે પ્રાર્થના પણ કરીએ છીએ કે આ પદો આપણને સ્થિરતા આપે.

નિલેશભાઇએ જમીન ખોદવાનું કામ કર્યુ છે. રત્નો બહાર લાવવાનું કામ કયુૃ છે. એ રત્નો ધારણ કરીને આપણો દેહની અંદર આત્માની શોભા વધારી શકે એવી ધારણ કરીને આપણો દેહની અંદર આત્માની શોભા વધારી શકે એવી ખાસ પ્રાર્થના, સ્વાસ્થ્ય પણ એમનું સારુ રહે છે જે સહકાર ખાસ પ્રાર્થના, સ્વાસ્થ્ય પણ એમનું સારુ રહે જે જે સહકાર આપ્યો છે. હરીનભાઇ, અનુપભાઇ તમામ સાથી મિત્રો રહિત બધા ની ખુબ પ્રગતિ થાય અને સાથે મળી ખુબ સારા ઉત્કર્ષને જ બધા પામી શકીએ.

આત્મ નિર્ભર ભારતનો જે સંકલ્પ છે એ શ્રેષ્ઠ ભારતનો એક ભારતનો, સ્વપ્નશીલ ભારતનો સંકલ્પ છે. આપણે બધા આપણી સંસ્કૃતિના પાયાના આધારે પાયાના આધારે ભારતને આગળ વધારી શકે એવી પ્રાર્થના તેમ પૂ. અપૂર્વ સ્વામીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.